SearchBrowseAboutContactDonate
Page Preview
Page 743
Loading...
Download File
Download File
Page Text
________________ આ ડિક્શનરી ત્રણ વર્ષે છપાઈ. પાછળથી સુધારા-વધારા સાથે નવી આવૃત્તિ થઈ અને પછી તો નાની–મોટી ડિક્શનરીઓની શૃંખતા સર્જાતી ગઈ ! આમ, મંડાણ થર્યા સફળતાનાં. નાના ભાઈઓ એક પછી એક ધંધામાં જોડાતા ગયા. સફળતાનાં સોપાન ચડવામાં હવે સરળતા આવી. હિંમત વધી, ઉત્સાહ વધ્યો. જેમ જેમ મૂડી આવતી ગઈ, તેમ તેમ મુસીબતો પણ દૂર થવા લાગી ! પુરુષાર્થની આંગળી પકડીને બધા ભાઈઓએ ઈ. સ. ૧૯૫૯માં 'નવનીત પ્રકાશન' નામે સંસ્થા શરૂ કરી. આ પ્રકાશન-સંસ્થામાં અપેચિતો, ગાઇડો ને અન્ય શૈક્ષણિક પ્રકાશનો તૈયાર થવા માંડ્યાં, જે વિદ્યાર્થીઓમાં ખૂબ જાણીતાં થયાં. શાખ વધવા માંડી. વિદ્યાર્થીઓમાં ‘નવનીત’ અત્યંત પ્રિય થઈ પડ્યું. ઈ. સ. ૧૯૬૬માં અમદાવાદમાં પ્રેસ શરૂ કર્યું. ઈ. સ. ૧૯૭૬માં મુંબઈમાં પણ નવનીત ભવન ઊભું થયું. ત્યાં ભાઈઓ કામ કરવા લાગ્યા. હરખચંદભાઈ (છોટુભાઈ) ‘ધનલાલ બ્રધર્સ' સંભાળવા લાગ્યા. પાછળથી ધનજીભાઈએ પોતાનો અધૂરો રહેલો અભ્યાસ પૂરો કર્યો અને આંખના ડૉક્ટર તરીકે મુંબઈના ગિરગાંવ વિસ્તારમાં સ્થાયી થયા. ઈ. સ. ૧૯૬૬માં શ્રી લાલજીભાઈ અને શ્રી શાંતિભાઈ ધંધાર્થે મુંબઈ છોડી અમદાવાદ આવ્યા. પાછળથી શ્રી હરખચંદભાઈ પણ મુંબઈ છોડી પરિવારસહિત અમદાવાદ આવી વસ્યા. સૌથી નાના ભાઈ શાંતિભાઈએ અમદાવાદ ખાતે પ્રકાશન વિભાગ સંભાળી લીધો. આજે ભાઈઓ સાથે એમના દીકરાઓ અને પૌત્રો (ત્રણ પેઢી સાથે) ભેગા મળીને આ સંસ્થાના ઉત્પાન માટે ભગીરથ કાર્ય કરવા લાગ્યા છે. નવનીત પ્રકાશનનું નામ આજે શિક્ષણજગતમાં માનભેર લેવાય છે. બહોળા કુટુંબને દુઃખમાં એકસૂત્રે જાળવી રાખનાર શ્રી લાલજીભાઈની સમજ હતી કે સુખમાં સૌને એકસૂત્રે જાળવવા મુશ્કેલ છે. તેમણે ઉમંગભેર ભાઈઓને પરણાવીને તેમને જુદાં ઘર માંડી આપ્યાં. આનાથી બધામાં અંતરનો ભાવ સચવાયો ને વ્યવસાયમાં કોઈ ક્ષતિ ન આવી. આ વિશાળ વડલાના મોભી એવા સૌથી મોટા ભાઈ લાલજીભાઈનાં પત્ની તેજબાઈ અવસાન પામ્યાં. ખુદ લાલજીભાઈને કીડની તથા કમળાના રોગે જકડી લીધા. પોતાના ભાઈઓના લહેરાતા વડલાના છાંયામાં સંતોષ સાથે લાલભાઈ ઈ. સ. ૧૯૮૭માં વિદાય થયા. આજે તો 'નવનીત પબ્લિકેશન્સ (ઇન્ડિયા) લિમિટેડ' સંસ્થા ભારતની પ્રમુખ પ્રકાશન સંસ્થા તરીકે સ્થાપિત થઈ ચૂકી છે. શ્રેષ્ઠ ગુણવત્તા ધરાવતાં પણ માફકસર કિંમતનાં અસંખ્ય પ્રકાશનો પ્રગટ કરતી આ માતબર સંસ્થાને તેમના ભાઈઓ તથા તેઓના દીકરાઓ અને પૌત્રો મળીને સમગ્ર 'ગાલા પરિવાર' વાલજીભાઈના આદર્શો જિવત રાખીને, એ જ નિષ્ય અને ખત સાથે ચલાવી રહ્યા છે. આજે આ પ્રકાશન-સંસ્થાનાં ચાર હજાર જેટલાં પ્રકાશનો વિવિધ ભાષામાં ઉપલબ્ધ છે. જેમાં બાળસાહિત્ય, શૈક્ષણિક પુસ્તકો, આરોગ્ય વિષયક પુસ્તકો ઇત્યાદિ મુખ્ય છે. લગભગ બે હજાર ઉપરાંત માણસો આ સંસ્થામાં કામ કરી રહ્યા છે. અમદાવાદ તથા મુંબઈસ્થિત વિશાળ ભવનોમાં વહીવટી કાર્યાલયો કાર્યરત છે. ભારતભરમાં એકમાત્ર અદ્યતન પ્રેસ 'નવનીત' પાસે છે. SAP જેવી અદ્યતન કમ્પ્યૂટર સિસ્ટમ એમાં કાર્યરત છે. આ ‘નવનીત પબ્લિકેશન્સ (ઇન્ડિયા) લિમિટેડ' સંસ્થા સ્વયં એક પ્રચંડ પુરુષાર્થ, શુદ્ધ નીતિ, આદર્શ અને વ્યવહાર સંચાલનશૈલી, આડંબરરહિત અને નિશંકારભર્યા જીવનનું જીવંત મંદિર છે ! (સૌજન્ય : શ્રી યશ રાય - ‘સરળતાથી સફળતા') Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy