SearchBrowseAboutContactDonate
Page Preview
Page 744
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ શાસન અરુણોદય પૂજ્ય ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ.સા. ગોંડલ સંપ્રદાયના સૌથી નાના સંત અને તપસમ્રાટ પૂ. ગુરુદેવ શ્રી રતિલાલજી મ.સાના કૃપાપાત્ર અંતેવાસી સુશિષ્ય એટલે આજની યુવાપેઢીના લાડીલા ગુરુદેવ નમ્રમુનિ મ.સા. ધન્ય ધરા એક સામાન્ય વ્યક્તિનું અસામાન્ય વ્યક્તિત્વ, એક વિશિષ્ટ ગુરુતત્ત્વ, શાસનની શાન, ઉદયમાન અરૂણ અને સંઘર્ષોનાં દાવાનળમાંથી પ્રગટેલો જ્ઞાનનો ઝળહળતો દીપક એટલે આજનાં ક્રાંતિવીર પૂ. નમ્રમુનિ મ.સા. ૧૯૭૦ની ૨૬મી સપ્ટેમ્બરે નાગપુરમાં પુષ્પાબેન કનૈયાલાલ ભાયાણીને ત્યાં ત્રીજા પુત્ર તરીકે જન્મેલા “મહાવીર”! માત્ર પોણા ત્રણ વર્ષની ઉંમરે પિતૃપ્રેમનું છત્ર ગુમાવ્યું અને સંઘર્ષોની સફર શરૂ થઈ. નાગપુરથી માદરે વતન લાઠી, લાઠીથી મામાને ત્યાં અભ્યાસ અર્થે, દિલ્હીથી પુનઃ લાઠી, વળી અમરેલીમાં અભ્યાસ સાથે સર્વિસ, તકદીર અજમાવવા મુંબઈ અમે મુંબઈમાં મલાડ અને કાલબાદેવી કેરોનમાં નોકરી....! છ વર્ષની ઉંમરથી જ છઠ્ઠી ઇન્દ્રિય જાગૃત....જે કથન કરે તે પ્રમાણે જ થાય!' એ 6th sense માં વિનય અને નમ્રતા ભળ્યાં અને બન્યાં આજે વચન સિદ્ધિનાં સંત....! સાત વર્ષની ઉંમરથી જ જ્ઞાન થયું કે પાણીમાં જીવ છે, ત્યારથી પાકું જ પાણી પીવાના પચ્ચક્ખાણ કરી લીધાં. નાનપણનું એ જીવદયાનું બીજ આજે વિશાળ વૃક્ષ બની ગયું છે. નાનપણથી જ મર્યાદમાં રહેવાના ભાવ સાથે જ્યાં હોય ત્યાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના પચ્ચક્ખાણ કરી લેતાં. મર્યાદાની એ એક ઈંટમાંથી સંયમની ઇમારત ઊભી થઈ ગઈ. પ્રત્યેક પરિસ્થિતિ અને પ્રત્યેક વ્યક્તિમાંથી કંઈક ને કંઈક શિક્ષણ ગ્રહણ કરે....તો સંશોધન વિના કોઈ વાતનો સ્વીકાર મંજૂર નહીં. દીક્ષા અંગીકાર કરતાં પૂર્વે પણ અન્ય અનેક ધર્મોનાં પુસ્તકો વાંચ્યા અને પ્રયોગો દ્વારા પ્રમાણિત કર્યા બાદ જૈનધર્મની શ્રેષ્ઠતા પુરવાર થતાં જૈન અણગાર ધર્મનો સ્વીકાર કર્યો. શાસનની એવી પ્રભાવના કરી કે “શાસન પ્રભાવક”નું બિરુદ પામ્યાં. નાનપણમાં પૂ. વીરેન્દ્રમુનિ મ.સા.ની શિબિર ભરી અને શ્રેષ્ઠ અને શાંત બાળકનું પ્રથમ ઇનામ મેળવ્યું. આજે નમ્રમુનિ મ.સા.ની “જ્ઞાન સંસ્કાર શિબિર”ની ગામેગામ બાળકો આતુરતાપૂર્વક રાહ જૂએ છે. બીજી શિબિર દામનગરમાં પૂ. મહાત્માજીની ભરી અને એમનાં શબ્દે શબ્દે સંયમના બીજ રોપાઈ ગયાં, જેમાં ધર્માનુરાગી માતાની પ્રેરણાનું સિંચન મળ્યું. પાછળથી માતાએ પણ દીક્ષા લીધી અને અત્યારે બોરીવલીમાં પૂ. પ્રબોધિકાબાઈ મ.સ. સુખશાતામાં બિરાજમાન છે. નાનપણથી જ જેના હૃદયમાં દયા અને કરૂણા ભરેલાં છે, એવા મહાવીરે દુષ્કાળના સમયે ભાઈઓ સાથે મળી ‘જનતા તાવડો' શરૂ કર્યો અને શુદ્ધ સામગ્રી લાવી જાતે જલેબી, ગાંઠીયા બનાવી પડતર કિંમતે વિતરણ કર્યું. આજે માનવતાવના મસીહા બની ગયાં. પણ, ત્યાં જ કિશોરાવસ્થાની કાચી ઉંમરે ભાવનગરની એક ઘટનાએ મહાવીરને ગડમથલમાં મૂકી દીધો. વિચારોના વમળે એની દિશા બદલી નાંખી. ગમતો ઉપાશ્રય અણગમતો થઈ ગયો. સમય સાથે સમજનું સમન્વય અને પરિવારને સુખી અને સમૃદ્ધ કરવા ખૂબ મહેનત કરવાનો સંકલ્પ કર્યો, એક પછી એક પુરુષાર્થ આદર્યા. ઘડીકમાં લોટરીની દુકાનમાં નોકરી તો ઘડીકમાં book stall, ત્યાંથી કરિયાણાની દુકાન અને છેવટે તકદીર અજમાવવા આવ્યાં મહામયી મુંબઈ નગરીમાં....! વસઈમાં વસવાટ સાથે જ ધર્મનો રંગ ઝાંખો પડવા લાગ્યો અને વાતાવરણની અસર નીચે વ્યસન અને ફેશનનો રંગ ચઢવા લાગ્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy