SearchBrowseAboutContactDonate
Page Preview
Page 742
Loading...
Download File
Download File
Page Text
________________ ( સી નવનીત પબ્લિકેશન્સ (ઇન્ડિયા) લિમિટેડ ઉચ્ચ અને આદર્શ જીવન દ્વારા ઈતિહાસ સર્જa આદિત્યો (આ લોકો સફળ કેમ થયા?) મોટી રાયણ-કચ્છના વતની રામજીભાઈ ગાલાનું સાત દીકરા, એક દીકરી એમ બહોળું કુટુંબ. ધંધાર્થે વતન છોડીને મુંબઈમાં વસેલા. ભાગીદારીમાં કરિયાણાની દુકાન શરૂ કરી. કોઈ વાતે ભાગીદારો સાથે મતભેદ થતાં ચાલુ દુકાન છોડી દેવી પડી. રામજીભાઈ જાણે સપરિવાર ફૂટપાથ પર આવી પડ્યા ! બેકારી, ભૂખ, સંઘર્ષ અને સ્વમાનનો ભંગ ! આઘાતનો ક્ષય રામજીભાઈને ગળતો ગયો. આયુષ્યના ૪૫મા વર્ષે એમનું અવસાન થયું. દીકરીને તો નાની વયે સાસરે વળાવી હતી. બે દીકરા પણ પરણાવી લીધા હતા. મા લાખણીબાઈએ કચ્છનાં ધીંગા પાણી પીધાં હતાં એટલે પતિના અવસાન પછી ખમીર બતાવ્યું. બધા ધકરાઓને પાંખમાં લઈ હૂંફ તથા હિંમત બંધાવી. પોતાની એકમાત્ર મૂડી એવાં થોડાં ચાંદીના ઘરેણાં મોટા બે પુત્રોને આપી દીધાં, જે ઘરેણાં વેચીને દીકરાઓએ પ્રિન્સેસ સ્ટ્રીટમાં એક દાદર નીચે ખાંચામાં પુસ્તકોની નાની દુકાન શરૂ કરી. ‘ધનજી’ અને ‘લાલજી' ઉપરથી “ધનલાલ બ્રધર્સ' નામ આપ્યું, જે ઘણું જાણીતું થયું. ધનજીભાઈ દુકાને બેસીને નવાં - જૂનાં પુસ્તકો વેચે ને લાલજીભાઈ થેલામાં પુસ્તકો ભરીને ઘેર ઘેર વેચવા જાય. જૂનાં પાઠ્યપુસ્તકો ભેગાં કરી તેને બાઇન્ડિંગ કરાવીને સાવ ઓછી કિંમતે ગરીબ વિદ્યાર્થીઓને સુલભ કરવાની શુભ શરૂઆત આ ભાઈઓએ કરી. સગાંવહાલાં તો મોં ફેરવી ગયાં હતાં, પણ વળી કોઈ હરિનો લાલ મળી ગયો. ભાઈઓનું ભણતર ઓછું, પણ ગણતર ઘણું. અનુભવ વધતો ગયો તો પરિશ્રમ પણ વધતો ગયો, ને ભાગ્યનું ચણતર થવા માંડ્યું. માતા લાખણીબાઈનું પણ યુવાન વયે અવસાન થયું. ત્યાં તો એક યુવાન ભાઈનું પણ અવસાન થતાં ભાઈઓ થોડા જ લાચાર બની ગયા, પણ આવી આપત્તિમાંથી જ સંયમ, સહનશીલતા, ધૈર્ય વધતાં ગયાં. પ્રચંડ આત્મવિશ્વાસ તથા ભગીરથ પુરુષાર્થ મનુષ્યને હંમેશાં વિજય અપાવે જ છે. એ સમયમાં ક્ષયની બીમારી સામાન્ય હતી. ઉપચારો પણ મર્યાદિત હતા. દુર્ભાગ્યે સૌથી મોટા ભાઈ લાલજીભાઈ ક્ષયની બીમારીમાં સપડાયા. ક્ષયની બીમારીમાંથી બહાર આવતાં જ લાલજીભાઈએ એક મહાન વિકટ કાર્ય ઉપાડ્યું. એ જમાનામાં અંગ્રેજી-ગુજરાતી મોટી ડિક્ષનરી મળતી નહોતી. ત્યારે થોડુંક ભણેલા લાલજીભાઈએ સેંકડો ડિકશનરીઓનું દોહન કરીને સાત વર્ષના અંતે પચાસ હજાર એન્ટ્રીઓ તથા ઘેઢ લાખ શબ્દોના અર્થથી સભર એક નવા જ પ્રકારની ડિકશનરી જાતે જ તૈયાર કરી. અનેક નિષ્ણાતોની મદદ લીધી, પરિણામસ્વરૂપ ઑક્સફર્ડ ડિકશનરી જેવી જ એક માતબર ડિકશનરી એડવાન્સ ડિકશનરીનું સર્જન થયું. આ એડવાન્ડ ડિકશનરી'ની પ્રસ્તાવના તે સમયના મૂર્ધન્ય સાહિત્યકાર તથા ભારતીય વિદ્યાભવનના કુલપતિ શ્રી કનૈયાલાલ મુનશીએ લખી છે. આ ડિક્શનરી ગુજરાતી ઘરોમાં વર્ષોથી એક આધારભૂત શબ્દકોશ તરીકે જાણીતી થઈ છે. Jain Education Intemational ducation International For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy