SearchBrowseAboutContactDonate
Page Preview
Page 748
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ આજે ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને ભારતના તથા વિશ્વના અન્ય દેશોમાં પથરાયેલા પાટીદારો, પટેલો કે કણબીઓનું મૂળ વતન ગુજરાત નથી. ઇતિહાસકારોના મંતવ્ય અનુસાર વાયવ્ય દિશામાંથી ગુર્જરો સાથે કૂર્મીઓ પણ હિંદુસ્તાનમાં આવ્યા. હજારો વર્ષ પૂર્વે આર્યો એશિયાખંડના પામીર નામના ઉચ્ચ પ્રદેશમાં વસતા હતા. સમય જતાં સ્થાનાંતર કરીને, એમની બે ટોળીઓ જુદી જુદી બે દિશામાં વહેંચાઈ ગઈ. એક ઇરાન તરફ ને ત્યાંથી યુરોપના દેશોમાં અને બીજી મધ્યપૂર્વના દેશોમાં જઈ વસી. કાળક્રમે પામીર પ્રદેશમાં વસનારી ટોળી ખૈબરઘાટ દ્વારા હિંદુકુશની પર્વતમાળા ઓળંગીને સિંધુ નદીના ફળદ્રુપ પ્રદેશના પટમાં આવી. ત્યાંથી વળી આગળ વધતાં વધતાં ઉચાળા ભરીને પંજાબ, ગંગા ને જમુના નદીનાં ફળદ્રુપ મેદાનોમાં જઈને વસ્યા. લેઉવા અને કડવા બે તડ જુદા હોવા છતાં મૂળે તો એક જ જ્ઞાતિ છે. પટેલ કે પાટીદાર શબ્દ વ્યવસાયને કારણે છે, જ્ઞાતિવાચક નથી, એમ અહીં કહેવાયું છે. ઇતિહાસના ઓવારે ઊભા રહીને ભૂતકાળ ભણી મીટ માંડીશું તો જણાશે કે કૂર્મીઓ ઈ.સ. પૂર્વે ૩૦૦ના અરસામાં ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં સૌરાષ્ટ્રમાં પ્રવેશ્યા હોવાનું મનાય છે. આ બધા પંજાબ, સિંધ, કચ્છ, રાજસ્થાન ને રાધનપુર એમ જુદા જુદા માર્ગે સૌરાષ્ટ્રમાં આવીને સ્થિર થયાનું તજજ્ઞો કહે છે. સંસ્કૃત શબ્દકોશમાં ‘કૂઅસ્ય અસ્તિ ઇતિ કૂર્મિ’ મતલબ કે જેની પાસે જમીન હોય તે ‘કૂર્મિ’. જગતની સંસ્કૃતિના મૂળ પાયામાં ખેડૂત હતો. સૌથી પ્રથમ ઉદ્યોગ ખેતીનો હતો. કૃષિની શોધ થતાં ભટકતી જાતિઓ પૃથ્વી પર સ્થિર થઈ અને સંસ્કૃતિ વિકાસના કેડે ચડી. સંસ્કાર અને સંસ્કૃતિનો પાયો કુટુંબ છે. કુટુંબમાંથી ‘ટુ’ અક્ષર નીકળી જતાં કુમ્બી, કૂર્મિ અને તેનું અપ્રભ્રંશરૂપે કણબી તથા કુનબી શબ્દ આવ્યો હોવાનું મનાય છે. કુમ્બીનો બીજો અર્થ ગૃહસ્થ પણ થાય છે. કણબી, કૃષિકાર, કણમાંથી મણ અનાજ પેદા કરનાર ગૃહસ્થી હોવાને કારણે લોકજીવનમાં કહેવત આવી કે, ‘કણબી પાછળ કરોડ, કણબી કોઈની પાછળ નહીં.’ લેઉવા પટેલો કે કડવા પાટીદારોનું ગોત્ર કશ્યપ ગણાય છે. મહર્ષિ કશ્યપ મહાન વિચારક, વિદ્વાન, વૈજ્ઞાનિક, કવિ, કલાકાર અને કુશળ કિસાન હતા. એમણે ૠગ્વેદના પ્રથમ મંડળ, સૂક્ત ૯૯ની રચના કરી હતી. પાટીદારો આ કૃષક, કશ્યપ-ઋષિના કૂર્મવંશી ક્ષત્રિય કહેવાય છે. આગળ જણાવ્યું તેમ કણબીઓ ભારતભરમાં પથરાયેલા છે. કૂર્મી, કનબી, કુંબી Jain Education International ધન્ય ધરા એકજ જ્ઞાતિનાં રૂપાંતિરત નામો છે. ઉત્તર ભારતમાં અને મધ્યપ્રદેશમાં કુનબી, મહારાષ્ટ્રમાં પાટીલ અને તામિલનાડુમાં કામ્પુસે, નાયડુ કે રેડ્ડી બધા એક જ સમાજના હોવાનું જ્હોન વિલિયમ માને છે. ગાંધીજીના અંગત મંત્રીશ્રી મહાદેવભાઈ દેસાઈએ ‘એ સ્ટોરી ઓફ બારડોલી'માં કણબીના કડવા, લેઉવા, મતિયાભક્ત કે ઉદાપાટીદાર ઉપરાંત ચરોતરિયા એવા પાંચ તડાનો ઉલ્લેખ કર્યો છે. ૧૨મી સદીમાં સિદ્ધરાજ જયસિંહના શાસન દરમ્યાન ગંગા-જમનાના દોઆબમાંથી ૧૮૦૦ પટેલ પરિવારો ગુજરાતમાં આવીને સ્થાયી થયા. પ્રથમ એમની વસાહત પાટણમાં બની. ઈ.સ. ૧૧૧૦ના અરસામાં રામજી પટેલ નામના પ્રભાવશાળી વ્યક્તિએ પાટણથી અડાલજ આવીને છસો લેઉવા પટેલોને વસાવ્યા હતા. તેઓ સિદ્ધરાજના પ્રધાનમંડળમાં મહત્ત્વનું સ્થાન શોભાવતા હતા. તેમણે અડાલજમાં લેઉવા પટેલની કુળદેવી માતાજી અન્નપૂર્ણાના મંદિરની પ્રતિષ્ઠા કરી હતી. ખેડા જિલ્લાના પીપળાવના વીર વસનદાસે મોગલ બાદશાહ અને ગુજરાતના સૂબાઓની વગથી મહેસૂલ ઉઘરાવવાના ઇજારા પાટીદારોને આપ્યા હતા. આ ઇજારા મેળવનાર ચરોતરના પટેલો પાછળથી અમીન અને દેસાઈના નામે ઓળખાયા. સને ૧૭૦૩માં પીપળાવમાં યોજાયેલા ખાસ સમારંભમાં મોગલ સમ્રાટ ઔરંગઝેબના શાહજાદા ‘બહાદુરશાહ’ ખાસ હાજર રહ્યા હતા. ત્યારે સરકારી દફ્તરે ‘કણબી’ના બદલે પાટીદાર શબ્દનો કાયમી હુકમ કરાવ્યો હતો. એ જમાનામાં ખેતી કરનાર ખેડૂત, કહેવાતી જમીનના ટુકડા (ખેતર)ના માલિકને પત્તીદાર' કહેવાતો. એમાંથી ‘પટ્ટલિક’ અને તેનું અપભ્રંશ પાટીદાર થયાનો ઉલ્લેખ મળે છે. ગામમાં ગામ કે નાતના પટેલ હતા. શાસક અને પ્રજા વચ્ચે કડીરૂપ વ્યક્તિ પટેલ હતા. મહમદ બેગડાએ રાજ્યની ખેતી વિકસાવવા માટે એક એક ગામનો કબજો, પસંદ કરીને એને આબાદ કરવાની શરતે કણબીઓને આપેલો. એની સાથે ગામના દીવાની અને ફોજદારી કાયદાનો અમલ કરવાનું કામ પણ પટેલોને મળ્યું. ગામની હદમાં ચોરી થાય તો એને પકડવાની જવાબદારી પણ ઠરાવી. આમ ઓછામાં ઓછા ખર્ચે રાજતંત્ર ચલાવવાનો માર્ગ મહંમદ બેગડાના રાજઅમલમાં લેવાયો. પરિણામે દિલ્હીના બાદશાહે એક વખત કહેલું કે “અમારા રાજ્યમાં તો જાર-બાજરી પાકે છે પણ ગુજરાતના સુલતાનને ઘરે તો મોતી પાકે છે.’’ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy