SearchBrowseAboutContactDonate
Page Preview
Page 759
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૯૪૯ અજ્ઞાનને દૂર કરવા સમાજને કેળવણી આપવાની આવશ્યકતા હતી અને તે માટે કેળવણીની સંસ્થાઓ ઊભી કરવી પડે તેમ હતી અને આ બધા માટે અઢળક નાણાંની જરૂર પડે તેમ હતી. દઢ સંકલ્પને સથવારે છગનલાલે શરૂ કરેલ ભગીરથ કાર્યમાં ધીરે ધીરે શ્રી નગીનભાઈ વ્રજલાલ પટેલ, શ્રી પુરુષોત્તમદાસ (દાસકાકા), શ્રી વિઠ્ઠલભાઈ જેવાં સમાજસમર્પિત પાત્રો ઉમેરાતાં ગયાં અને સ્થાપવામાં આવ્યું એક મંડળ જેનું નામ રાખ્યું “કડવા પાટીદાર કેળવણી ઉત્તેજક મંડળ' અને તે મંડળના સત્તાધાનમાં શરૂ કરવામાં આવેલ છાત્રાલયનું નામ કડવા પાટીદાર વિદ્યાર્થી આશ્રમ' રાખવામાં આવ્યું. આ બોર્ડિંગ સંવત ૧૯૭૬માં ચૈત્ર સુદ ને સોમવારે કડી મુકામે શરૂ કરવામાં આવી. આશ્રમની સ્થાપના સાથે જ છગનલાલ, છગનલાલ મટી પાટીદાર સમાજના “છગનભા' બની રહ્યા હતા. તા. ૧-૩-૨૨ને બુધવારે વડોદરા રાજ્યના કેળવણી ખાતાની મંજૂરીથી શ્રી કડવા પાટીદાર વિદ્યાલય શરૂ થયું. પછી “કડી સર્વવિદ્યાલય' જેવી સંસ્થા ઊભી થઈ, જેણે ઉત્તર ગુજરાતમાં કેળવણીનો પ્રકાશ પાથર્યો. આવા કર્મયોગી, પુરુષાર્થી અને એક આદર્શ વિરલ વિભૂતિ એવા છગનભા ૭૮ વર્ષની ઉંમરે તા. ૨૨-૧૨૧૯૪૦ના રોજ દેવલોક પામ્યા. પીઢ સાહિત્યકાર, કવિ, પાટીદારરત્ન પ્રા. ડો. રણજિતભાઈ પટેલ-અનામ” જન્મ તા. ૨૬-૧૦-૧૯૧૬ ઉત્તર ગુજરાતના સપૂતોની યાદીમાં જેમનું નામ ગૌરવપૂર્વક મૂકી શકાય તેવા ડૉ. અનામીનો જન્મ હાલના ગાંધીનગર જિલ્લાના ડભોડા ગામે ભક્તહૃદયી પિતા મોહનભાઈના સંસ્કારપ્રેમી કુટુંબમાં તા. ૨૬-૬-૧૯૧૬ના રોજ થયો. નાના રણજિતે પ્રાથમિક શિક્ષણ ડભોડાની ધૂળિયા શાળામાં તેમજ માધ્યમિક શિક્ષણ કડીના સર્વવિદ્યાલયમાં મેળવ્યું. મેટ્રિકની પરીક્ષા તેમણે આણંદની પ્રતિષ્ઠિત ડી. એન. હાઇસ્કૂલમાં આપી. શાળાકીય અભ્યાસ દરમિયાન વિદ્યાર્થી તરીકેની કારકિર્દી તેજસ્વી રહી. આ શિક્ષણ સાધનાના ઉત્તરાર્ધમાં તેઓએ વ્યાવસાયિક કારકિર્દીનો પણ પ્રારંભ કર્યો. નડિયાદની સી. બી. પટેલ આર્ટ્સ કૉલેજમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે જોડાઈ એક વરિષ્ઠ પ્રાધ્યાપક તરીકે તેઓ વિદ્યાર્થીઓનો પ્રેમાદર અર્જિત કરી શક્યા. આ જ કૉલેજમાં તેઓ પાછળથી વાઇસ પ્રિન્સિપાલ પણ બન્યા. અધ્યયન, અધ્યાપન આદિના ક્ષેત્રે આવી જ્વલંત તેજસ્વી કારકિર્દી ધરાવનાર અનામીસાહેબ, સાહિત્યકાર તરીકે ય વિખ્યાત છે અને તે ઉચિત રીતે જ કવિ, નવલિકાકાર, વિવેચક, સંપાદક, અનુવાદક, નિબંધ–લેખક અને જીવનચરિત્રકાર તરીકે ગુજરાતી સાહિત્યને તેમણે ગણનાપાત્ર રીતે સમૃદ્ધ કર્યું છે. કવિ તરીકે તેમના દસેક કાવ્યસંગ્રહો છે. સુરતમાં હતા ત્યારે જ “રણજિત રત્નાવલી'નું પ્રથમ પ્રકાશન થયેલું. ૧૯૩૮માં ગુજરાત કૉલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા હતા ત્યારે જ મુ. પ્રા. અનંતરાય મ. રાવળની પ્રસ્તાવના સાથે પ્રથમ કાવ્યસંગ્રહ “કાવ્યસંહિતા' પ્રગટ થયો, ત્યારથી સાહિત્યસર્જન અને સેવાની ધારા અવિરત વહેતી રહી છે. પ્રા. વિષ્ણુપ્રસાદ ૨. ત્રિવેદીની પ્રસ્તાવના સાથે “ચક્રવાક રેડિયો-ગીતોનો સંગ્રહ સારસ' પછી, “સ્નેહશતક’ અને ‘પરિમલ', “રટણા', ‘શિવમ્' વગેરે. આ તેમના પ્રગટ કાવ્યસંગ્રહો છે. હજી કવિતારચના થયે જાય છે. નવલિકાક્ષેત્રે “ભણેલી ભીખ’ અને ‘ત્રિવેણી' (કાવ્યો, નિબંધો અને નવલિકાઓનો સંગ્રહ)માંની નવલિકાઓ રચી છે. વિવેચક તરીકે તેમણે ગુજરાતી સાહિત્ય, સાહિત્યકારો અને તેના સામાન્ય પ્રશ્નો-સિદ્ધાંતો વિશે ગુજરાતીનાં વિવિધ લબ્ધપ્રતિષ્ઠ માસિકો-સામયિકોમાં લેખો લખ્યા છે અને ઘણી કૃતિઓનાં અવલોકનોય કર્યો છે. ઉપરાંત ડૉ. રામચંદ્ર પંડ્યા સાથે “અર્વાચીન ગુજરાતી સાહિત્યસ્વરૂપોનો વિકાસ'માં જે તે પ્રકારોનો વિકાસ ઐતિહાસિક રીતે આલેખ્યો છે. તેમને “પાટીદાર-રત્ન' આદિ એવોઝથી નવાજવામાં આવ્યા છે. તાજેતરમાં તેમને “સ્વ. કમળાશંકર પંડ્યા' એવોર્ડ એનાયત થયો છે. કડવા પાટીદાર પરિવારમાં તેમની આત્મકથા, કવિતા અને લેખો સતત થાય છે. તેઓ પાટીદાર જ્ઞાતિના શ્રેયાન સારસ્વત છે. મ.સ. યુનિ. વડોદરાના ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે નિવૃત્ત થયા પછી પણ સાક્ષરજીવન જીવી રહ્યા છે. નેવું વર્ષેય તેમની પ્રજ્ઞા–પ્રતિભા સચેત છે. તેઓ “સત્યમ્, શિવમ્, સુંદરમ્'ના ઉપાસક છે. તેમની ‘શિવમુની આધ્યાત્મિક કવિતા પ્રશસ્ય છે. એક ઉદાત્ત માનવ અને જીવનલક્ષી સાહિત્યકાર અને સારસ્વત તરીકે ડૉ. અનામીસાહેબ શ્રદ્ધેય અને આદરણીય છે. Jain Education Intemational Education International For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy