SearchBrowseAboutContactDonate
Page Preview
Page 721
Loading...
Download File
Download File
Page Text
________________ ૦૧૧ શાશ્વત સૌરભ ભાગ-૨ લેખન-સંપાદન કરેલું. તેમનાં લખાણોમાં તુલનાત્મક અને સમન્વયયુક્ત દૃષ્ટિ જોવા મળે છે. વતનના લીમડી ગામની પ્રાથમિક શાળામાં સાત ધોરણ સુધીનો અભ્યાસ કરી કુટુંબની ઇચ્છાનુસાર ઘરની દુકાને બેસી ગયા, પંદરેક વર્ષની ઉંમરે લગ્નની તૈયારી થવા લાગી પણ કન્યાપક્ષે કોઈ કારણોસર લગ્ન પાછું ઠેલાયું, બીજા જ વર્ષે સુખલાલજીને શીતળા નીકળ્યા, જીવન બચ્યું પણ આંખોની દૃષ્ટિ સદાને માટે ગઈ પરંતુ આવા દુઃખમાંથી ભારતને સમર્થ જ્ઞાની પંડિત, દર્શનશાસ્ત્રીની ભેટ મળી. સાધુ-સાધ્વીઓ પાસેથી સંસ્કૃત-પ્રાકૃતનું શિક્ષણ મેળવ્યું, વધુ અભ્યાસ માટે ૧૯૦૪માં બનારસ જઈ વ્યાકરણ, ન્યાયદર્શન, સાહિત્યનો અભ્યાસ કર્યો. ૧૯૧૧માં મિથિલા ગયા. ૧૯૧૩થી પાંચ વર્ષ આગ્રામાં રહી ભારતીય દર્શનશાસ્ત્રનો ઊંડો અભ્યાસ કર્યો. ગૂજરાત વિદ્યાપીઠ-અમદાવાદમાં ૧૯૨૧થી '૩૦ સુધી અને બનારસ હિંદુ યુનિ.માં ૧૯૩૩થી '૪૪ સુધી અધ્યયનઅધ્યાપન-સંશોધન-સંપાદનની કામગીરી બજાવી. ગાંધીજી, પંડિત માલવિયા, ડૉ. રાધાકૃષ્ણનું સહિત અનેક મહાપુરુષોના નિકટ પરિચયમાં આવવાની તક મળી. ત્યાંથી નિવૃત્ત થઈને મુંબઈના ભારતીય વિદ્યાભવનમાં અને ૧૯૪૭થી ૧૯૬૦ સુધી, ભો. જે. વિદ્યાભવન-અમદાવાદમાં અધ્યાપક તરીકે રહ્યા. ભારતીય તત્ત્વજ્ઞાન અને જૈનધર્મના પ્રકાંડ અભ્યાસુ સુખલાલજી અનેક માન-સમ્માનના અધિકારી બન્યા. ૧૯૫૧માં અખિલ ભારત પ્રાચ્યવિદ્યા પરિષદના પ્રાકૃત-જૈન ધર્મ-તત્ત્વજ્ઞાન વિભાગના પ્રમુખપદે નિમાયા. ૧૯૫૭માં ગુજ. યુનિ.એ ડી.લિટુંની માનદ્ પદવી આપી. ૧૯૫૮માં “દર્શન અને ચિંતન' ગ્રંથ માટે “સાહિત્ય અકાદમી-દિલ્હી'નું પારિતોષિક મળ્યું. ફેબ્રુ. ૧૯૫૯-મુંબઈ યુનિ.ની ઠક્કર વસનજી મા. વ્યાખ્યાનમાળામાં “ભારતની દાર્શનિક પરંપરા અને તેમાં ગુજરાતના આચાર્ય હરિભદ્રસૂરિનો ફાળો'–વિષય પર પાંચ વ્યાખ્યાન આપ્યાં. ૧૯૬૭–સરદાર પટેલ યુનિ.એ ડી.લિટ.ની માનદ્ પદવી આપી. ૧૯૭૪માં ‘પદ્મભૂષણ'થી સમ્માનિત થયા. વિદ્યાર્થીઓ અને વિદ્વાનો માટે તેમનું અમદાવાદનું નિવાસસ્થાન અનેકાંતવિહાર' માર્ગદર્શન અને વિદ્યાપ્રાપ્તિ માટે તીર્થરૂપ (૧૪) પ્રો. એકનાથ વસંત ચિટણીસ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રદાન બદલ ૧૯૮૫માં ‘પદ્મવિભૂષણ'થી સમ્માનિત થયા. (૧૫) ઇલા ભટ્ટ સમાજસેવા’ ક્ષેત્રના પ્રદાન બદલ ઇલા ભટ્ટ ૧૯૮૬માં પદ્મભૂષણ’ થયા. ગુજરાતની આગવી મહિલા પ્રતિભા એટલે “સેવા' (સેલ્ફ એમ્પ્લોઇડ વુમન્સ એસોસિએશન) સંસ્થાના આદ્યસ્થાપક, મહિલાઓના સ્વાશ્રયવિકાસ અને શોષણમુક્તિના પ્રબળ પુરસ્કર્તા, ગાંધીચીંધ્યા માર્ગે પ્રજાવિકાસમાં કાર્યરત, પ્રતિભાશાળી લોકઅગ્રણી એવાં ઇલાબહેન ભટ્ટનો જન્મ-૧૯૩૩માં અમદાવાદ ખાતે થયો, બાળપણ અહીં જ વીત્યું. અંગ્રેજી સાહિત્ય સાથે ૧૯૫૨માં બી.એ. થયાં પછી કાયદાનો અભ્યાસ કર્યો. ૧૯૫૬માં અર્થશાસ્ત્રના પ્રા. રમેશભાઈ ભટ્ટ સાથે લગ્ન કર્યા. તે ગાળામાં “મજૂર મહાજન સંઘ' (અમદાવાદ) સાથે જોડાઈને કાયદાકીય રીતે સેવા આપવાનો પ્રારંભ કર્યો, તેની મહિલા પાંખનું સંચાલન સંભાળ્યું. ૧૯૭૨માં સેવા સંસ્થાની સહકાર્યકરો સાથે સ્થાપના કરી, જો કે તેને કાયદાકીય સ્વરૂપ મળતાં વખત વીતેલો. તેના પ્રમુખ અરવિંદ બુચ હતા જ્યારે મંત્રીપદે ઇલાબહેન ભટ્ટ રહ્યાં. તેની સભ્યસંખ્યા બે લાખને ઓળંગી ગયેલી. “સેવા” એવું કામદારમંડળ છે કે જેની સભ્યસંખ્યા કોઈપણ કામદાર મંડળ કરતાં વધુ રહી. ગુજરાત બહાર અન્ય રાજ્યોમાં પણ તેની શાખાઓ છે. આ સંસ્થાએ ૧૫ ક. રૂ.ની અક્યામતવાળી “સેવાબેંક પણ સ્થાપી. સેવા સંસ્થા દ્વારા મહિલાઓને આર્થિક આઝાદી આપવાની સેવા કરવા જતાં સ્થાપિત હિતોની હેરાનગતિને તેમણે ક્યારેય ગણકારી નથી, જેથી “સેવા આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવી શકી છે, નારીશક્તિની પ્રચંડતાની અને સંગઠનની તેમણે વિશ્વને પ્રતીતિ કરાવી છે. ઇલાબહેન ભટ્ટને ૧૯૭૭માં મેસેસે પુરસ્કાર, ૧૯૮૨માં કોમી એખલાસ માટે ધ સુસન બી. એન્થની એવોર્ડ, ૧૯૮૪માં નોબલ પુરસ્કારના પર્યાય સમો “ધ રાઇટ લાઇબ્લી હૂડ' પુરસ્કાર, ૧૯૮૫માં ભારત સરકારનો “પદ્મશ્રી' અને બીજા વર્ષે ૧૯૮૬માં “પદ્મભૂષણ' એવોર્ડ તેમને મળ્યો, ૧૯૯૬માં વિશ્વગુર્જરી ગૌરવ પુરસ્કાર મળ્યો આ સિવાય કેર” જેવો આં.રા. પ્રતિષ્ઠિત એવોર્ડ તથા યુનો જેવી આં.રા. સંસ્થાનો બનેલું. Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy