SearchBrowseAboutContactDonate
Page Preview
Page 725
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ 'પદ્મશ્રી' પુરસ્કારવિજેતા ગુજરાતીઓ ‘પદ્મશ્રી’ પુરસ્કાર ‘પદ્મભૂષણ’થી નીચેના (ઊતરતા) ક્રમે ગણાય છે. તે પ્રાપ્તકર્તા ગુજરાતીઓની સંખ્યા મોટી છે. (કૌંસમાં લખેલ આંકડો ‘પદ્મશ્રી'થી સમ્માનિત થયેલ વર્ષ દર્શાવે છે.) (૧) શ્રીમતી ભાગ મહેતા (૧૯૫૪) : ‘સિવિલ સર્વિસ’માં પ્રદાન બદલ પદ્મશ્રી’ થયાં. એક રીતે તેઓ ગુજરાતનાં સૌ પ્રથમ ‘પદ્મશ્રી’ ગણાય. (૨) પંડિત ઓમકારનાથ ઠાકુર (૧૯૫૫) :——કલાક્ષેત્રે પ્રદાન બદલ ‘પદ્મશ્રી' થયા. જન્મ ૨૪-૬-૧૮૮૭ના રોજ ખંભાત પાસેના જહાજ ગામના પ્રણવઉપાસક ગૌરીશંકરને ત્યાં. અવસાન : ૨૯-૧૨-૧૯૬૯. બચપણથી જ સંગીતની લગન. ભરૂચના શેઠ શાપુરજી મંચેરજી ડુંગાજીની મદદથી મુંબઈમાં સંગીતાચાર્ય પં. વિષ્ણુ દિગંબર પલુસ્કરના ગાંધર્વ મહાવિદ્યાલયમાં ગયા. ત્રણ વર્ષની તાલીમ પછીથી ગાંધર્વ મહાવિદ્યાલય (લાહોર)ના મુખ્ય આચાર્યપદે નિયુક્તિ. ૧૯૨૨માં પ્રહલાદજી દલસુખરામ ભટ્ટની પુત્રી ઈંદિરાદેવી સાથે લગ્ન. ભરૂચમાં સ્થાયી થયા. ૧૯૩૩માં યુરોપ ગયા ત્યારે પત્નીનું પ્રસૂતિકાળમાં નવજાત શિશુ સાથે અવસાન. શ્રી કલા સંગીત ભારતી મહાવિદ્યાલયમાં ગોઠવાયા. ૧૯૫૨માં ભારત સરકાર દ્વારા અફઘાનિસ્તાનમાં મોકલાયેલ સાંસ્કૃતિક પ્રતિનિધિમંડળના અગ્રણી-૧૯૫૩માં વિશ્વશાંતિ પરિષદ’બુડાપેસ્ટમાં ભારતીય પ્રતિનિધિ. પોતાના ભાઈ રવિશંકરનો ૧૯૫૧માં ગૃહત્યાગ, સંગીતવાદ્યોમાં નિષ્ણાત ભાઈ રમેશચંદ્રનું ૧૯૫૫માં અને ૧૯૫૬માં માતા ઝવેરબાઈના અવસાનથી ગમગીન થયા, એકાકી જીવનવાળા બન્યા છતાં સંગીતમાંથી પ્રેરણા–બળ મેળવ્યાં. ખ્યાલની ગાયકી સરસ હતી, ઉપરાંત ધ્રુપદ, ધમાર, ટપ્પા, સરસ રીતે ગાતા. સ્વરસંયોજન, લય જેવા ગાયકીના અંગ પર ગજબનું પ્રભુત્વ. ‘સંગીતાંજલિ’, ‘રાગ અને રસ’ (હિંદીમાં ‘પ્રણવભારતી') રચ્યાં. દેશ-પરદેશમાં અનેકવાર માન–સમ્માનની નવાજેશ. (૩) ડૉ. ચૈતમન ગોવિંદ પંડિત (૧૯૫૬) ઃ—‘મેડિસિન’ ક્ષેત્રમાં પ્રદાન બદલ પદ્મશ્રી’ થયા. (૪) મગનલાલ ત્રિભોવનદાસ વ્યાસ (૧૯૫૮) :—‘સાહિત્ય અને શિક્ષણ’માં પ્રદાન બદલ પદ્મશ્રી’. Jain Education International ૧૫ (૫) પરીક્ષિતલાલ લલ્લુભાઈ મજમુદાર (૧૯૫૯) :—‘સમાજસેવા’ અંગે ‘પદ્મશ્રી’ થયા. ઈ.સ. ૧૯૦૧માં જન્મ. વતન : પાલિતાણા. ૧૯૨૦માં ગાંધીબાપુના ‘અસહકાર’ની લડતના પગલે ઇન્ટરમાંથી કોલેજ છોડી, રાષ્ટ્રીય કેળવણી લેવા ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાયા. ૧૯૨૩માં સ્નાતક થઈ જીવનભર હિરજનસેવામાં જોડાયા. નાગપુરમાં ‘ઝંડા સત્યાગ્રહ' અને ૧૯૩૦ના આંદોલનમાં પણ ભાગ લીધો. ‘અત્યંજ સેવામંડળ'ના મંત્રી રહ્યા. ‘હરિજન સેવક સંઘ'માં નોંધપાત્ર સેવા આપી. સાદગી અને નમ્રતાની મૂર્તિ સમા આ આજીવન બ્રહ્મચારીએ ઠક્કરબાપાને પગલે ચાલી હરિજનસેવાનું અજોડ કામ કર્યું. તા. ૧૨-૯-૧૯૬૫ના રોજ હૃદયરોગથી અવસાન. (૬) ડાહ્યાભાઈ જીવાજી નાયક (૧૯૬૦) ઃ— ‘સમાજસેવા' અંગે પદ્મશ્રી'. જન્મ ૧૯૦૧માં. મૂળ સૂરતના વતની પણ પંચમહાલમાં જઈને વસ્યા, ત્યાંનાં ભીલોમાં ‘ડાહ્યા ગુરુજી’ તરીકે સેવાથી જાણીતા. ૧૯૨૨થી માંડી ૭૦– ૭૨ વર્ષ લગી, છેલ્લા શ્વાસ સુધી ભીલ-આદિવાસીઓની સેવા કરી. દાહોદમાં ‘ભીલ સેવા મંડળ’ની સ્થાપના કરી. અન્ય સેવકો સાથે ૧૯૨૬માં જેસાવાડ આશ્રમમાં ઠક્કરબાપાએ ૨૦ વર્ષ માટે સેવાવ્રતની પ્રતિજ્ઞા લેવડાવેલી. ૧૯૩૦-૧૯૪૨ની લડતમાં ભાગ, જેલવાસ, વર્ષો સુધી ‘ભીલ સેવા મંડળ’ અને ‘ગુજરાત હરિજન સેવક સંઘ'ના પ્રમુખ રહેલા. ૧૯૬૨થી '૬૭ સુધી સંસદસભ્ય. ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક તરીકે ૧૯૭૭થી '૮૩ સુધી રહેલા. તેમણે પંચમહાલના ભીલોના શૈક્ષણિક વિકાસમાં ખૂબ પ્રદાન કર્યું. ૧૯૯૪માં ૨૯મી મેએ ૯૩ વર્ષની ઉંમરે દાહોદમાં દેહ છોડ્યો. (૭) જશુ એમ. પટેલ (૧૯૬૦) :— ‘સ્પોર્ટ્સ’ અંગે ‘પદ્મશ્રી’ થયા. જન્મ ૧૯૨૯. ગુજરાતના ક્રિકેટવીર. તેમનો હાથ ખભા આગળથી ચક્રની માફક સરસ વર્તુળાકારે વળી શકતો તેથી ક્રિકેટમાં તેઓને ‘બોલર’ તરીકે વિકેટ મેળવવામાં સરળતા રહેતી. જશુ પટેલ ૭ મેચ, ૧૦ ઇનિંગ્સ રમેલા, ૧ વાર નોટઆઉટ રહેલા, કુલ રન-૨૫, હાઇએસ્ટ ૧૨ રન, એવરેજ ૨.૭૭, સદી-૦, કેચ-૨, સ્ટમ્પિંગ-૦, બોલ-૧૭૨૫, રન ૬૩૭ આપ્યા, ૨૯ વિકેટ લીધી. એવરેજ ૨૧.૯૬ રનની રહી. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy