SearchBrowseAboutContactDonate
Page Preview
Page 751
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ગણી શકાય એમ છે. તા. ૨૯ એપ્રિલ, ૧૯૧૫ના રોજ ઉપલેટામાં મળેલ પાટીદાર સંમેલનમાં પરિષદના મંત્રીશ્રી ગોકળદાસ કાનજીભાઈ કાલાવિડયાએ ખેતી કરનારા કણબી પટેલોની દારુણ ગરીબીનું ચિત્ર આ શબ્દોમાં કંડાર્યું છે : “ખેડૂત માથે ફાટેલ લીરાવાળી પાઘડી, લબડતી ફાટેલી અંગરખાની બાંયો, સુઘરીના માળા માફક કાણાં પડી ગયેલા ચોરણા, દુ:ખથી પિડાતા ચીંથરેહાલ ખેડૂતની બંટી કે ચણાનું ધાન ખાંડતી દુર્બળ દેહવાળી સ્ત્રી, ગંદાં–ગોબરાં, અર્ધનગ્ન પેપડી વીણીને પેટ ભરતાં હાડપિંજર સમાન તેનાં બાળકો, ખજૂરીના આડસર અને એરંડાના વળાવાળું અને કપાસની સાંઠીઓથી ગૂંથેલું, છાણ કે લાદની થાપ દીધેલું, કાચું ઘર અને ફાટેલા ગોદડાના ગામા, એકાદબે ભાંગેલા-તૂટેલા લોટા, થાળી એ ખેડૂતના ઘરનો વૈભવ અને એકાદબે ટટ્ટુ જેવા બળદો, ખખડધજ ને કિચૂડના અવાજ કરતાં ગાડાનાં પૈડાં અને ફરતી પાળ વગરના કાચા કૂવા અને ભાંગેલાં-તૂટેલાં ખેતીનાં આછાંપાતળાં ઓજારોથી ખેડૂતોની ખેતીનું રગશિયું ગાડું ચાલતું હતું અને જે કંઈ ધાન્ય પાકે ત્યારે બીજાને ધરવીને, ખળામાં પછેડી ખંખેરીને વીલા મોઢે પાછા ફરવું પડે, કાળી મજૂરી કરીને પકવેલ અનાજનો દાણો પણ ખેડૂતોનાં બાળકો ખાવા પામતાં નહોતાં.” આંગણામાં ગરીબાઈ આંટા મારતી હોવા છતાં એમણે પ્રામાણિકતા, ખાનદાની અને ખુમારીને છોડ્યાં નહોતાં. કળિયુગ એમને સ્પર્ધો નહોતો. ઈશ્વરનો ડર રાખીને ચાલવાવાળી પ્રજા હતી. ગમે તેવી મુસીબતોનો પહાડ તૂટી પડ્યો હોય તોય એમાંથી માર્ગ કાઢનારી અને ધરતી પર પાટું મારીને પાતાળમાંથી પાણી કાઢનારી પ્રજા હતી. સંવત ૧૯૫૬ના કાળને છપ્પનિયા કાળ' તરીકે લોક આજેય યાદ કરે છે. એ કાળમાંયે ખેડૂતોની ખુમારી કેવી હતી એનો એક પ્રસંગ આજના દુકાળ પ્રસંગે અહીં ઉતારવાનું મન થાય છે. છપ્પનિયા કાળવાળા વરસમાં અષાઢમાં થોડો વરસાદ થયો પણ પછી વરસાદ વરસ્યો નહીં. વાવેલો મોલ સુકાઈ ગયો. દુકાળે ખેતરો ને વાડિયુંની જમીન તોડી નાખી. કણમાંથી મણ અનાજ પેદા કરી, જગત આખાને જિવાડનાર ખેડૂતો, તેજ વિનાના થઈ ગયા. લોકોએ ચાંલ્લા કરીને જાનવરો રેઢાં મૂકી દીધાં. ગાયો મકોડા ખાવા માંડી. ભૂખના દુઃખે માવતરો કાળજાના કટકા જેવાં બાળકોને છોડવા માંડ્યાં. એ વખતે કાઠિયાવાડના ખોબા જેવડા એક Jain Education International ૪૧ ખોરડામાં વિધવા કણબી બાઈ રહે, પંદર વરસનો દીકરો ને બાર વરસની દીકરી, નોંધારું કુટુંબ. નમવું કેમ કરીને! ત્યારે મા દીકરાને પૂછે છે : “બેટા! તારી નાની બહેનને ચરોતરમાં આપી આવીએ, રૂપિયા આવે ને આપણે વરસ ઊતરી જઈએ.’’ ત્યારે પંદર વરસનો પટેલનો દીકરો એની સમજણ પ્રમાણે એટલું જ કહે છે : “બા! તું આ શું બોલી? આપણે મા–છોરું ભલે ભૂખે મરી જઈએ પણ બહેનને નહીં વેચીએ. આપણે ગરીબ છીએ પણ મારા બાપનું ખોરડું તો ખાનદાન ને આબરૂવાળું છે ને! કણબી જેવી ઉત્તમ કોમમાં જન્મ્યાં છીએ, દુકાળ તો કાલ્ય વયો જાશે હરમત રાખ્ય'' કહેતો દીકરો બહેનને ગળે વળગી પડ્યો. દુકાળના દિ'માંય તેદિ' છયે આંખોમાંથી શ્રાવણ-ભાદરવો રાત બધી વરસતા રહ્યા. એમ કરતાં કરતાં જેઠ આવ્યો. વરસાદ એટલો બધો વરસ્યો કે ક્યાંય પાણી માય નહીં. બળદ તો મરી ગયા હતા. માણસિયા દંતાળું ખેતર વાવ્યું. અનાજ ઊભરાઈ ઊઠ્યું. જન, જનાવર, પશુ, પંખી સૌ દુઃખના દહાડા વીસરી ગયા. લગ્નગાળો આવ્યો. બહેનની સગાઈ કરી. એ કાળે દીકરીના પૈસા ઢગલે મોઢે લેવાતા. આ વીરાએ વેવાઈને એટલું કીધું : “અમે ગરીબ છીએ પણ અમારે મણિબહેનનાં લગ્ન પ્રસંગે તમારી પાસેથી એક રૂપિયોય લેવાનો નથી. મારી બહેનને કંકુ-કન્યા કરવાની છે.” સમજણા વેવાઈ મોટાઈનો દંભ છોડીને તે દિ' જાનમાં ગણીને ૨૫ જણાને લાવ્યા. આ વેવાઈએ ગરીબ પણ ખુમારીવાળા કુટુંબને જીવનભર જાળવ્યું. ★ ★ * પરણીને સાસરે આવતી પટેલ કન્યાઓ પણ ચતુર અને વ્યવહારકુશળ ગૃહિણી બની રહેતી. ઘરધણી આડોઅવળો ચાલે તો એને સીધી લેને ચડાવતી કેવી રીતે? સાંભળો : કાળી ચતુર્દશીની રાત છે. ચારે તરફ અંધકાર છવાઈ ગયો છે. તમરાં બોલી રહ્યાં છે. ગામ આખું નીંદરમાં પોઢી ગયું છે. કોઈ કોઈ વાર બજારુમાં ભસતા કૂતરાના અવાજ સંભળાય છે. ગામની પછવાડે એક ઘર છે. તેનાં નેવાં તૂટી ગયાં છે. નેવાનાં નળિયાં પડું પડું થઈ રહ્યાં છે. ઘરના ઉંબરામાં પટલાણી બેઠી છે. તેનો વર ફળિયામાં ખાટલો નાખીને મંત્રસાધના કરે છે. માથેથી વેંતની ચોટલી છૂટી મૂકી છે. પછી ઊભો થયો. પાણી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy