SearchBrowseAboutContactDonate
Page Preview
Page 761
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ તેમણે આપેલી મહામૂલી ભેટ છે. ઈ.સ. ૧૯૬૧ અને ઈ.સ. ૧૯૬૩માં અનુક્રમે તેઓ ગવર્નમેન્ટ ઑફ આરબ રિપબ્લિકના આમંત્રણથી રૂની ગુણવત્તા અને ઉત્પાદનની વૃદ્ધિ માટે ઇજિપ્તની મુલાકાતે ગયા. તેવી જ રીતે અમેરિકન સરકારના આમંત્રણથી તેઓએ યુ.એસ.એ.નો સફળ ઔદ્યોગિક-અભ્યાસપ્રવાસ પણ કર્યો. ઈ.સ. ૧૯૫૨માં મુંબઈ ધારાસભાની ચૂંટણી આવી. ગુજરાતના ઉદ્યોગ ક્ષેત્રે સક્રિય મહાનુભાવોને લાગ્યું કે ઉદ્યોગ ક્ષેત્રનો કોઈ બાહોશ પ્રતિનિધિ ધારાસભામાં હોય તો આપણા પ્રશ્નોને યોગ્ય વાચા મળે અને તે માટે તેઓએ શ્રી જયકૃષ્ણભાઈનું નામ સૂચવ્યું. આમ માત્ર ૩૧ વર્ષની યુવાનવયે શ્રી જયકૃષ્ણભાઈ મુંબઈ ધારાસભામાં ચૂંટાયા. જાહેર જીવનમાં તેમની લોકપ્રિયતા અને ધારાસભ્ય તરીકે તેમની કાર્યકુશળતાએ જ કદાચ તેઓને અમદાવાદના નગરપતિ (મેયર) બનાવ્યા. તેમના મેયર તરીકેના કાર્યકાળ દરમિયાન તેમણે આ મહાનગરને સ્વચ્છતા અને સૌંદર્યપૂર્ણતા બક્ષી. શ્રી જયકૃષ્ણભાઈએ રાજકીય ક્ષેત્રે સક્રિય રહી રાજ્યના કોંગ્રેસ પક્ષપ્રમુખ તરીકે નોંધપાત્ર કાર્યો કર્યાં, એટલું જ નહીં પરંતુ તેઓ જે જે સંસ્થાઓ સાથે સંકળાયેલા રહ્યા તે તે સંસ્થાઓ તેમની રાહબરી હેઠળ સતત વિકાસ પામતી રહી, જેમાં ગુજરાત કેન્સર સોસાયટી, અમદાવાદ મિલમાલિક મંડળ, ગુજરાત ક્રિકેટ એસોસિએશન, જી.એસ.એફ.સી., જી.એન.એફ.સી., સોમનાથ મંદિર ટ્રસ્ટ, સ્પૉર્ટ્સ ક્લબ વગેરે મુખ્ય છે. તેમના સામાજિક ક્ષેત્રે પ્રદાન બદલ ‘ઑલ ઇન્ડિયા સરદાર પટેલ ફાઉન્ડેશન' તરફથી ‘સમાજરત્ન'નો એવૉર્ડ એનાયત થયો હતો. તેમની ઔદ્યોગિક ક્ષેત્રે સક્રિય કામગીરી માટે તેઓને ‘રાજીવ ગાંધી ગોલ્ડ મેડલ'થી સમ્માનવામાં આવ્યા હતા. પોતાના પાટીદાર સમાજથી લઈને નગર, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાની વિવિધ પ્રવૃત્તિઓમાં તેમની વિશિષ્ટ સેવાઓ ખરેખર વંદનીય રહી હતી. આવી બહુમુખી પ્રતિભા ધરાવતા સ્વસ્થ અને સંવેદનશીલ પાટીદાર અગ્રણીની ગુજરાત આખાને બહુવિધ ક્ષેત્રે સક્રિય સેવાઓ મળી છે. તેઓએ જે જે ક્ષેત્રમાં કામ કર્યું, તે દરેક ક્ષેત્રે તેમની સ્મૃતિ ચિરંજીવ બની રહેશે તે નિઃશંક છે. સન્નિષ્ઠ સર્વોદયકાર્યકર–સમાજરત્ન સ્વ. ચંદ્રવદનભાઈ લશ્કરી જન્મ : તા. ૩-૧૨-૧૯૨૨ દેહાંત : તા. ૮-૭-૧૯૭૬ Jain Education International ૫૧ ગુજરાતના પાટીદાર-રત્ન શેઠ બહેચરદાસ લશ્કરીપરિવારના પનોતા પુત્ર, પાટીદાર સમાજના અગ્રણી કાર્યકર અને સમાજ–સેવાના ભેખધારી તથા પોતાના પરમ મિત્ર સ્વ. ચંદ્રવદન લશ્કરી સાથેનાં સંસ્મરણો તાજાં કરતાં જૈન શ્રેષ્ઠી શેઠ શ્રી શ્રેણિકભાઈ કસ્તુરભાઈ નોંધે છે કે, “ચંદ્રવદન દોમદોમ સાહ્યબીમાં ઊછરીને પણ ઉત્તમ સંસ્કાર પામ્યા અને ઉન્નત જીવન જીવી ગયા. પૂ. રવિશંકર મહારાજના સંસર્ગમાં આવ્યા પછી તો તેમણે સમગ્ર જીવન જાણે સમાજને અર્પણ કર્યું! દરિદ્રનારાયણની સેવામાં લીન થયા. પરમાર્થનાં કાર્યો કરતાં કરતાં સાર્થક જીવનનો લહાવો લેતા જ રહ્યા.” આવા ચંદ્રવદનભાઈનો જન્મ ઈ.સ. ૧૯૨૨ના નવેમ્બરની ત્રીજી તારીખે માતા ચંચળબાની કૂખે થયો. માત્ર ૧૧ માસની બાળવયે માની મમતાની છત્રછાયા ગુમાવનાર ચંદ્રવદનભાઈ સાવકી છતાં સવાઈ મા એવાં વિજયાગૌરીબાની પ્રેમભરી નિશ્રામાં મોટા થયા. અભ્યાસ ચંદ્રવદનભાઈએ તેમનો શાળાકીય અમદાવાદની જાણીતી પ્રોપ્રાયટરી હાઇસ્કૂલમાં મેળવ્યો. ત્યારબાદ ગુજરાત કૉલેજની સાયન્સ ફેકલ્ટીમાં પ્રવેશ મેળવ્યો. ઈ.સ. ૧૯૪૨ની ‘હિંદ છોડો’ ચળવળમાં તેઓએ સક્રિય ભાગ ભજવ્યો. આ જ સમયગાળામાં પાછળથી ધરતી'ના તંત્રી બનેલા પ્રભાતકુમાર દેસાઈ સાથે પરિચય થયો, જે ગાઢ મૈત્રીમાં પરિણમ્યો. '૪૨ની આ ચળવળમાં ભાગ લેવા ચંદ્રવદને બી.એસ.સી.ના છેલ્લા વર્ષની પરીક્ષાનો બહિષ્કાર કર્યો. પછીના વર્ષે, ‘૪૩-૪૪માં પરીક્ષામાં બેસી બી.એસ.સી. થયા. ચંદ્રવદનને તો સમાજમાં રહેલી વિષમતાઓ દૂર કરવાનું ઘેલું લાગ્યું હતું. તેમને તો સમાજને જાગ્રત કરવો હતો, એટલે જ કદાચ ઈ.સ. ૧૯૪૭માં લોકશિક્ષણ અને સમાજસુધારણાના ઉદ્દેશથી અને મિત્રોના સાથ-સહકારથી ‘ધરતી’ માસિક શરૂ કર્યું. આજે વિવિધ સામાજિક પ્રવૃત્તિઓથી ધમધમતા ધરતી વિકાસ મંડળ'ના વિકસિત, વડલાના મૂળમાં આ ધરતી માસિક'ના ફળાઉ 'બી' છે. ધરતી'ના આદ્યતંત્રી તરીકે ચંદ્રવદનભાઈ અવિરત સક્રિય રહ્યા. ગાંધીજીના જીવનસંદેશને અક્ષરશઃ અનુસરી અમદાવાદના નરોડા નજીકના નાના ચિલોડા ગામે ગ્રામોદ્ધારની ધૂણી ધખાવી આ કર્મવીરે પોતાની સેવાયાત્રાના શ્રીગણેશ કર્યા. ઈ.સ. ૧૯૫૧માં શરૂ કરેલ આ સેવાયજ્ઞમાં ચંદ્રવદનભાઈએ પોતાની ભરયુવાનીની પાવન આહુતિ અર્પી, જેમાં લગ્નજીવનનાં For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy