SearchBrowseAboutContactDonate
Page Preview
Page 735
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ શિક્ષણ, સાહિત્ય, લેખન, ધર્મ અને સામાજિક ક્ષેત્રે દીર્ઘકાલીન સેવામાં કાર્યરત રહીને આજીવન શિક્ષિકાનો ભેખ ધારણ કરી સેવા આપી રહ્યાં છે. એક જન્મજાત કર્મઠ શિક્ષક ઠાકોરભાઈ એન. દેસાઈ ‘ટીચર્સ આર બોર્ન' એવી અંગ્રેજી કહેવત ઠાકોરભાઈ દેસાઈ માટે શબ્દશઃ સાચી ઠરી છે. ઠાકોરભાઈ શિક્ષક સિવાય બીજુ કંઈ હોઈ શકે એવી કલ્પના પણ ન કરી શકાય. ઠાકોરભાઈને શિક્ષક જ થવું હતું અને શિક્ષક થઈને જ રહ્યા. તેમનો જન્મ પારડી તાલુકાના ઉમરસાડી ગામે થયો હતો. નાનપણમાં માતાનું અવસાન થતાં તેમનો ઉછેર મામાને ત્યાં થયો હતો. ૧૩ માર્ચ ૧૯૩૩ના રોજ જન્મેલા ઠાકોરભાઈ દેસાઈને કારકિર્દીના પ્રારંભે જ જીવનકાર્યની યોગ્ય દિશા ઇંગિત થઈ હતી. તે એમનું સદ્ભાગ્ય ગણાય. ૧૯૫૧માં તેમણે ૧૮ વર્ષની ઉંમરે મુંબઈ મહાનગરપાલિકાના કેળવણી ખાતામાં પ્રાથમિક શિક્ષક તરીકેની નોકરી સ્વીકારી હતી. કૉલેજ શિક્ષણ નોકરી કરતાં કરતાં જ લીધું હતું અને એમ.એ., એમ.એડ્. થયા. ત્યારબાદ માધ્યમિક શાળામાં શિક્ષક થયા. તેમની ૪૦ વર્ષની નોકરીમાં છેલ્લાં ૨૨ વર્ષ એક જ શાળામાં, ડી. જે. હાઇસ્કૂલ, મલાડમાં આચાર્ય તરીકે રહ્યા. શિક્ષક તરીકે તેઓ ટીચર્સ એસોસિએશન, મહામંડળ અને હેડમાસ્ટર્સ એસોસિએશનની પ્રવૃત્તિઓમાં સક્રિય રીતે સંકળાયેલા હતા. ચર્ચાસત્રો, અધિવેશનો અને કૃતિસત્રોમાં અંગત રસ લેતા હતા અને શિક્ષણનાં અદ્યતન ઓજારો અને પ્રવાહોથી સતત વાકેફ રહેતા હતા. દક્ષિણ કોરિયાના સિઓલમાં યોજાયેલી વર્લ્ડ એજ્યુકેશન કોન્ફરન્સમાં ભારતના પ્રતિનિધિઓ પૈકી એક પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તે દરમ્યાન બીજા પ્રતિનિધિઓ સાથે જાપાનની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓની પણ મુલાકાત લીધી હતી. બોમ્બે એસોસિએશન ઓફ હેડ્સ ઓફ સેકન્ડરી સ્કૂલ્સ'ના સક્રિય સભ્ય હતા. આ એસોસિએશનના સિલ્વર જ્યુબિલી વર્ષમાં શ્રી કીર્તિભાઈ ડી. વ્યાસ પ્રેસિડેન્ટ હતા અને ઠાકોરભાઈ દેસાઈ સ્ટડી એક્સચેન્જ પ્રોગ્રામ કમિટી'ના ચેરમેન હતા. આ પ્રોગ્રામ હેઠળ ગુજરાતનાં જુદાં જુદાં શહેરોની શાળાઓની મુલાકાતોનું આયોજન કર્યું હતું. પૂણે અને કોલ્હાપુરની શાળાઓની પણ મુલાકાત લીધી હતી. આ યોજના હેઠળ એ બધી શાળાઓના પ્રિન્સિપાલોને મુંબઈની મુલાકાતે આમંત્રીને મુંબઈની અગ્રગણ્ય શાળાઓની મુલાકાત યોજીને જુદા Jain Education International ૦૨૫ જુદા કાર્યક્રમો આપ્યા હતા. એ પછીનાં વર્ષોમાં આ એસોસિએશનના ખજાનચી, સેક્રેટરી અને પ્રમુખ તરીકે સેવાઓ આપી હતી. તે ગાળામાં એસોસિએશન પ્રવૃત્તિઓથી ધમધમી રહ્યું હતું. એમના પ્રમુખપદ દરમ્યાન ડેપ્યુટી ડાયરેક્ટર ઓફ એજ્યુકેશન અને એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટરોની ઉપસ્થિતિ અને સહયોગથી અનેક કૃતિસત્રો યોજાયાં હતાં. ડેપ્યુટી ડાયરેક્ટરના સહયોગથી હેડમાસ્ટર્સ એસોસિએશન વતી પેન્શન રુલ્સ એન્ડ પેન્શન કેલક્યુલેશન’ નામની વિનામૂલ્ય પુસ્તિકા પ્રગટ કરી હતી. સેવા અને શિક્ષણપ્રેમી ઉદ્યોગપતિ શ્રી પ્રફુલ્લ ડી. શાહ શ્રી પ્રફુલ્લભાઈનો જન્મ મુંબઈના એક ધનાઢ્ય પણ સેવાભાવી અને ધર્મપરાયણ જૈન કુટુંબમાં તારીખ ૪-૮૧૯૫૪ના રોજ થયો. પિતાનું નામ શ્રી ધીરજલાલ શાહ અને માતાનું નામ જ્યોત્સનાબહેન. શ્રી પ્રફુલભાઈએ બી.કોમ. થઈ પોતાના પિતાશ્રીનો બંગડી–ઉત્પાદનનો કારોબાર સંભાળ્યો. શ્રી પ્રફુલ્લભાઈએ કેટલોક કાળ સફ્ળતાપૂર્વક એ એક્ષપોર્ટનું કામકાજ સંભાળ્યું, પરંતુ પાછળથી એ ધંધો છોડીને એમણે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન અને પ્રોપર્ટી ડેવલપમેન્ટનો વ્યવસાય શરૂ કર્યો છે. તેમના પ્રયત્નોથી નેશનલ એક્રિડિટેશન તરફથી ડી.ટી.એસ.એસ. કોમર્સ અને તુરખિયા કોલેજને ફાઇવસ્ટાર B++ ગ્રેડનું રેટિંગ પ્રમાણપત્ર મળ્યું. જીવદયા માટે ‘અહિંસા' નામની રજિસ્ટર્ડ સંસ્થાના ચેરમેન તરીકે તે છેલ્લાં આઠેક વર્ષથી સક્રિય સેવા આપી રહ્યા છે. - ‘જૈનજાગૃતિ’ નામની મલાડ-ગોરેગામની એક સેવાલક્ષી સંસ્થાના લગભગ ચૌદ વરસથી તે વાઇપ્રેસિડેન્ટ છે. ઈશ્વરીકૃપાનાં દર્શન આવા જીવદયાપ્રેમી શ્રી પ્રફુલ્લભાઈ જેવા સમાજસેવી યુવાનોમાં ન થાય તો બીજે ક્યાં થાય? કર્મઠ કેળવણીકાર શ્રી બાબુભાઈ ડી. પટેલ ગુજરાત-મહારાષ્ટ્ર રાજ્યોની સરહદ પર આવેલું વલવાડા ગામ, જે પ્રગતિશીલ અનાવિલ જ્ઞાતિનું દક્ષિણ છેડેનું પ્રથમ ગામ છે. આદિવાસી ક્ષેત્રમાં આવેલું હોવા છતાં આ ગામની અનાવિલ જ્ઞાતિ લગભગ ૧૦૦% શિક્ષિત છે. દરેક For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy