SearchBrowseAboutContactDonate
Page Preview
Page 722
Loading...
Download File
Download File
Page Text
________________ ૦૧૨ ધન્ય ધરા એવોર્ડ પણ તેમને મળ્યો છે. ૨૦૦૬માં તેમને “જ્યોર્જ મેનીલેન કિર્કલેન્ડ હ્યુમન રાઇટ એવોર્ડ એનાયત થયો છે. (૧૬) મનુભાઈ રાજારામ પંચોલી ઉપનામ ‘દર્શક’ પબ્લિક અફેર્સ અંગે ૧૯૯૧માં તેઓ “પદ્મભૂષણ'થી સમ્માનિત થયા, તે પહેલાં વિશ્વગુર્જરી ગૌરવ પુરસ્કાર ૧૯૯૯નો મળ્યો. જન્મ : ૧૫-૧૦-૧૯૧૪, પંચાશિયા, તા. વાંકાનેર, જિ. રાજકોટ. ઉત્તમ રચનાત્મક સાહિત્યસર્જક-નવલકથાકાર, ધારદાર વક્તા, કેળવણીકાર અને ચિંતક, સ્વાતંત્ર્યસંગ્રામના લડવૈયા એવા ‘દર્શક’ પર કેળવણીકાર નાનાભાઈ ભટ્ટની અસર શિક્ષણ અને ગ્રામોત્થાનની બાબતમાં જોઈ શકાય છે. પ્રારંભમાં ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળામાં શિક્ષક–ગૃહપતિ તરીકે જોડાયા, ૧૯૫૩માં ગ્રામીણ સ્તરે ઉચ્ચ શિક્ષણની સુવિધાઓ પૂરી પાડવા લોકભારતી ગ્રામવિદ્યાપીઠ-સણોસરા, જિ. ભાવનગરનો પ્રારંભ કર્યો. ૧૯૪૮માં ભાવનગર રાજ્યના જવાબદાર પ્રજાતંત્રમાં શિક્ષણપ્રધાન બન્યા, ૧૯૬૭થી “૭૧ સુધી ગુજ. વિધાનસભાના સભ્ય, ૧૯૭૦માં ગુજ.ના શિક્ષણમંત્રી બન્યા. સૌરાષ્ટ્ર રચનાત્મક કાર્યકરોની કમિટીના તેઓ સ્થાપક-પ્રમુખ, ગુજરાત નઈ તાલીમ સંઘના સ્થાપકપ્રમુખ અને સભ્ય, ભારત સરકારની શિક્ષણ સલાહકાર સમિતિના સભ્ય, ૧૯૮૧-૮૩માં ગુજ. સાહિ. પરિષદના પ્રમુખ, ગુજ. સાહિ. અકાદમીના પ્રમુખ, કોડિયું” (માસિક) અને “સ્વરાજધર્મ પાક્ષિકના તંત્રી એવા મનુભાઈએ બર્મા-ડેન્માર્ક–પૂ. આફ્રિકા-ઇઝરાયેલ-યુરોપઅમેરિકા વ. દેશોનો પ્રવાસ ખેડ્યો હતો. જગતના ઇતિહાસના ઊંડા અભ્યાસી અને વિશ્વસંસ્કૃતિના પરમ ચાહક, ધર્મતત્ત્વદર્શન અને રાજનીતિવિદ્યાના વાચક અને ચિંતક એવા ‘દર્શક’નું વિપુલ સાહિત્યસર્જન ગાંધીજીની વિચારષ્ટિથી, રવીન્દ્રનાથ ટાગોરની સૌંદર્યદૃષ્ટિથી અને નાનાભાઈ ભટ્ટની જીવનલક્ષી માંગલ્યદૃષ્ટિથી પ્રેરાયેલું રહ્યું. | નવલકથાઓ–બંધન અને મુક્તિ', “પ્રેમ અને પૂજા', ‘ઝેર તો પીધાં છે જાણી જાણી' (૩ ભાગ), “સોક્રેટિસ', કુરુક્ષેત્ર', નાટકો-“અંતિમ અધ્યાય', “ગૃહરણ્ય' ઉપરાંત વિવેચન, જીવનચરિત્ર, રાજકારણ, ઇતિહાસ, શિક્ષણધર્મ, પ્રવાસસાહિત્ય લખેલ છે. ભારતીય સાહિત્ય અકાદમીનો એવોર્ડ, ગુજ. સા. અકા.નો એવોર્ડ, ભારતીય જ્ઞાનપીઠનો “મૂર્તિદેવી પુરસ્કાર', ૧૯૯૧માં સૌરા. યુનિ. દ્વારા “ડી. લિ.ની પદવી સહિત અને માન-સન્માન પ્રાપ્ત કરનાર મનુભાઈ પંચોળીનું અવસાન તા. ૨૯ ઓગષ્ટ, ૨૦૦૧ના રોજ થવાથી ગુજરાતે નઈ તાલીમના ક્ષેત્રે જન્મજાત આચાર્ય અને મૂર્ધન્ય સારસ્વત ગુમાવ્યા. (૧૦) દલસુખ ડાહ્યાભાઈ માલવણિયા સાહિત્ય અને શિક્ષણમાં પ્રદાન બદલ ૧૯૯૨માં ‘પદ્મભૂષણ' થયા. જૈન સાહિત્ય તથા જૈન-બૌદ્ધ-અન્ય દર્શનોમાં દેશભરમાં નામાંકિત દલસુખભાઈ માલવણિયાનો જન્મ ૨૨-૭-૧૯૧૦ના રોજ સાયલા (જિ. સુરેન્દ્રનગર)માં. તેમના વડવાઓ ધ્રાંગધ્રા પાસેના માલવણ ગામના, તેથી તેમની અટક ‘માલવણિયા' પડી. પિતાને સાયલામાં પરચૂરણ વસ્તુઓની દુકાન હતી. દલસુખભાઈનો પ્રાથમિક અભ્યાસ સાયલામાં થયો, પરંતુ તેમની દસેક વર્ષની ઉંમરે પિતાનું અવસાન થતાં કુટુંબની નબળી આર્થિક પરિસ્થિતિ વચ્ચે સુરેન્દ્રનગરના અનાથાશ્રમમાં દલસુખભાઈ અને તેમના ત્રણ બંધુઓને દાખલ થવું પડ્યું. અહીં અંગ્રેજી પાંચમાં (અત્યારના નવમા) ધોરણ સુધી અભ્યાસ કર્યો ત્યારેય આશ્રમની અવ્યવસ્થિત લાઇબ્રેરીને ગોઠવતા જાય, વાંચતા જાય ને વિચારતા જાય. તે ગાળામાં તેમના એક સગાના કહેવાથી ૧૯૧૭માં દલસુખભાઈ બિકાનેર પહોંચ્યા, અહીં “સ્થાનકવાસી જૈન પરિષદ' ગૃહસ્થ જૈન પંડિતો તૈયાર કરતી હતી. તેની સ્થાપનાનો મૂળ ખ્યાલ મોરબીના વતની પણ વર્ષોથી જયપુરમાં વસતા દુર્લભજીભાઈ ઝવેરીને આવેલો. તેમની દેખરેખ હેઠળ બિકાનેરમાં ચાલતી આ સંસ્થાના આશ્રયે દલસુખભાઈએ બિકાનેર-જયપુર-વ્યાવરઅંજાર (કચ્છ)માં રહીને જૈનશાસ્ત્રો અને ગ્રંથોનો અભ્યાસ કર્યો, તેથી તેમને ૧૯૩૧માં “ન્યાયતીર્થ' અને “જૈનવિશારદ' પદવી મળી. શ્રી ઝવેરીએ તેમને અમદાવાદમાં પંડિત બેચરદાસ દોશી પાસે મોકલ્યા કે જેઓ સંસ્કૃત-પ્રાકૃત ભાષા અને વ્યાકરણના સમર્થ પંડિત હતા. ૧૯૩૨માં સત્યાગ્રહની લડતમાં ભાગ લેવાને કારણે પંડિતજીને સજા થઈ–બીજી બાજુ તેમની પાસે દલસુખભાઈનો વિદ્યાભ્યાસ પૂરો થયો પરંતુ દુર્લભજીભાઈ ઝવેરી ખરેખર માનવપારખું ઝવેરી હતા. એમણે દલસુખભાઈમાં રહેલી પ્રતિભા પિછાણી લીધી હતી. ઈ.સ. ૧૯૩૨માં ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરના Jain Education Intemational cation International For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy