SearchBrowseAboutContactDonate
Page Preview
Page 734
Loading...
Download File
Download File
Page Text
________________ છ૪ ધન્ય ધરા લેખન કાર્ય કર્યું છે. તેમણે ગુજરાત સમાચાર'માં સાહિત્યની કોલમ ‘અક્ષરા', સંદેશમાં પ્રકાશનસમીક્ષા', યુવદર્શનમાં “અગિયારમી દિશા” “મિડ-ડે'માં “ટાઇમ પાસ' તથા “સમકાલીન'માં ‘વિજ્ઞાનવાર્તા” અને “પુસ્તક સમીક્ષા' ની કૉલમ લખી છે. હાલમાં મુંબઈ સમાચાર'માં કિવઝ ટાઇમ' અને “સંદેશ'માં ‘વ્યવહારુ વિજ્ઞાન ની કૉલમ લખે છે તથા “ગુજરાતી વિચાર મંચ'ના શૈક્ષણિક મુખપત્ર “અમૃતમંથન'ના સહસંપાદક છે તથા લઘુનવલ માસિક “બંધન'ના સંપાદક તરીકે કામગીરી બજાવે છે. તેમણે રોટરી ક્લબ ઓફ બોમ્બે–નોર્થ-વેસ્ટના ઉપક્રમે વૉકેશનલ ગાઇડન્સના કેમ્પ અને સેમિનાર યોજ્યા છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓનું સંચાલન કર્યું છે. રેડિયો, ટી.વી. પર કાર્યક્રમો આપ્યા છે. તેમનાં પુસ્તકો આ પ્રમાણે છે :– પ્રશ્નમંજૂષા (બે ભાગ)', “આદાન પ્રદાન’ (ચંદ્રકાંત બક્ષીના લેખોનું સંપાદન), Guidance in your hand', કાન્તિ ભટ્ટના લેખોના સંપાદનમાં પ્રબુદ્ધ પંચામૃત”, “ખરો નર બૈરનાર', “સેક્સ લાઈફની મૂંઝવણ અને ઉકેલ’, ‘આરોગ્યનું અમૃત’, ‘વિજ્ઞાનસંગ ', “ બિઝનેસ ગઠરિયા”, “કાન્તિ ભટ્ટની વાર્તાઓ', ‘વિદેશીવાર્તા' વગેરે. તે ઉપરાંત અનિલ જોશીના લેખોના સંપાદનનાં પુસ્તકો “રંગ સંગ કિરતાર', “શબ્દ સાહિત્ય' પ્રગટ કર્યા છે. સ્વ. અવંતિ દવેનાં સર્જન અને જીવન વિશેનું પુસ્તક “આયખાની ઓળખાણ” નું સહસંપાદન કર્યું છે. જયંતિ એમ. દલાલની પ્રતિનિધિ વાર્તાઓનો આસ્વાદ વિવિધ લેખકો દ્વારા કરાવીને સંપાદન કર્યું છે. અત્યારે તેઓ શ્રી કીર્તન કેન્દ્ર, જૂહુ વિલેપાર્લા (વે.) નું એડમિનિસ્ટ્રેશન સંભાળે છે. સંપર્ક : ૧/૧૦૪ “રામનગર', પાટકર કોલેજની સામે, એસ.વી. રોડ, ગોરેગામ (વે.), મુંબઈ-૪૦૦ ૦૬૨. –સંપાદક ડો. વાસંતી ખોના એટલે સમયની સરગમ શિક્ષકને જન્મ હોતો નથી, મૃત્યુ હોતું નથી, નિવૃત્તિ હોતી નથી. શબ્દોના મેળાની વચ્ચે ઊભો રહે છે. આજીવન શિક્ષક રહે છે. ૧૯૮૧માં શિક્ષણ ક્ષેત્રે B.A., B.Ed.ની પદવી સાથે જ્યાં એકડો ઘૂંટ્યો હતો તે જ શાળામાં શિક્ષિકા તરીકેની જવાબદારી સ્વીકારીને પ્રવેશ કર્યો. શાળામાં વિદ્યાર્થી તરીકે ભણતાં ત્યારે શિક્ષકદિનના દિવસે નવમા ધોરણમાં વિદ્યાર્થીશિક્ષક થઈને ભૂગોળ શીખવી હતી. તે ભૂગોળની શિક્ષિકા બનીને જ રહી. જીવન ભૂગોળમય બની રહ્યું. ૧૯૮૩-૮૪માં પ્રિમિયર હાઇસ્કૂલ, દાદર અને પ્રિમિયર જુનિયર કોલેજ ઓફ કોમર્સ એન્ડ આર્ટ્સમાં જોડાયાં પ્રિમિયર એટલે શિક્ષણ ક્ષેત્રનું સંકુલ. K.G.થી P.G. સુધીના અભ્યાસક્રમોનું કેન્દ્ર. ૧૯૮૫માં પ્રાથમિક વિભાગની સુપરવાઇઝર તરીકે જવાબદારી સ્વીકારી. વહીવટ અને સંચાલનક્ષેત્રે પ્રથમ પગલું ભર્યું. પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક ક્ષેત્રે શિક્ષણ કાર્ય અને સંચાલનકાર્ય કરતાં કરતાં .A., M.Ed.નો અભ્યાસ કર્યો. ૧૯૯૧-૯૨માં ઉપપ્રાચાર્યા અને ૨૦૦૩માં પ્રાચાર્યા તરીકેનો યાદગાર પદભાર સંભાળ્યો. શ્રી ડી. ડી. વ્યાસ એજ્યુકેશન ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે પસંદગી પામ્યાં. મહારાષ્ટ્ર રાજ્ય s.s.c. અને H.s.c. બોર્ડમાં સંયોજિકા તરીકે અને ગુજરાતી વિષય સમિતિમાં સભ્ય તરીકે નિમાઈ મહારાષ્ટ્ર રાજ્ય પાઠ્યપુસ્તક બ્યુરોમાં સભ્ય તરીકે પસંદગી પામ્યાં. ૧૯૯૫માં ધો. ૧ થી ૫ના ગુજરાતીનાં પાઠ્યપુસ્તકોનું લેખન અને સંપાદન કાર્ય કર્યું. જુદા જુદા વિષયના તજજ્ઞ તરીકે વિવિધ શૈક્ષણિક, સામાજિક સંસ્થાઓમાં તેમજ શિક્ષકોના પ્રશિક્ષણ વર્ગોમાં શૈક્ષણિક માર્ગદર્શનરૂપે ચર્ચાસભાઓ, વ્યાખ્યાનો તેમજ વર્કશોપમાં કાર્ય કર્યું. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy