SearchBrowseAboutContactDonate
Page Preview
Page 753
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ કરવા રાજમાં ગયા ને વિનંતી કરી : “નામદાર; આપ લગ્નમાં નહીં પધારો ત્યાં સુધી દીકરાની જાન જૂતશે નઈં.” જામસાહેબે જવાની તૈયારી કરી અને લગ્નની ધામધૂમમાં ભાગ લેવા માટે રસાલા સાથે કંડોરણા પધાર્યા. ભાદા પટેલના આંગણનો અવસર ઊજળો કરી બતાવવા હજારો પટેલો ઊમટી પડ્યા. પોરહીલા પટેલે લગ્નમાં હજારો રૂપિયાનું ખર્ચ કર્યું. આવનાર મહેમાનોના ઘોડા માટે અગાઉથી પાકા અવેડાઓ તૈયાર કરાવી તેમાં થી ભરાવ્યું અને એ રીતે ઘોડા અને બળદોને ઘી પાયું. ભાદા પટેલની સરભરા જોઈ જામસાહેબ માંડવે પધાર્યા ત્યારે ભાદા પટેલની વહુએ સોનાનાં ફૂલડે વધાવ્યા ને ગાયું ઃ જામ પધાર્યા કંડોરણે હાલો જોવાને જઈએ જોવાને જઈએ તે સુખિયા થઈએ.....જામ’’ એ પછી માદા પટેલે જામ જસાજીને જોઈને કહ્યું : “મહારાજા સાહેબ, આપ જાણો છો કે કંડોરણું ગામ ગોંડળ, જૂનાગઢ અને પોરબંદર એમ ત્રણે રાજ્યોની સરહદના ત્રિભેટા ઉપર આવેલ છે. કંડોરણાને ઈ હંધાંય રજવાડાંઓની કાયમ બીક રહે છે એટલે ગામ ફરતો મજબૂત ગઢ બાંધવાની તાતી જરૂર છે.' “માદા પટેલ! તમારી વાત સોળ આની ને બે વાલ, પણ રાજની નિર્ઝારીનાં અત્યારે તળિયાં દેખાય છે. કાળ દુકાળના ઉપરાઉપરી મોળાં વરહ આવે છે એટલે બે—પાંચ વરહ આવા મોટા ખર્ચનો જોગ થાય એમ જ નથી. થોડો વખત ખમી ખાવ.' “તો બાપુ, આપ રજા દ્યો તો હું ગઢ બંધાવું. રૈયતને રક્ષવી તો પડશે જ ને!” જામ જસાજીની રજા મળતાં માદા પટેલે સ્વખર્ચે રાજની, રૈયતની રક્ષા માટે જામકંડોરણાનો કિલ્લો બનાવવાનો શરૂ કર્યો. વર્ષોના પરિશ્રમ બાદ ભાદર નદીના કાંઠે માથે આખું ગાડું વાં જાય એવો મજબૂત ગઢકિલ્લો પૂર્ણ કર્યો. જામનગરના મહારાજા જામ જસાજીએ સંવત ૧૮૭૫ના વૈશાખ સુદ ત્રીજના દિવસે ગઢેચી માતા' અને ‘કાળ ભૈરવની પૂજા કરી ગઢના દરવાજા ખુલ્લા મૂક્યા. પછી તો જામ જસાજી બાજુએ રહી ગયા અને પ્રજાએ ભાદા પટેલના જસનાં ગીતડાં ગાવા માંડ્યાં મા ગઢ ચણાવિયો, બંધાવ્યા કોઠા ચાર, ગામ શોભતા, દરવાજા નઈ કાંગરાનો પાર... Jain Education International ૪૩ ઇતિહાસમાં આ પ્રસંગની નોંધ નથી પણ લોકમે રમતી કથા કહે છે કે ગઢ ખુલ્લો મૂક્યા પછી ભાદા પટેલે જામ જસાજીને બે દિવસ મનવાર કરીને પોતાને ત્યાં રોક્યા અને એમની મહેમાનગિત કરાવવામાં મા રાખી નથી. ભાદા પટેલે હરેક ટંકે જામસાહેબ માટે સાકરડી ભેંસનાં કઠેલ દૂધડાં હાજર રાખ્યાં. કહેવાય છે કે ભેંસોની ૩૬ જાતોમાં સાકરડી ભેંસની વેલો ભાગ્યે જ જોવા મળે છે. જામ જસાજીને સાકરડી ભેંસનું દૂધ જીભે લાગી ગયું. એમણે પટેલ પાસે સાકરડી ભેંસની માગણી મૂકી. ભાદા પટેલે જીવની પેઠે જતન કરીને આ પાડીને ઉછેરી હતી. એટલે આ ભેંસ એમને કાળજાના કટકા જેવી વહાલી હતી આથી ભાદા પટેલે ભેંસ આપવા માટે ઘસીને ના પાડી. જામસાહેબે રાજ છોડી દેવા હુકમ કર્યો. ઉપકારનો બદલો અપકારમાં મળતાં ભાદા પટેલે જામજસાજીને મોટે જ પરખાવ્યું : (ઈ વાત લોકજીભે રમતી સાંભળવા મળે છે.) : ભખ દઈને ભાદો બોલ્યો, થોડું આાં જ વાવ્યું ઊંગે! છોડું તારું કંડોરણું, એને સો સરપે ય ન સૂવે, '' સાંભળો જામસાબ! તારા એકલા જામકંડોરણામાં જ વાવ્યું ઊગે છે ને બીજે નથી ઊગતું એવું થોડું છે? અમારે ખેડૂતને તો હાથ ગરાસ, જ્યાં મહેનત કરશું ત્યાં ધરતીમાતા કણમાંથી મણ દેશે, તારી ભૂમિને સરપેય નહીં સૂંધે જા.' કહેવાય છે કે ભાદા પટેલે બીજા દિવસે જામ જસાજીનું કંડોરણું છોડી દીધું ને ભાવનગર રાજ્યના શેખ પીપરિયા ગામમાં જઈને વસ્યા. ભાદા પટેલના નામ પરથી એમના વંશજો માદાણી અટકથી ઓળખવા. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy