SearchBrowseAboutContactDonate
Page Preview
Page 747
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ધરતીની ધૂળમાંથી ધાન પેદા કરનારી પાટીદાર પ્રજા જેઓ જિલ્લાના શ્રેષ્ઠ અહેવાલ-લેખન એવોર્ડથી વિભૂષિત થયા છે એ ‘અમરેલીની આરસી' સાપ્તાહિકના તંત્રી, અમરેલી જિલ્લાના સંદર્ભ ગ્રંથ સહિત સોએક જેટલાં પુસ્તકોના સર્જક અને સંનિષ્ઠ પત્રકાર શ્રી ગોરધનદાસ સોરઠિયા તબિયતની ચિંતા ખીંટીએ વળગાડીને જૈફ વયે પણ નાનકડું કોડિયું બનીને પત્રકાર જગતને અજવાળતા રહ્યા છે. થોડા દિવસ પહેલાં એમનો લસરતી કલમે લખાયેલ પત્ર સાથે સૌરાષ્ટ્રના લેઉવા પાટીદારોનો ઇતિહાસ' નામનો દળદાર ગ્રંથ મને મળ્યો. આ ગ્રંથ ઈ.સ. ૧૯૨૫માં લેઉવા પટેલ શંભુલાલ ટીડાભાઈ બોરડે પ્રભુની ફૂલવાડી’ એવા શીર્ષક નીચે આજથી પંચોતેર વર્ષ પૂર્વે પ્રગટ કર્યો હતો. એ ગ્રંથ અપ્રાપ્ત હોઈ ઉપલબ્ધ થતો નહોતો, અલગારી રખડપટ્ટી પછી સોરઠિયાએ આ ગ્રંથની નકલ પ્રાપ્ત કરી, એનું સંપાદન કર્યું અને એમાં નવું ઉમેરણ કર્યું. એનું પ્રકાશન કર્યું. સમાજને આવો મૂલ્યવાન ગ્રંથ સંપડાવી આપવા માટે સંપાદક અને પ્રકાશક ઉભય પક્ષો અભિનંદનના અધિકારી બને છે. અવલોકનકાર : જોરાવરસિંહજી જાદવ મૅનેજિંગ ટ્રસ્ટી, લોકકલા ફાઉન્ડેશન, અમદાવાદ 636 આ ગ્રંથની સંપાદકીય નોંધમાં પોતાના હૃદયના ભાવોને વ્યક્ત કરવા માટે સંપાદકે યહૂદી ધર્મગ્રંથ ‘તાલ મૂડ’નું એક કથન ટાંક્યું છે, “જો તમારી સંતિત તમને યાદ કરે એવું ઝંખતા હો તો એક સરસ કુટિર બનાવજો. જો તમારા પૌત્રો તમને સંભારે એવું ઇચ્છતા હો તો એક સરસ મજાનું પથ્થરનું મકાન બાંધજો. તમારા પ્રપૌત્રો જિંદગીભર ન ભૂલે તેવું માનતા હો તો કિલ્લાથી સુરક્ષિત નગર બનાવજો, પણ જો તમારી અનેક પેઢી તમને ચિરકાલ સતત યાદ કરે એવી આકાંક્ષા રાખતા હો તો એક સરસ મજાનું પુસ્તક લખજો.” Jain Education International આ પુસ્તક માટે શંભુભાઈ બોરડ અને શ્રી ગોરધનદાસ સોરઠિયાને પાટીદાર સમાજની આ અને આવતી પેઢીઓ અવશ્ય યાદ કરશે. આ ગ્રંથ બે ભાગમાં વહેંચાયેલો છે. શાસ્ત્રીશ્રી માધવપ્રિયદાસજીના આશીર્વચન સાથે આરંભાતા પ્રથમ ભાગમાં પાટીદારોનો પ્રાચીન ઇતિહાસ, પટેલોનું સંગઠન, સંમેલનો અને વિરલ વ્યક્તિત્વ ધરાવતા મહાનુભાવોનો પરિચય છે જ્યારે બીજા ભાગમાં ઇતિહાસને ઘડનારા પાટીદારોની વાતો, એ કાળનું જ્ઞાતિનું બંધારણ, લોકકલાના વૈતાલિક રિવાજો અને એ સમયનાં રસિક દૃષ્ટાંતો આપ્યાં છે. એમાં પાટીદારોનો ઇતિહાસ ધ્યાનાર્હ છે. અવલોકનકાર શ્રી જોરાવરસિંહજી જાદવ ગામ આકરૂ (તા. ધંધુકા)ના વતની છે. ભારતભરના ૫૦૦૦ જેટલા કલાકારોને તેમની રાહબરી નીચે ગુજરાત લોકકલા ફાઉન્ડેશનના ઉપક્રમે દેશભરના લોકસાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા રંગમંચો ગજવે છે. અને આંતરરાષ્ટ્રીય તખ્તા ઉપર મૂકી સૌને યશકીર્તિ અપાવ્યાં છે. લોકકલા ડાયરાઓનું અઢીદાયકાથી સંચાલન કરે છે. શ્રી જાદવનો પુરાતત્ત્વમાં પણ ઊંડો અભ્યાસ છે. આ પુરુષાર્થી સંશોધકને અનેક એવોર્ડ મળ્યા છે. લેખક, સર્જક, સંશોધક અને લોકકલાવિદ્ તરીકે સાહિત્યજગતને તેમની પાસેથી નેવું ઉપરાંત સચિત્ર ગ્રંથરત્નો સાંપડ્યા છે. અખબારોની સાપ્તાહિક આવૃત્તિઓમાં વિવિધ વિષયો ઉપર તેમની વિસ્તૃત લેખમાળાઓ ખાસ ધ્યાન ખેંચે છે. ધન્યવાદ.—સંપાદક For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy