SearchBrowseAboutContactDonate
Page Preview
Page 745
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ છ૩૫ આ પણ...એક મધ્યરાત્રિનાં સંકેતે ફરી જીવનની રાહ બદલી નાંખી, અલ્પ આયુનો સંકેત અને કંઈક કરી લેવાની # ભાવના...! સવારનાં ઉઠતાં વેંત માતાને સ્વપ્નાની વાત જણાવી, પૂછ્યું, “મારે શું કરવું જોઈએ?” માતાની ઇચ્છા ત્રણ દીકરામાંથી એક દીકરો શાસનની સેવા કરે સાકાર થતી લાગી અને તરત જ કહી દીધું...બેટા! દીક્ષા લઈ લે...! શબ્દો સાંભળતાં જ બદલાઈ ગયેલાં સંસ્કાર અને સ્મરણ સ્મૃતિમાં આવી ગયાં. ઉપાશ્રય ગયાં. ત્યાં બિરાજમાન પૂજ્યવરા મુક્તાબાઈ અને પૂ. વીરમતીબાઈ મ.એ સર્બોધિત કર્યા. ત્યાર બાદ મારવાડના જોધપુર ગામે પૂ. પ્રકાશમુનિ મ.સા. પાસે જ્ઞાનાભ્યાસ અર્થે ગયાં. આઠ મહિના સુધી રોજની ૪૦ ગાથા કંઠસ્થ કરે અને ત્યાં સુધી પાણીનું ટીપું પણ મોઢામાં ન મૂકે. મહાવીરની આવી એકાગ્રતા અને ચિંતન શક્તિ દીર્ઘદ્રષ્ટા પૂ. પ્રકાશમુનિ મ.સા.ને પણ સ્પર્શી ગઈ, જે ચિંતન શક્તિ આજે પ્રખર વ્યાખ્યાન વાણીરૂપે વિશાળ જનસમુદાયને A પ્રભાવિત કરી રહી છે. વૈરાગી અવસ્થામાં ખગપુરમાં આવેલ વૈરાગ્ય પ્રેરિત પ્રવચનની પ્રભાવશાળી વાણીને આજે પણ લોકો ભૂલ્યાં નથી. ત્યાગ અને વૈરાગ્ય દઢ બનતાં તા. ૧૦-૨-૧૯૯૧નાં રોજ અલગારી મહાવીર અણગારી નમ્રમુનિ બન્યાં અને 1 જીવનનો બીજો તબક્કો શરૂ થયો. નવદીક્ષિત નમ્રમુનિની મ.સા.ની પ્રથમ પ્રવચનધારા ‘સમયની સાર્થકતા'માં તત્ત્વનાં ઊંડા રહસ્યોને સમજાવવાની મૌલિકતાથી સૌ ધન્યતા અનુભવવા લાગ્યા. પણ, સંયમ જીવનનાં પ્રથમ પાંચ વર્ષ તો માત્ર સંશોધન અને સાધનામાં વિતાવ્યાં. આગમના રહસ્યોને ઉકેલ્યાં, આત્માના અતુલ ઊંડાણ સુધી પહોંચ્યાં. માટે જ આજે એમની પ્રભાવક વાણીમાં ‘આત્મસિદ્ધિ'ના રહસ્યો સાંભળી વિશાળ સંખ્યામાં જેની સાથે જૈનેતરો પણ પોતાના અંતરાત્માને ભીંજવી રહ્યાં છે, જ્યારે પરદેશનાં લોકો c.D. દ્વારા એમની વાણી સાંભળી કૃતાર્થ થઈ રહ્યાં છે. કુમળી વયે જૈનધર્મના કઠિન નિતિ-નિયમોની ભઠ્ઠીમાં સેકાયા, સંધર્ષોનાં વાવાઝોડાને સહન કર્યા, ઉપસર્ગોને ન સમભાવે સહન કર્યા પણ તેની સાથે આત્મગુણોને એવા વિકસાવ્યાં કે આજે સૌરાષ્ટ્ર અને ગુજરાત તો ઠીક પણ મહામયી છે. છે મુંબઈની યુવાપેઢીને પણ વ્યસન મુક્ત બનાવી ધર્મ અને માનવકલ્યાણનાં માર્ગે લાવ્યાં અને સહુનાં લોકલાડીલા બન્યાં. - ૧૯૯૨ની સાલમાં ભાવનગરની ઇરવિન હૉસ્પિટલમાં blood ની vomit થઈ અને 80% blood નીકળી ગયું ત્યારે ડૉક્ટરોએ અંતિમ સમય જાહેર કરી દીધો. ત્યારે નાનકડા આ મુનિને મૃત્યુનો ભય ન લાગ્યો પણ આંખ બંધ છે કરી પરમાત્માનું સ્મરણ કરવા લાગ્યાં અને બધાને કહી દીધું. મને હમણાં કાંઈ થવાનું નથી. પરમાત્માનું સ્મરણ કરતાં કરતાં જ અચાનક જ જે શબ્દો ક્યારેય સાંભળ્યાં કે વાંચ્યા ન હતાં તેવા ઉવસગ્ગહરં સ્તોત્રનાં શબ્દો સ્વયં સ્ફરિત થવા લાગ્યા, જે શ્રદ્ધાનો શ્વાસ બની ગયાં એ શ્રદ્ધા એ જ સ્તોત્ર સિદ્ધિ અપાવી, માટે જ આજે લાખો લોકો એમના શ્રીમુખેથી આ મહાપ્રભાવક અને હૃદય સ્પંદિત કરતાં સ્તોત્રને સ્વીકારી શાંતિ અને સમાધિ મેળવે છે. શ્રદ્ધાપૂર્વક જાપ કરે છે. | નવું જીવન મળ્યું અને બમણા વેગે પુરુષાર્થ, ચિંતન, મનન અને સાધના શરૂ થઈ ગયાં. એક પછી એક વડોદરા, ( રાજકોટ, ઘાટકોપર અને મુલુંડમાં ઐતિહાસિક અને અવિસ્મરણીય ચાતુર્માસ કરી અત્યારે બોરીવલીમાં પ્રત્યેક ઘરની એકે કે વ્યક્તિમાં ધર્મ અને માનવતાના બીજ વાવીને સ્નેહનાં સિંચનથી પુલકિત કરી રહ્યાં છે. તપસમ્રાટ પૂ. રતિલાલજી મ.સા.ની રાજકોટ એચ. જે. હોસ્પિટલમાં નિષ્કામ અને અમ્યાન ભાવે રાતદિવસ I અવિરત સેવા કરી તપસમ્રાટનાં અંતેવાસી કૃપાવંત બન્યાં. ગુરુશિષ્યનું અનુસંધાન સાધ્યું અને આજ પર્યત ક્ષણેક્ષણનાં સ્મરણ 1 સાથે એમની સ્મૃતિને જલવંત રાખી રહ્યા છે, એમના નામે ઉપાશ્રય, હેલ્થ સેન્ટર, વેટરનરી હોસ્પિટલ બંધાવરાવી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યાં છે. જાણે ગુરુભક્તિની બેજોડ મિશાલ.....! જ્યાં જ્યાં વિચરે ત્યાં ત્યાં શ્રી ઉવસગ્ગહરં ભક્તિ ગ્રુપ અને અહેમુ યુવા ગ્રુપની સ્થાપના કરતાં જયા. જીવદયા Jain Education Intemational For Private & Personal Use Only Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy