SearchBrowseAboutContactDonate
Page Preview
Page 726
Loading...
Download File
Download File
Page Text
________________ · ૧૬ એક ઇનિંગ્ઝમાં (૬૯ રનમાં ૯ વિકેટ) અને એક મેચમાં (૧૪૪ રનમાં ૧૪ વિકેટ) સૌથી વધુ વિકેટ લેવાનો ભારતીય વિક્રમ ૧૯૫૯-૬૦માં કર્યો. (૮) વિજય એસ. હઝારે (૧૯૬૦)‘સ્પોર્ટ્સ' અંગે ‘પદ્મશ્રી' થયા. ભારતના અગ્રણી ક્રિકેટર હતા, વડોદરામાં સ્થાયી થયા હતા. એક વખતના ભારતીય ક્રિકેટના કપ્તાન હઝારેએ ૧૪ મેચ રમી ૧માં જીત મેળવી, પાંચમાં હાર થઈ, ૮ ડ્રૉ/ટાઈ, અવસાન ઈ.સ. ૨૦૦૪માં. (૯) નાનાભાઈ ભટ્ટ (૧૯૬૦) :‘સમાજસેવા' અંગે ‘પદ્મશ્રી' થયા. ગુજરાતના શિક્ષણ અને સંસ્કારઘડતરમાં મૂલ્યવાન પ્રદાન કર્યું. ઉપનિષદ, ગીતા, રામાયણ, મહાભારત, શ્રીમદ્ ભાગવત વગેરે ગ્રંથોના ઊંડા અભ્યાસી હતા. તેમની ઘડતર અને ચણતર' આત્મકથા ‘દક્ષિણામૂર્તિ’સંસ્થાના ઉદ્ભવ અને ઉત્કર્ષની કથા છે. સ્વામી આનંદે તેમને વ્યાસ-વાલ્મીકિના વારસ' તરીકે ઓળખાવેલા. તેમણે બાલભોગ્ય શૈલીમાં લખેલા ગ્રંથ ‘લોકભાગવત’, ‘લોકભારત’, ‘લોકરામાયણ’, મહાભારતનાં પાત્રો', ‘રામાયણનાં પાત્રો’ વ. જાણીતા છે. (૧૦) માર્તંડ રામચંદ્ર (૧૯૬૧):—‘સમાજસેવા' અંગે ‘પદ્મશ્રી' થયા. જમાદાર (૧૧) કુ. મીઠુબહેન પીટીટ (૧૯૬૧) : ‘સમાજસેવા’ અંગે ‘પદ્મશ્રી' થયાં. મરોલી (જિ. નવસારી) આશ્રમના મૂકસેવિકા હતાં. શ્રીમંત પારસી કુટુંબમાં લાડકોડથી ઊછરેલાં, માસી જાયજીબહેન પીટીટ તથા માસા પાસેથી દેશસેવાના સંસ્કાર મળ્યા. અસહકાર અને સત્યાગ્રહની લડતોમાં, ખાદીપ્રચારમાં, વિદેશી કાપડ-દારૂનાં પીઠાંઓ પર પિકેટિંગમાં ભાગ લીધો. મરોલીમાં વણાટશાળા, ‘પૂના’ જિ. સુરતમાં રાનીપરજ વિદ્યાલય, આસીવાડ (તા. વાલિયા)માં રાનીપરજ સેવાશ્રમની સ્થાપના કરેલી. અવસાન તા. ૧૬-૭ ૧૯૭૩. (૧૨) દુલા ભાયા કાગ (૧૯૬૨) :સાહિત્ય અને શિક્ષણ'માં પ્રદાન અંગે ‘પદ્મશ્રી’ થયા. ચારણ કવિ, લોકગાયક અને સમર્થ લોકવાર્તાકાર હતા. સૌરાષ્ટ્રના મહુવા પાસે સોડવદરી ગામે ઈ.સ. ૧૯૦૨માં જન્મ. પોર્ટ વિક્ટરની શાળામાં ભણ્યા. ઉઘાડે પગે ગાયો ચારવાનું અને Jain Education International ધન્ય ધરા દુલા ભાયા કાગ તેમની સેવાનું વ્રત લીધું. સ્વામી મુક્તાનંદજીના આશીર્વાદે તેમના હૈયાનાં દ્વાર ખૂલ્યાં, કવિ બન્યા. માથાભારે પિતાનો ગરાસ, ડાયરા, બંઝાણ આવું દુલાભાઈને ગમતું નહીં. લોકવાણીમાં અને ચારણી ભાષામાં અનેક વિષયોને લોકહૃદય સુધી પહોંચાડે તેવી કવિતાઓ રચી. અફીણ-દારૂ-કુરિવાજો-અજ્ઞાનતા-જડતાને ઉખેડી નાખવા ભગીરથ પ્રયત્ન કર્યો. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી, મહાત્મા ગાંધીજી, નહેરુ, પૂ. વિનોબા, પૂ. રવિશંકરદાદાના પરિચયમાં આવવાનું થયું. ભૂદાનપ્રવૃત્તિમાં ભાગ લીધો. તેમની ‘કાગવાણી' અત્યંત પ્રચલિત છે, બીજી કૃતિઓ પણ રચેલી. સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા તેમનું સમ્માન થયેલું. તેમની સાદી, સરળ, ગામઠી ભાષામાં, બળૂકી લોકબોલીમાં હૈયા–સોંસરવા ઊતરવાની તાકાત હતી. તેમના પુત્ર રામભાઈ કાગનું પણ લોકસાહિત્યક્ષેત્રે પ્રદાન રહ્યું. દુલાભાઈ કાગનું અવસાન તા. ૧૨-૨-૧૯૭૭ના રોજ થયું. આકાશવાણીરાજકોટના કેન્દ્ર પાસે કવિના સ્વરચિત ગીતો, છંદો ઉપરાંત લોકગીતો અને લોકવાર્તાની રજૂઆત કેસેટો ખુદના ધ્વનિમુદ્રિત રૂપે સંઘરાયેલી છે. (૧૩) જશભાઈ શંકરભાઈ પટેલ (૧૯૬૫):—‘વિજ્ઞાન અને ઇજનેરી'માં પ્રદાન બદલ પદ્મશ્રી' થયા. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy