SearchBrowseAboutContactDonate
Page Preview
Page 760
Loading...
Download File
Download File
Page Text
________________ tolo ગૌરવરૂપ પાટીદાર સાહિત્યકાર અને સમાજસેવક સ્વ. પીતાંબર પટેલ જન્મ : તા. ૧૦-૮-૧૯૧૮, દેહાંત : તા. ૨૪-૫ ૧૯૭૭. ઉત્તર ગુજરાતના પાટીદાર સમાજના ગૌરવરૂપ સાહિત્યકાર પીતાંબર પટેલનો જન્મ તા. ૧૦-૮-૧૯૧૮ના રોજ મહેસાણા જિલ્લાના શેલાવી ગામમાં થયો હતો. તેઓ જ્ઞાતિએ કડવા પાટીદાર હતા. તેમના પિતાનું નામ નરસિંહભાઈ હીરાભાઈ પટેલ અને માતાનું નામ લહેરીબહેન હતું. એમનાં લગ્ન ઈ.સ. ૧૯૪૭માં શ્રી લલિતાબહેન સાથે થયાં હતાં. પીતાંબર પટેલ વ્યવસાયે પત્રકાર, ગ્રામજીવનના એક સબળ નવલકથાકાર અને નવલિકાકાર હોવા સાથે સામાજિક કાર્યકર પણ હતા. અમદાવાદ લેખકમિલનના મંત્રી અને ગુજરાતી સાહિત્ય પરિષદના મંત્રી, ‘સંદેશ’ દૈનિકના તંત્રી અને ‘આરામ’ના સંપાદક તરીકે પણ કામ કર્યું હતું. આ ઉપરાંત ઈ.સ. ૧૯૫૬થી ૧૯૫૮ એમ ત્રણ વર્ષ સુધી ઓલ ઇન્ડિયા રેડિયોને પણ એમણે સેવા આપી હતી. તાલુકા શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે પણ તેમણે સેવા આપી. પીતાંબર પટેલના જીવનમાં રમણભાઈ દેસાઈ, ટોલ્સટોય, ટાગોર, શરદબાબુ વગેરેનાં પુસ્તકોનો અને ગાંધીજીની લોકસેવાની ભાવનાનો વિશેષ પ્રભાવ રહ્યો છે. તેમના ગુજરાતીના પ્રાધ્યાપક રામનારાયણ વિ. પાઠક ઉપરાંત રસિકલાલ પરીખ, ઉમાશંકર જોશી, કે. કા. શાસ્ત્રી વગેરેના પ્રત્યક્ષ સંપર્કનો પણ તેમને લાભ મળ્યો હતો. પીતાંબર પટેલ નવલકથાકાર અને નવલિકાકાર તરીકે સુખ્યાત છે. શહેરી અને ગ્રામજીવનનાં ચિત્રો આલેખતી એમની કૃતિઓમાં જીવનમાંગલ્યની શુભ દૃષ્ટિનું દર્શન થાય છે. ખેતરને ખોળે' એમની સૌથી વધુ સફળ કૃતિ રહી છે. એમનું અવસાન ઈ.સ. ૧૯૭૮માં થયું. પીતાંબર પટેલ કાર્યકર અને સાહિત્યકાર હતા. તેમણે યુવકમંડળો અને શિબિરો દ્વારા યુવક-યુવતીઓને સુધારાની કેળવણી આપી હતી. તેમણે પોતે પણ સામાજિક રૂઢિનો સામનો કરીને લગ્ન કર્યું હતું. રાજકારણ દ્વારા સમાજની સારી સેવા થઈ શકે એવા આશયથી તેઓ ધારાસભાની ચૂંટણીમાં ઊભા હતા, પરંતુ સમાજે અને રાજકારણે શુદ્ધ બુદ્ધિના આ સમાજસેવકને દાદ આપી ન હતી. તેમણે ઉત્તર ગુજરાતના લોકનાટ્ય ભવાઈના Jain Education International ધન્ય ધરા કલાકારોનું સંગઠન ઊભું કર્યું હતું અને અસાઈતના બીજા અવતાર' જેવું બિરુદ પામ્યા હતા. ગુજરાતી સાહિત્યમાં પ્રાદેશિક નવલકથા ક્ષેત્રે ત્રણ ‘પપ્પા’ નામાંકિત છે. પન્નાલાલ પટેલ, ઈશ્વર પેટલીકર અને પીતાંબર પટેલ. પન્નાલાલે ઈડરિયા મુલકને, પેટલીકરે ખેડા જિલ્લાને, તો પીતાંબર પટેલે ઉત્તર ગુજરાતના સમાજને વાર્તાઓ અને નવલકથાઓમાં પ્રતિબિંબિત કર્યો. તા. ૨૪-૫-૭૭ના રોજ મંગળવારે રાત્રે દસ વાગ્યે હાર્ટએટેકના લીધે તેમનું ૫૯ વર્ષની વયે અવસાન થયું. તેમના અવસાન નિમિત્તે મળેલી શોકસભામાં પ્રસિદ્ધ સાહિત્યકારો, લોકસેવકો, રાજકારણીઓ વગેરેએ સ્વર્ગસ્થને અશ્રુભીની આંખે અંજલિ આપી હતી. શ્રી પન્નાલાલ પટેલ પોતાના જિગરજાન દોસ્તને અંજલિ અર્પતાં રડી પડ્યા હતા. ઔદ્યોગિક અને સામાજિકક્ષેત્રે સમ્માનનીય સ્વ. જયકૃષ્ણ હરિવલ્લભદાસ જન્મ : તા. ૩૧-૧૦-૧૯૧૯ દેહાંત : તા. ૧૮-૧૦-૨૦૦૧ પાટીદાર સમાજના મોરપિચ્છ સમાન શ્રી જયકૃષ્ણ હરિવલ્લભ પણ ગુજરાતના ઔદ્યોગિક તેમજ જાહેર જીવનના ક્ષેત્રે ગુજરાતને મળેલ મહામૂલી મહાજન વિભૂતિ હતા. ગુજરાતને વિવિધ ક્ષેત્રે ખમીરવંતું બનાવનાર આંગળીના વેઢે ગણાય તેટલા મહાનુભાવોમાં સ્વ. જયકૃષ્ણભાઈનો સમાવેશ અનિવાર્ય થઈ પડે. તેઓ ગુજરાતના જાહેર જીવન તરફ વળ્યા. મહાજન થઈ જાહેર જીવનમાં મહત્ત્વનું પ્રદાન કરનાર શેઠ શ્રી અમૃતલાલ હરગોવનદાસ તેમજ શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈ જેવાઓની ગૌરવવંતી પરંપરાના શ્રી જયકૃષ્ણભાઈ પથગામી બન્યા. ગાંધીજીના આદેશ અનુસાર કંડારાયેલ આ મહાજન પરંપરાને તેમણે વધુ સુદૃઢ બનાવી. ટેક્ષટાઇલ ક્ષેત્રે શોધસંશોધન કરતી સંસ્થા ‘અટીરા’ની વહીવટી સભાના તેઓ આઠ વર્ષ પ્રમુખ તરીકે રહ્યા અને તેની ગવર્નિંગ કાઉન્સિલમાં આશરે ૨૮ વર્ષ સેવાઓ આપી. એટલું જ નહીં, અમદાવાદ મિલમાલિક મંડળના પ્રમુખ તરીકે તેમનું યોગદાન મહત્ત્વનું પુરવાર થયું. ગુજરાત વેપારી મહામંડળના નવા મકાન માટે તેમણે આપેલ માતબર દાનમાંથી બનેલ ધ ગુજરાત ચેમ્બર ઓફ કૉમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ'નું અદ્યતન સંકુલ ગુજરાતના ધંધા-ઉદ્યોગ ક્ષેત્રને For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy