SearchBrowseAboutContactDonate
Page Preview
Page 741
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૦૩૧ માસિક અને ત્રિમાસિકના સંપાદક તરીકે અનેક વર્ષોપર્યત સફળ કાર્ય કર્યું. (૩) ભારતનાં અને વિદેશોનાં અનેક ગુજરાતી પ્રકાશનોમાં વિવિધ પ્રકારોની સાહિત્યિક કૃતિઓ પ્રસિદ્ધ થઈ અને થઈ રહી છે. ઝિંદાદિલ ઃ શ્રી સુરેશભાઈ પટેલ સને ૧૯૭૪થી અમેરિકામાં સ્થાયી થયેલા સુરેશભાઈનો પ્રાદુર્ભાવ તા. ૨૪-૫-૧૯૫૨માં ભારતના સ્વાતંત્ર્યસેનાની ખેડૂત પિતા, સામાજિક કાર્યકર અને દાનવીર કરસનભાઈ હીરાભાઈ પટેલને ત્યાં દિવાળીબહેનની કૂખે સુરત જિલ્લાના ઐતિહાસિક તાલુકાના બારડોલીના વઢવાણિયા ગામે ખાનદાન લેઉઆ પાટીદાર જ્ઞાતિમાં થયેલો. ૧૯૯૫માં જીવનના અંતિમ શ્વાસ સુધી ભારત સરકાર તરફથી સ્વાતંત્ર્યસેનાનીને અપાતા પેન્શનનો સ્વેચ્છાએ રાજીખુશીથી સ્વીકાર ન કરી સાચી રાષ્ટ્રભક્તિનાં દર્શન કરાવ્યાં. શૈક્ષણિક અને ધાર્મિક પ્રવૃત્તિ અર્થે તેના વ્યાજમાંથી આજપર્યંત લાખો રૂપિયાની સખાવત કરી ચૂક્યા છે. અમેરિકામાં બે એરિયા (સિલિકોન વેલી) કેલિફોર્નિયાના એલકેમીનો રીઅલ, પાલો આલ્ટોની ડેઇઝ ઇન મોટેલ બનાવી. અમેરિકામાં મોટેલ ઉદ્યોગક્ષેત્રે નામના મેળવી હોવા છતાં સુરેશભાઈમાં સાંસ્કૃતિક, ધાર્મિક, પરોપકારી અને સમાજસેવાનો માંહ્યલો સળવળાટ કરતો હતો. જાહેર સેવાક્ષેત્રે જાણીતી સેવાભાવી સંસ્થા કેલિફોર્નિયાના ઇન્ડિયન કલ્ચરલ એસોસિએશનમાં સને ૧૯૮૫થી તેની વિવિધ સમિતિઓના પદાધિકારીપદે પ્રશસ્ય સેવા આપવા સાથે તેઓ સને ૧૯૯૩માં તેના પ્રમુખપદે આરૂઢ થયા. કેલિફોર્નિયાની જાહેર જાણીતી સેવાભાવી સંસ્થા ચેરિટેબલ કેર ફાઉન્ડેશનના કેટલાંક વર્ષો પર્યત તેઓ ટ્રસ્ટીપદે રહ્યા. કેલિફોર્નિયાના ડિવોશન એસોસિએશન ઓફ સીતારામ ટ્રસ્ટના પણ શરૂઆતથી ટ્રસ્ટીપદે યશસ્વી સેવા આપવા માંડ્યા. અમેરિકાના કેલિફોર્નિયાના ફેડરેશન ઓફ ઇન્ડિયા ઉત્તર કેલિફોર્નિયામાં પણ તેઓ સલાહકાર અગ્રણી કાર્યકર્તા તરીકે કાર્યરત બની પ્રશસ્ય સેવા આપવા સભાગી થયા. કેલિફોર્નિયાના મિલપીટાસ શહેર અને ગુજરાતના સુરત જિલ્લાની ઐતિહાસિક નગરી બારડોલી વચ્ચે ય સિસ્ટર સિટી તરીકેના સંબંધો સ્થાપિત કરવા સ્તુત્ય પ્રયાસ કર્યા છે. ભારતના સાંસ્કૃતિક અને સંગીતક્ષેત્રે નામાંકિત સંગીતકારો અને કલાકારો જેવાં કે, પુરુષોત્તમ ઉપાધ્યાય, હંસા દવે, રાસબિહારી મહેતા, વિભા દેસાઈ, ડાયરાવાળા મધુસૂદન વ્યાસ, માર્કડ ભટ્ટ, ઊર્મિલા ભટ્ટ, નાટ્યકાર દિન્યાર કોન્ટ્રાક્ટર, પુરષોત્તમ જલોટા, હરિઓમ શરણ, નંદિની શરણ, બંસરીવાદક હરિપ્રસાદ ચૌરસિયા, હર્ષા ત્રિવેદી અને ક્લાસિકલ ડાંસર સાધના દત્ત વગેરે પણ અમેરિકામાં સુરેશભાઈનો આતિથ્થભાવ માણી ચૂક્યાં છે. કૃષ્ણલાલ શ્રીધરાણી. કિશનસિંહ ચાવડા ગુલાબદાસ બ્રોકર કૃષ્ણલાલ ઝવેરી ત્રિભોવને પૂ. લુહાર 'સુન્દરમ્’ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy