SearchBrowseAboutContactDonate
Page Preview
Page 732
Loading...
Download File
Download File
Page Text
________________ ૦૨૨ ધન્ય ધરા કોલેજ-અમદાવાદથી અધ્યાપનનો આરંભ પછીથી ગુજરાત યુનિ.ના ભાષા-સાહિત્યમાં વ્યાખ્યાતા બન્યા. ખ્યાતનામ સાહિત્યકાર બાલાભાઈ દેસાઈ ‘જયભિખૂ'ના આ પુત્રે પિતાજીના અવસાન પછી વર્ષોથી “ગુજરાત સમાચાર' દૈનિકમાં ઈટ અને ઇમારત' કૉલમમાં લખવાનું ચાલુ રાખ્યું છે. બાળસાહિત્ય, અનુવાદ, ચરિત્રનાં પુસ્તકો લખેલ છે. જેનધર્મના અભ્યાસુ તરીકે દેશ-વિદેશમાં વ્યાખ્યાન આપ્યાં છે. ગુજરાત સાહિત્ય અકાદમીમાં ટોચના સ્થાને રહેવા ઉપરાંત ગુજરાત સાહિત્ય પરિષદના પ્રમુખસ્થાને ૨૦૦૬માં બિનહરિફ ચૂંટાયા સંતરામપુરના રાજમાતા ગોવર્ધનકુમારીને (રાજસ્થાનના) “ઘુમર’ નૃત્યકલામાં આગવા પ્રદાન બદલ ‘પદ્મશ્રી’ પુરસ્કાર એનાયત થયો છે. (૬૮) તરલા દલાલ (૨૦૦૭) :રસોઈકળાનાં નિષ્ણાત છે. તેમણે રસોઈકળા વિશે ગ્રંથો પણ લખ્યા છે. રસોઈ–પાકશાસ્ત્રના દેશ-વિદેશમાં નિષ્ણાત. નોંધ :–ખરેખર તો આ યાદી દૃષ્ટાંતરૂપ છે, તેને પરિપૂર્ણ માનવાની જરૂર નથી. “પા' પુરસ્કાર મેળવનાર ગુજરાતીઓ પૈકી કેટલાક દેશના અન્ય ભાગોમાં વસતા હોવાને કારણે અથવા કાળજી રાખવાં છતાં અન્ય કારણોસર આ યાદીમાં સમાવિષ્ટ ન થઈ શક્યા હોય તેવાં નામો બદલ દિલગીર છીએ. જેમ કે—ફિલ્ડ માર્શલ માણેકશા, સંગીતનિષ્ણાત-ખૂબીન મહેતા, ઉદ્યોગપતિ અઝીમ પ્રેમજી, સ્વાતંત્ર્ય સંગ્રામની વીરાંગના-ઉષા મહેતા, ....સલીમ અલી... સુંદરમ્.....વગેરે. (૬૪) પ્રો. સિતાંશુ યશશ્ચંદ્ર (૨૦૦૬) :–“સાહિત્ય અને શિક્ષણ'માં પ્રદાન બદલ ‘પદ્મશ્રી'. જન્મ ભૂજમાં, તા. ૧૮-૮-૧૯૪૧. કવિ, નાટકકાર, વિવેચક, મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી ગુજ.-સંસ્કૃત સાથે ૧૯૬૫માં એમ.એ., અધ્યાપક થયા. ૧૯૬૮માં ફૂલબ્રાઈટ સ્કોલરશિપ સાથે અમેરિકા જઈ સૌંદર્યશાસ્ત્ર અને તુલનાત્મક સાહિત્યમાં ૧૯૭૦માં એમ.એ., ડૉ. ન્યૂટન પી. સ્ટોલનેસ્ટના માર્ગદર્શનમાં “નાટ્યાચાર્ય ભરતની અને ફિલસૂફ કાન્ટની પરંપરામાં કલાસ્વરૂપનો વિભાવ' પર ૧૯૭૫માં પીએચ.ડી. પછી અધ્યાપક થયા. ૧૯૭૭માં સાહિત્ય અકાદમી-દિલ્હીના ભારતીય સાહિત્યનો જ્ઞાનકોશ'ના મુખ્ય સંપાદક. ૧૯૭૭માં ‘રમણીયતાનો વાગ્વિકલ્પ'માં પીએચ.ડી. થયા. ૧૯૮૩થી એમ.એસ. યુનિ.ના ગુજ. વિભાગમાં પ્રોફેસર, અધ્યક્ષ થયા. હાલ નિવૃત્ત. ૧૯૮૭નો સાહિ. અકાદમીનો પુરસ્કાર, સૌ. યુનિ.ના વા.ચા. હતા. “ઓડિયૂસનું હલેસે', જટાયુ' (કાવ્ય), “સીમાંકન અને સીમોલ્લંઘન” (વિવે.) મહત્ત્વની કૃતિઓ છે. (૬૫) પંકજ ઉધાસ (૨૦૦૬) :–કલા' ક્ષેત્રમાં પ્રદાન બદલ ‘પદ્મશ્રી'. સૌરાષ્ટ્રના ચારણ પરિવારમાં (૬૬) ડો. બકુલ હર્ષદરાય ધોળકિયા (૨૦૦૭) :–“સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રમાં પ્રદાન બદલ પદ્મશ્રી'. (૬૭) રાજમાતા ગોવર્ધનકુમારી (૨૦૦૭) :–કલા ક્ષેત્રમાં પ્રદાન બદલ ‘પદ્મશ્રી'. શિલ્પકૃતિ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy