SearchBrowseAboutContactDonate
Page Preview
Page 733
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ વિવિધક્ષેત્રની પ્રતિભાઓ તત્ત્વજ્ઞાન કે અધ્યાત્મજ્ઞાન જ જીવનસાર્થક્યની ચાવી છે. આર્યસંસ્કૃતિના સમૃદ્ધ અને સોનેરી કાળમાં આ અંગે ખૂબ જ ઝીણવટથી ગહન વિચારણા થઈ છે. મનુષ્યજીવનની પૂર્ણતા અને સાર્થકતા શેમાં છે એના ઉત્તરો આ વિચારણામાં ભર્યા પડ્યા છે. ક્ષણે ક્ષણે, દિવસે દિવસે, આયુષ્યના દરેક તબક્કે માણસને તન-મનથી કેમ વર્તવું તેનાં સ્પષ્ટીકરણો આ વિચારણામાં પ્રાપ્ત થાય છે. ધર્મ અને સંપ્રદાય આ વિચારણાનું જીવનમાં આચરણ કરવાના માર્ગો છે. ધાર્મિક ક્રિયાકાંડો કે વિધિવિધાનો માત્ર ઉપલક દેખાડા નથી, પણ એનાં મૂળ આ વિચારણાને પૂર્ણ કરવામાં જડબેસલાક જડાયેલાં છે. પ્રાતઃકાળે સૂર્યપૂજા કરીને પોતાનાં પંચમહાભૂતોને પ્રેરણા, ઉત્સાહ, ઊર્જા, ઉમંગ, આશાથી પ્રેરતો મનુષ્ય દિવસભર કાર્યશીલ રહીને જીવનને સાંસારિક કે ભૌતિક સમૃદ્ધિ તરફ દોરી જાય છે, પરંતુ સાંજ પડ્યે ઈશ્વર સામે દીવો ધરીને એ સર્વ ઈશ્વરને સમર્પિત કરે છે અને કહે છે કે તારા ભરોસે ખેતરમાં નાખી દીધેલા પાંચ દાણામાંથી પાંચસો દાણા તું જ બનાવી આપે છે. કાર્યો અને પરિણામોથી જન્મતો અહંકાર, મદ, સ્વાર્થ, મોહ આદિ કષાય વૃત્તિઓ અહીં વિગલન પામે છે. આ ભારતીય તત્ત્વજ્ઞાનનું મૂળ છે. ગીતામાં એને યજ્ઞનું નામ આપવામાં આવ્યું છે. અહંકાર નહીં પણ વિનમ્રતા, મદ નહીં પણ વિવેક, સ્વાર્થ નહીં પણ પરમાર્થ, મોહ નહીં પણ સ્થિતપ્રજ્ઞતા એ જીવનસાર્થક્યના સ્તંભો છે. ઈશનું રાજ્ય છે આખું' એ ભાવનાથી ત્યાગીને ભોગવવાનો મંત્ર આ સંસ્કૃતિનો જીવનમંત્ર છે. યુગોથી આ જીવનમંત્ર આ પ્રજાના લોહીમાં વણાઈ ગયો છે. જેમ મૂળભૂત વૈદ્યવિદ્યા ગામડાંની ડોશીઓના જીભને ટેરવે સ્થાયી થયેલી છે તેમ જીવનને ઉપકારક આ વેદિવદ્યા પણ લોકોનાં હૈયાંમાં ઠરીઠામ થયેલી છે. અહીંનો સામાન્ય ખેડૂત પણ પ્રસંગે પ્રસંગે ઢગલા ધાનમાંથી જરૂરિયાતવાળાને ખોબો આપીને રાજી થાય છે. પોતાની કમાણીમાંથી ભગવાનનો ભાગ પણ જુદો કાઢી રાખે છે, એટલે તો આ દેશમાં સદાવ્રતોના, સખાવતોના યજ્ઞ મંડાય છે. કહેવાની જરૂર નથી કે નાનકડા ગામના સામાન્ય ખેડૂતથી માંડીને મહાનગરના શ્રેષ્ઠીવર્યો સુધીનામાં આ સંસ્કાર જોવા મળે છે. આ પરંપરાને વંદન! સદ્ભાગીઓએ પાડેલો આ સુંદર ચીલો યુગો સુધી અવિચળ રહે એવી વિનમ્ર પ્રાર્થના. શિક્ષણકારોએ પણ પરમાર્થનાં કાર્યોમાં હંમેશાં અગ્રભાગ લીધો છે. Jain Education International આ લેખમાળા રજૂ કરનાર નરેન્દ્રભાઈ પટેલ શિક્ષણક્ષેત્રના આગેવાન છે. નરેન્દ્રભાઈ ઈશ્વરભાઈ પટેલનો જન્મ ૮ ડિસેમ્બર ૧૯૪૨ના રોજ બહાદરપુર, તા. સંખેડામાં થયો હતો. શાળા-કોલેજનું શિક્ષણ બીલીમોરા અને નિડયાદમાં લઈને મુંબઈ આવ્યા. મુંબઈમાંથી બી.એડ. તથા વૉકેશનલ ગાઇડન્સ કાઉન્સેલિંગનો અભ્યાસ કર્યો અને માધ્યમિક શાળામાં ગણિત અને વિજ્ઞાનના શિક્ષક તરીકે જોડાયા. ત્રણ દાયકાથી વધુ સુધી સેવા આપીને ગોરેગાંવ, મુંબઈની સંસ્કારધામ વિદ્યાલય તથા જુનિયર કોલેજ ઓફ કોમર્સ એન્ડ સાયન્સના આચાર્ય તરીકે નિવૃત્ત થયા. શિક્ષણ અને પત્રકારત્વને નિમિત્તે તેમણે વિવિધ પ્રકારનું —નરેન્દ્ર પટેલ For Private & Personal Use Only ૨૩ www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy