SearchBrowseAboutContactDonate
Page Preview
Page 746
Loading...
Download File
Download File
Page Text
________________ o3s ધન્ય ધરા #Sઅને માનવકલ્યાણનાં કાર્યો કરવાતાં જાય. દવા, અનાજ, ફી, જરૂરીયાતની વસ્તુઓ સાધર્મિક ઘરોમાં ગુપ્ત રીતે 4 * મોકલાવરાવે, એમની પ્રેરણાથી અને શ્રી ઉવસગ્ગહરં સાધના ટ્રસ્ટનાં સહયોગથી આપણાં જ ૧૫ બાળકો ઓસ્ટ્રેલિયામાં છે છે અને ૧૦ બાળકો લંડનમાં ઉચ્ચ અભ્યાસ લઈ રહ્યાં છે. માત્ર છ મહિનામાં જ મુંબઈના ઘાટકોપર, મુલુંડ, અંધેરી, બોરીવલી, કાંદિવલી, મલાડ આદિ ક્ષેત્રોમાંથી ૧૦૦૦થી વધુ યુવકો અને યુવતીઓ અહમ્ ગ્રુપમાં જોડાયાં છે. રાજકોટમાં પણ અહમ્ ગ્રુપ માનવતા અને સેવાની પ્રવૃત્તિઓ કરે ? જ છે. સૌરાષ્ટ્ર, મુંબઈ, ગુજરાત, દિલ્હી અને કેનેડાના વિવિધ ક્ષેત્રોમાં શ્રી ઉવસગ્ગહરં ભક્તિગૃપનાં ભાઈઓ અને બહેનો સમૂહમાં જાપ કરી શાંતિ અને સમાધિની અનુભૂતિ કરે છે. | વિવિધ વિભાગોને આવરી લેતાં વિશાળ સંકુલમાં ‘પારસધામ' બનાવવાની ભાવના વ્યક્ત કરી અને ગુરુભક્તોએ તેર કરોડ રૂપિયાના ખર્ચે પારસધામનું નિર્માણ કર્યું. તેની સાથે તન-મનથી પણ સેવા કરી માતાના ગુરુદેવના સ્વપ્નને સાકાર કર્યા. કદાચ આને જ ગુરુતત્ત્વ કે ગુરુભાવ કહેવાય...! આવા પ્રેક્ટીકલમાં માનનારા પ્રભાવશાળી યુવાસંતની પ્રેરણાથી બાળકોને રૂચતી અને એમની શૈલીમાં સમજાવતી આધુનિક જૈનશાળા Look N Learm તૈયાર થઈ, જેમાં computer પ્રોજેક્ટર અને એમિનેશન દ્વારા વિશાળ jainism નો course વિશેષરૂપે ટ્રેઈનીંગ લીધેલાં શિક્ષકો દ્વારા ગુજરાતી અને Englishમાં ભણાવવામાં આવે છે. હાલમાં માત્ર 4 ઘાટકોપર કેન્દ્રમાં ૬૦૦ બાળકો ભણે છે મુંબઈ-નવી મુંબઈમાં ૧૦ કેન્દ્રો ચાલે છે ભારતભરમાં ૫૦ કેન્દ્રો ખૂલશે. વર્તમાનકાળમાં ગુરુ, ગુરુની મહત્તા અને મહત્ત્વને રૂપક રૂપે સમજાવતી “મળ્યા એક માળી' Animation c.D. અને પાવર પોઈન્ટ પ્રઝન્ટેશન દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ, બાળકો માટે ઉood habitsનાં નાનાં નાનાં સચિત્ર cartoon Animation બધું જ c.D. અને પુસ્તરૂપે તૈયાર કરવામાં આવ્યું છે. 1 આજ સુધી એમના અનેક સાહિત્ય, પુસ્તકો, વ્યાખ્યાન વાંચણી, ધ્યાન અને વિવિધ શિબિરોની c.D. બહાર પડી ! I છે. ઉપરાંત ઉવસગ્ગહર સ્તોત્રના જાપ, માંગલિકના જાપ અહમ્, સંતિ સંતિ કરે લોએ, ગુરુભક્તિ સ્તવન ગુરુવંદના આદિની c.D. પણ બહાર પડી છે. એમની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ છેલ્લાં છ વર્ષથી માસિક પ્રાણપુષ્પ’ બહાર પડે છે જેની નકલ દિનપ્રતિદિન | વધતી રહે છે. તેમજ બાળકો માટે ગુજરાતી અને અંગ્રેજીમાં Look N Learn Weekly પણ પ્રગટ થાય છે. જે ! બાળકોમાં ખૂબજ લોકપ્રિય બન્યું છે. પૂજ્ય ગુરુદેવની નિશ્રામાં સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ જૈન સેંટર દ્વારા સતત ચારવર્ષથી જૈન સાહિત્ય જ્ઞાનસત્ર”નું પ્રતિવર્ષ આયોજન થાય છે જેમાં ભારતભરના ૬૦ જેટલા વિદ્વાનો જૈનધર્મના વિવિધ વિષયો જ પર પોતાના શોધપત્રો રજૂ કરે છે. ૪ ૩૫ વર્ષના નાનકડા સંતની કાર્યક્ષમતા, વિચારો, ચિંતન અને એમની આત્મિક અને અધ્યાત્મિક પ્રવૃત્તિથી અને ' જે પ્રગતિથી પ્રભાવિત થઈ ગોંડલ ગચ્છનાં સૌથી વડીલ અને સૌથી જ્ઞાની અને દીર્ઘદ્રષ્ટા સંત પરમ દર્શનિક પૂ. - જયંતમુનિજી મ.સા.એ એમને “શાસન અરૂણોદય’નાં નામે નવાજ્યાં. જે વિશાળ હૃદયી, સ્વયં સ્ફરિત આત્મજ્ઞાનનાં અધિપતિ, વીતરાગનાં અનુરાગી, કરુણાના સાગર, માનવતાનાં મસીહા, દીર્ઘદ્રષ્ટા, વાત્સલ્યનાં વારિ, નિખાલસ, વિરાટ ક્રાંતિકારી વ્યક્તિત્વ અને વિશાળ ભક્ત વર્ગનાં લાડીલાં ગુરુદેવ એવા આ છે. યુવા સાધકનાં સંતત્વને ચારિતાર્થ કરતાં પરિચયથી જ્ઞાની ગૌરવ કરશે તો અજ્ઞાની અદેખાઈ કરશે. પણ જે બંનેથી અલિપ્ત છે. છે. છે એવા ગુરુદેવ તો દઢ મનોબળ સાથે, મંજિલ સુધી પહોંચવા પોતાનાં પ્લેનની દિશામાં મક્કમપણે આગળ ને આગળ વધી રહ્યાં છે. એવા શાસન અરુણોદયને આપણી અભિવંદના. સૌજન્ય : શ્રી ઉવસગ્ગહર સેવામંડળ સંચાલિત શ્રી ઉવસગ્ગહર ભક્તિગૃપ-વડોદરા. Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy