SearchBrowseAboutContactDonate
Page Preview
Page 752
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ છાંટ્યું અને તલવારની પીંછીથી ફરતો લીટો તાણી ખાટલે બેઠો પડખે રાખેલ અડદના બાકળા ચારેકોર્ય ઉડાડીને હાઉ હાઉ' કરતો ધૂણવા ને બોલવા માંડ્યો : પાણી બાંધું, આકાશ બાંધું, બાંધું, બાંધું, બાંધું. ઊગતા તારા બાંધું,’ ઘર બાંધું, પાતાળ સૂરજ ચાંદો નવલખ ત્યારે એની ઘરવાળી વ્યવહારકુશળ અને ડાહી પટલાણી એટલું જ બોલી : “પીટ્યા! પહેલા તારી સોટલી બાંધ્ય, પછી કૂદકા મારીને ખાટલાની ઝોળી કરી નાખી છે ઈની પાંગત બાંધ્ય, પણ ઈ પહેલાં ખોરડાનાં નવાં બાંધ્યું....પછી ભૂતપલિતને આકાશ પાતાળ ફાવે ઈ બાંધજે.' પછી ઈ બાઈએ આ ભાઈ પાસે ચોટલી, ખાટલાનું પાંગત ને ખોરડાનાં નેવાં ત્રણેય બંધાવ્યાં. આજની ઘડીને કાલ્યનો દિ'. Jain Education International કાઠિયાવાડના કાબી પટેલોનો પહેરવેશ જાડો, એમનો ખોરાક જાડો, ઇમની જીભ કુહાડા જેવી છતાંય કોઠાસૂઝમાંએ ભલભલા વાણિયાને ય ભૂ પાઈ દે એવા. સૌરાષ્ટ્રના નેસડી ગામમાં આજથી સવા ત્રણ સૈકા મોર્ય સોજીત્રા શાખનું પટેલ કુટુંબ વસતું હતું. આ કુટુંબ જોરુકું અને કાંડાબળિયું ગણાતું. કાઠિયાવાડમાં કાઠીઓનું જોર ઘણું એ કાળે ખેડૂતો ગરીબ હોવાથી કોઈની પાસે ગાડાં કે ગાડી હતાં જ નહીં. દરબારો જોડે વાંધો પડે એટલે ઘરખેતર મૂકીને હાથેપગે આજની ધરતી છોડી દેવી પડતી. ઉચાળા બાંધી કઠણ કાળજું કરી ચાલી નીકળતાં, ઉચાળા ભરવા માટે શામાંથી મઢેલા વાંસના મોટા ડાલા (સૂંડલા) રાખતા અને બીજે વસવા જાવું હોય ત્યારે સાંતીના ધોંસરા હાર્યે સૂંડલામાં ઉંચાળા ભરી દેતા. એ વખતે સોજીત્રા પટેલે નેસડી ગામમાં પહેલવહેલું ગાડું કરાવ્યું. ગાડામાં ફૂદડાં રૂપાનાં કરાવ્યાં. આ ગાડું સારા પ્રસંગે હાંકવામાં આવતું. ગાડું જાનમાં જોડી જતા ત્યારે પગામનાં માણસો ગાડું જોવા આવતાં. ગાડાને લૂગડામાં વીંટાળીને રાખતા. કહેવાય છે કે પટેલ પાસે બે જોરાવર બળદો હતા. એમણે એકનું નામ હીપો અને બીજાનું નામ ઉનડ પાડેલું. આ નામો રાખવાનું કારણ એવું હતું કે એ વખતે આ નામના બે બહારવટિયાની ભારે રાડ્ય હતી. આ વાત બહારવિટયાઓના કાને પહોંચી. એમ દરબાર પાસે જાસો મોકલ્યો કે તમારા રાજમાંથી નેસડીના સોજીત્રા કણબીને કાઢી મૂકો, નઈતર અમે તમારું ગામ ધન્ય ધરા ભાંગશે. દરબારે પટેલને બોલાવ્યા ને ગામ ખાલી કરવા જણાવ્યું. બીજે દિવસે સૌજ્ઞા પટેલે ગાડામાં પટારો ને સામાન ભરી ગાડું હાંકી મૂક્યું. ગાડું ગામ બહાર નીકળ્યું એટલે પાછળ બહારવટિયાના માણસો આવતા કળાણા. પટેલે પડકારો કરીને બળદોને તગેડ્યા. બળદો હરસથાળ સામા ગામ ભણી ઉપડ્યા. પટેલ કહે : “તાકાત હોય તો ભેગા થઈ જાવ.” ગાડું સામેના દરબારના ગામમાં દાખલ થઈ ગયું. બહારવટિયા પાદરમાંથી પાછા વળ્યા. પટેલ ગાડું છોડીને બહાર આવ્યા ને બહારવટિયાને મળ્યા, પછી રામરામ કરીને પટેલ કહે : “તમને માઠું તો ઘણું લાગ્યું હશે પણ શું થાય! તમે મને હવે એટલું જ કહો કે આ બળદ તમારા નામને શોભે એવા છે કે નહીં? તમારી આબરૂનો ધજાગરો બાંધવા માટે નહીં પણ તમારી દુનિયામાં કીર્તિનો ડંકો વાગે એટલે મેં જાણી-વિચારીને બળદોનાં નામ તમારાં નામેનામ પાડ્યાં હતાં." પટેલના જવાબથી બહારવટિયા ખુશ થયા. કાવાકસુંબા કરી પટેલને મંદિલ (પાઘડી) બંધાવી. કણબીની કોઠાસૂઝ આવી છે. ભાઈ! ★ સૌરાષ્ટ્રના પાટીદારોમાં ઇતિહાસસર્જક વીર પુરુષો થઈ ગયા. એમાં એક નામ ભાદા પટેલનું છે. આશરે સવા બસો વર્ષ પૂર્વે થઈ ગયેલા આ પ્રતાપી પુરુષ, ધોરાજી પાસે જાળિયા ગામનું તોરણ બાંધી નવું ગામ વસાવીને ત્યાં રહ્યા. ભાદા પટેલની વાતો ઊડતી ઊડતી જામસાહેબ જસાજીને કાને આવી. ભાદા પટેલને પરિવાર સહિત એમણે કંડોરણામાં વસાવ્યા. એ પછી એમણે જસાપર ગામ વસાવ્યું. પછી તો ભાદા પટેલને ઓથે આ પરગણામાં પટેલોની વસતી વધવા માંડી. પડતર જમીનો ખેડાવા માંડી. વાડીઓ ખાવા માંડી ને વસતી આબાદ થવા માંડી. એ વખતે એ વિસ્તારનાં ગામડાંઓમાં ધાડો બહુ પડતી. આથી ભાદા પટેલે ધાડપાડુઓથી રક્ષણ મેળવવા માટે રાયડી ગામમાં જંગી કોઠો બંધાવ્યો. આવી આબાદીથી ખુશી થઈ નામદાર જસાજી જામે ભાદા પટેલને ગરાસમાં બાર સાંતીની જમીન આપી. ભાદા પટેલના પરાક્રમથી અને નામથી આસપાસના બહારવટિયાના ટાંટિયા ધ્રૂજતા, પણ બહારવિટયા વેર વાળવા સતત ઘૂમ્યા કરતા, ભાદા પટેલ એમની સામે સાવચેત રહેતા. જામ જસાજીના રાજમાં ભાદા પટેલનું પૂર બરાબર જામ્યું. તેમના દીકરા માધાના લગ્નનો વખત આવ્યો. નામદાર જામસાહેબને કંકોતરી લખાઈ. કંકોતરી લઈ ભાદો પટેલ વિવેક For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy