SearchBrowseAboutContactDonate
Page Preview
Page 754
Loading...
Download File
Download File
Page Text
________________ છે 0 'શ્રી નારણજી વશનજી દેસાઈ) કેટલીક વ્યક્તિ સુંદર ફૂલછોડ જેવી હોય છે; મર્યાદિત આકાશમાં પોતાની જગ્યા બનાવીને પોતાની સુવાસ પ્રસરાવ્યા કરતી હોય છે તો કેટલીક વ્યક્તિ ઘેઘૂર વડલા જેવી હોય છે, વડલા જેમ અનેક શાખા-પ્રશાખાઓ ફેલાવીને વિશાળ આકાશને પોતાનામાં સમાવી લેતી હોય છે એટલે કે માનવજીવનનાં વિવિધ ક્ષેત્રોમાં પોતાનું અમૂલ્ય અને અવિસ્મરણીય યોગદાન આપીને બહોળા માનવસમાજને છાયા આપતી હોય છે. નારણજીકાકા’ના હુલામણા નામે દક્ષિણ ગુજરાતના લાખો-કરોડોના હૃદયમાં અવિચળ સ્થાન પામેલા શ્રી નારણજી દેસાઈ એવી આદરણીય વ્યકિત હતા. ભારતના ઇતિહાસમાં ગાંધીયુગ એક ચમત્કારી યુગ તરીકે ઓળખાશે. રાષ્ટ્ર, સમાજ, ધર્મ, શિક્ષણ, રોજગાર આદિ અનેક ક્ષેત્રે સમૂળી ક્રાંતિના ચક્રવાતો ઊઠયાં અને લોકો જાગ્યાં, સક્રિય થયાં, પૂરી કર્મણ્યતાથી મંડી પડયાં. ૧૯૪૭ સુધી આઝાદી હાંસલ કરવા અથાક આંદોલનો છેડાચાં અને ૧૯૫૦ પછી દેશને આબાદ કરવા દરેક ક્ષેત્રમાં યજ્ઞો મંડાયા. નારાણજીકાકા આ યજ્ઞોમાં મુખ્ય હોતા બન્યા. આજે વાપી વિસ્તાર વેપાર-ઉદ્યોગને ક્ષેત્રે ગુજરાતમાં અને ગુજરાત બહાર નામના રળી શક્યો છે એનું મૂળ સ્થાપન નારણજીકાકાને હસ્તે થયું છે એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. દક્ષિણ ગુજરાતના વિકાસમાં અનાવિલોનો ફાળો નાનોસૂનો નથી. વલસાડ જિલ્લાના વાપી ગામે નારણજીભાઈનો જન્મ તા. ૧૩-૧૦-૧૯૦૪ના રોજ થયો હતો. યુવાનીનાં વર્ષો ભારતને સ્વતંત્રતા અપાવવામાં ગાળ્યાં અને એક અદના સેનાની તરીકે કામ કર્યું, પરંતુ સ્વતંત્રતા મળ્યા પછી શૈક્ષણિક, સામાજિક, આર્થિક, ઔદ્યોગિક અને રાજકીય પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહીને આ બધી પ્રવૃત્તિને વિકસાવી. એમના નેતૃત્વને પૂરેપૂરો આવકાર મળ્યો. પરિણામે ઘર-કુટુંબથી શરૂ કરેલી વિકાસની પ્રવૃત્તિઓ વિશાળ સમાજના વ્યાપક ફલક પર ફેલાવી શકયાં. આરંભે શ્રી અનાવિલ યુવક મંડળના પ્રમુખ હતા, જે પદને લાંબો સમય શોભાવ્યું. એ સમાજસેવાની રેખાઓ લંબાઈ અને ગામસેવા સુધી પહોંચી, ગામનો પૂરો સહકાર સાંપડ્યો, પરિણામે તેઓ ૨૫ વર્ષ સુધી વાપી ગ્રામપંચાયતના સરપંચપદે રહી ચૂક્યા હતા. આ રાજકીય ક્ષેત્રનો વિસ્તાર ત્યાં સુધી થયો કે પારડી તાલુકા પંચાયતની રચના થઈ ત્યારે પ્રથમ તાલુકા પ્રમુખ તરીકે નારણજીભાઈની વરણી થઈ. પરંતુ આ રાજકીય વગનો ઉપયોગ એમણે કોઈપણ જાતના સ્વાર્થ માટે કર્યો નહીં, લોકોપયોગી કાર્યો કરવામાં જ કર્યો. ખેતી અને વેપારવણજના વિકાસ માટે આર્થિક સહકાર બહુ અગત્યનું પાસું છે. નારણભાઈએ અનેક સહકારી બેન્કો ઊભી કરી અને વિકસાવી. સરદાર ભીલાડવાળા પારડી પિપલ્સ કો. ઓપરેટિવ બેન્કમાં ૩૦ વર્ષ સુધી એકધારી ડાયરેકટર તરીકે અને સેક્રેટરી તરીકે સેવા આપી. તાલુકાથી જિલ્લા તરફ વળ્યા. વલસાડ જિલ્લા સહકારી બેન્કના ડાયરેકટર તરીકે સેવા આપી અને સુરત ડિસ્ટ્રિકટ કો. ઓ. બેન્કના પણ ડાયરેક્ટર બન્યા. પોતાની સાચી ભાવના અને અથાક ધગશ વગર આ કાર્યો થતાં નથી. પોતાની પવિત્ર નીતિમત્તા જ લોકવિશ્વાસનો ધ્વજ લહેરાતો રાખે છે. નારણજીભાઈએ જીવનમાં એ સાબિત કરી બતાવ્યું. એ કર્મઠતાનો પડઘો ઔદ્યોગિક ક્ષેત્રે પણ જબરદસ્ત પડ્યો. વાપી વિસ્તારમાં જી.આઈ.ડી.સી. સંકુલ સ્થાપવાનું આયોજન થયું ત્યારે નારણજીભાઈ અગ્રેસર રહ્યા. વાપીમાં જ આ ઔદ્યોગિક સંકુલ ઊભું થાય તે માટે સતત જાગૃત રહ્યા. જી.આઈ.ડી.સી.ના પ્રથમ પ્રમુખ હતા, એટલું જ નહીં, પ્રથમ લેન્ડલુકર તરીકે પણ અગ્રેસર રહ્યા. ઉદ્યોગક્ષેત્રે વાપીનું નામ રોશન કરવામાં એમનો સિંહફાળો છે. વાપી નગરપાલિકાએ શ્રી નારણજીભાઈ દેસાઈની પ્રતિમા જાહેરસ્થળે સ્થાપવાનો સંકલ્પ કર્યો તે સર્વથા ઉચિત છે. કારણ કે જે વ્યક્તિના દ્વારા સમાજના અનેક ઉત્થાન માટે જીવનભર સમર્પણ રહ્યું હોય તેની ભાવિની પેઢીને ઓળખ મળવી જોઈએ. માત્ર ઔદ્યોગિક સંકુલને લીધે જ એમની નામના અમર છે એવું નથી. વાપીમાં શ્રી વશનજી ખંડુભાઈ દેસાઈ વાંચનાલય અને શ્રી ખંડુભાઈ હરિભાઈ દેસાઈ અધ્યાપન મંદિર એમના કીર્તિકળશો સમા આજે ય ઝગમગે છે, ત્યારે એમની પોતાની પ્રતિમા ભાવિ પેઢીને કેટલી પ્રેરણાદાયી બની રહે તે સાદર કલ્પના કરવી રહી ! એવા શ્રી નારણજીકાકા શિક્ષણ, સમાજ, આર્થિક સહકાર, રાજકારણ અને ઉદ્યોગક્ષેત્રે જીવનભર બહુમૂલ્ય સેવા આપીને તા. ૧-૨-૧૯૮૮ના રોજ ક્ષરદેહે વિદાય પામ્યા, પણ એમની અક્ષર-અમર પ્રવૃત્તિઓ યાવચ્ચદ્રદિવાકરી ઝળહળતી રહેશે. તેમના પુત્ર શ્રી સમુખરાયભાઈએ આ વારસો જાળવી રાખ્યો છે. 0 0 sa 0 0 0. G ) ક Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy