SearchBrowseAboutContactDonate
Page Preview
Page 730
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ ‘વિશ્વગુર્જરી ગૌરવ’ પુરસ્કાર એનાયત થયેલો. તેમણે મજૂર-માલિક સંબંધો અને ઔ. શાંતિના ક્ષેત્રે અસાધારણ સફળતા અને પ્રતિભા દર્શાવી મજૂર કુટુંબોના કલ્યાણ અને સુખાકારીની અનેક યોજનાઓના શિલ્પી બન્યા. ભારતના મજૂર આંદોલનને જિનિવા ખાતેના આં. રા. મજૂર સંગઠનમાં–વિશ્વફલક પર પ્રતિષ્ઠા અપાવી. બેંક અધિકારીઓ/ કર્મચારીઓ સહિત અનેક યુનિયનોના માર્ગદર્શક તરીકે સેવા આપી. (૪૨) ઇલા ભટ્ટ (૧૯૮૫) :—‘સમાજસેવા’ ક્ષેત્ર, ‘પદ્મશ્રી’. (‘પદ્મભૂષણ' પ્રાપ્તકર્તાઓમાં જુઓ). (૪૩) પ્રો. પ્રેધીમાન કૃષ્ણ કાઓ (૧૯૮૫) :—‘સાય. એન્ડ એન્જિ.' ક્ષેત્ર, ‘પદ્મશ્રી’. (૪૪) શાંતિ દવે (૧૯૮૫) :—‘કલા’ ક્ષેત્ર, પદ્મશ્રી. પિતાશ્રી હાઇસ્કૂલના પટ્ટાવાળા. તેમને ત્યાં જન્મેલા શાંતિભાઈનો અભ્યાસ મેટ્રિક સુધીનો. ફિલ્મોનાં અને જાહેરાતનાં સાઇનબોર્ડ દોરીને આગળ આવ્યા. ૧૯૫૦માં વડોદરાની ફાઇન આર્ટ ફેકલ્ટીમાં કલાભ્યાસ. ૧૯૫૫માં બોમ્બે આર્ટ સોસાયટીનો એવોર્ડ અને ગવર્નરનું ઇનામ, નેશનલ આર્ટ અકાદમીનો એવોર્ડ, ૧૯૫૬થી ૧૯૭૧ સુધી દેશ-વિદેશની શિષ્યવૃત્તિઓ મેળવી. તેમનાં ચિત્રો પ્રખ્યાત વિદેશી સામયિકોમાં છપાયેલાં. દેશવિદેશમાં વૈયક્તિક ચિત્ર-પ્રદર્શનો યોજેલ. ‘એર ઇન્ડિયા’ની દેશ-વિદેશની સંસ્થાઓ માટે મ્યુરલ ચિત્રો-ભીંત ચિત્રોનું યાદગાર સર્જન કરેલું. હાલ વડોદરાને બદલે દિલ્હીમાં સ્થાયી થયા છે. નવી દિલ્હીની કલાપરિષદે પણ તેમને એવોર્ડ અર્પણ કર્યો છે. (૪૫) ગીત શ્રીરામ શેઠી (૧૯૮૬) :— ‘સ્પોર્ટ્સ’ ક્ષેત્ર, પદ્મશ્રી. વિશ્વ બિલિયર્ડ ચેમ્પિયનશિપમાં ચાર વખત વિજેતા ખેલાડી થયેલા, સૌ પહેલી વખત ૧૯૮૫માં જીતી. આ સિદ્ધિ તેમણે સૌથી નાની વયે મેળવી. ૧૯૯૨-૯૩માં ગોલ્ફ ફ્લેક ચેમ્પિયનશિપ' જીતી હતી. (૪૬) કુમુદિની લાખિયા (૧૯૮૭) :– ‘કલા’ ક્ષેત્ર, ‘પદ્મશ્રી’. નૃત્યક્ષેત્રે પ્રસિદ્ધ નામ. ગુજરાતમાં કથ્થક શૈલીનાં પ્રવર્તક Jain Education International ધન્ય ધરા રહ્યાં. મૂળ મહારાષ્ટ્રનાં, પણ ગુજરાતને કર્મભૂમિ બનાવી. પ્રસિદ્ધ નૃત્યકાર બિરજુ મહારાજ પાસે રહીને અનેક નૃત્યનાટિકાઓનું સર્જન કર્યું, ત્યારબાદ બેલે ટેક્નિક દ્વારા કથ્થકમાં કોરિયોગ્રાફીના અનેક પ્રયોગો કર્યાં, ‘કદંબ' સંસ્થા સ્થાપી. (૪૭) ડૉ. વિઠ્ઠલભાઈ છોટાભાઈ પટેલ (૧૯૮૮) :—‘મેડિસિન’ ક્ષેત્રમાં પ્રદાન બદલ ‘પદ્મશ્રી’. હૃદયરોગના નિષ્ણાત ડૉક્ટર. જન્મ ચરોતરના પંડોળીમાં. M.B.B.S. અને M.S.ની પદવી મેળવી એડનબર્ગ, લંડન અને ગ્લાસગો યુનિ.માંથી FRCS થયા. સર્જિકલક્ષેત્રે દેશ-વિદેશમાં પ્રસિદ્ધ. વડોદરાના ભૂતપૂર્વ મેયર. અનેક શૈક્ષ. અને સામા. સંસ્થાઓ સાથે વિવિધ રીતે સંકળાયેલા રહ્યા છે. ઑલ ઇન્ડિયા સ્ટેટ બેંક ફેડરેશન તરફથી ‘ગુજરાતરત્ન’નું બિરુદ અપાયું છે. (૪૮) હકુ વજુભાઈ શાહ (૧૯૮૯) :– ‘કલા’ક્ષેત્રમાં પ્રદાન અંગે ‘પદ્મશ્રી’. ગુજરાતની લોકકલાને દેશ-વિદેશમાં માન અપાવનાર હકુ શાહ બહુમુખી પ્રતિભા છે. સને ૧૯૩૪માં સુરત પાસે વાલોડમાં જન્મ. વડોદરાની ફાઇન આર્ટ ફેકલ્ટીમાંથી ૧૯૫૫માં ચિત્રકલાના સ્નાતક, ૧૯૫૯માં અનુસ્નાતક, ૧૯૭૧માં ‘નહેરુ ફેલોશિપ એવોર્ડ', ૧૯૯૮માં રાજ્ય લલિત અકાદમીએ ગૌરવ પુરસ્કાર પ્રદાન કર્યો. ઘણી સંસ્થાઓમાં ચિત્ર, ક્રાફ્ટ્સ, કલાસંસ્કૃતિના અધ્યાપક રહ્યા છે. ‘ગૂજરાત વિદ્યાપીઠ' સાથે ઘણાં વર્ષો સુધી સંલગ્ન રહ્યા. આદિવાસીજીવનને તેઓ આબેહૂબ રજૂ કરી શકે છે. (૪૯) ઉપેન્દ્ર જેઠાલાલ ત્રિવેદી (૧૯૮૯) ઃ—‘કલા' ક્ષેત્રમાં પ્રદાન બદલ પદ્મશ્રી’. જન્મ : ૧૯૩૯. ગુજરાતના ફિલ્મજગતના સુપ્રસિદ્ધ કલાકાર, ‘નટસમ્રાટ’, ગુજરાતની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના પુરસ્કર્તા. વિધાનસભામાં ચૂંટાઈ આવીને મંત્રીપદે પણ રહ્યા છે. ગુજરાતી રંગભૂમિ અને ફિલ્મોના લોકપ્રિય અને લાડીલા આ અભિનેતાએ ‘અભિનય સમ્રાટ' નાટક અને ‘માલવપતિ મુંજ’ જેવી ફિલ્મમાં યાદગાર અભિનય આપ્યો છે. (૫૦) દિવાળીબહેન પૂંજાભાઈ ભીલ (૧૯૯૦) :—‘કલા’ક્ષેત્રમાં પ્રદાન બદલ પદ્મશ્રી’. લોકગીતોનાં ખ્યાતનામ કલાકાર દિવાળીબહેન અભણ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy