SearchBrowseAboutContactDonate
Page Preview
Page 720
Loading...
Download File
Download File
Page Text
________________ ૦૧૦ મામલતદાર કચેરીમાં તેમની સામે કેસ ચાલ્યો, પોણો વરસની સજા થયેલી જો કે ગાંધી-ઇરવિન કરાર અન્વયે એક અઠવાડિયામાં મુક્તિ મળેલી. ૧૯૩૨ના સત્યાગ્રહમાં પકડાયા તેથી સાબરમતી જેલમાં સખત કેદની સજા સાથે રાખવામાં આવેલા, પછીથી વીસાપુર જેલમાં ખસેડાયા. ૧૯૪૨ના આંદોલન વખતે અમદાવાદમાં નજરકેદ થયા, ૧૯૪૪માં જેલમાંથી છૂટ્યા પછી ઘંટીએ દળતા હતા ત્યારે આંખને ખૂબ નુકશાન થતાં મુંબઈ જઈ ઓપરેશન કરાવવું પડેલું તે વખતે ગાંધીજી ખબર કાઢવા જઈ શક્યા નહીં પણ એવું બોલી ઊઠેલા કે મામાસાહેબની આંખ જાય તો મારી આંખ ગયા બરાબર છે!” પૂ. ગાંધીજીનો આવો સ્નેહ તેમણે જીતેલો. મારી જીવનકથા’ નામે તેમણે સાદી-સરળ ભાષામાં આત્મચરિત્ર લખ્યું છે. આઝાદી બાદ પણ અંત્યજોની કેળવણી અને હક્કો વિશે કામ કરતા રહ્યા. વૃદ્ધાવસ્થામાં સાબરમતી આશ્રમમાં રહેતા પણ ઉનાળામાં “શબરીવાડી’ (ભાવનગર) જઈને રહેતા. (૧૦) જયશંકર ભૂધરદાસ ભોજક સુંદરી' જન્મ-વતન ૧૮૮૯, અ. ૧૯૭૫. તેમની આત્મકથા થોડાં આંસુ થોડાં ફૂલ' જાણીતી છે. “કલા'માં પ્રદાન અંગે ૧૯૭૧માં ‘પદ્મભૂષણ' થયા. સ્ત્રીપાત્રોની ભૂમિકાને રંગભૂમિ પર આબેહૂબ રજૂ કરનાર પ્રથમ કોટિના નટ. (૧૧) એર માર્શલ એમ. એમ. એન્જિનિયર સિવિલ સર્વિસ ક્ષેત્રે ૧૯૭૨માં ‘પદ્મભૂષણ’ થયા. (૧૨) વિનુ હિંમતલાલ માંકડ સ્પો' ક્ષેત્રે પ્રદાન બદલ ૧૯૭૩માં “પદ્મભૂષણ થયા. ફાંકડા ક્રિકેટવર, માત્ર ભારતના જ નહીં, વિશ્વના ઓલરાઉન્ડર વિનુ માંકડનો જન્મ એપ્રિલ, ૧૯૧૭માં જામનગરમાં. અવસાન તા. ૨૧-૮-૧૯૭૮. તેમનું ખરું નામ મૂળવંતરાય. આંતરશાળા મેચમાં વિનુ માંકડની શક્તિ ક્રિકેટર દુલીપસિંહજીએ પારખી અને વિનુનું નસીબ ઊઘડી ગયું. તેમની પાસેથી વિનુ માંકડે તાલીમ મેળવી રણજી ટ્રોફીમાં પ્રવેશ કર્યો. ઈગ્લેંડના લોઝ ખાતે પ્રથમ ટેસ્ટમાં “ઓપનિંગ બેટ્સમેન' તરીકે ધન્ય ધરા કારકિર્દીનો આરંભ કર્યો પછી તો એકથી માંડીને છેલ્લા ક્રમે મોકલાય તો પણ બેટિંગ કરતા! સ્પષ્ટ દૃષ્ટિ, દડા પ્રત્યે પારખું નજર, હૈયામાં આત્મવિશ્વાસ સાથે હિંમતથી ગમે તેવા ઝડપી ગોલંદાજનો સામનો કરી શકતા. એકનાથ સોલકર, અશોક માંકડ (પુત્ર), ઉમેશ કુલકર્ણી, રામનાથ પારકર જેવા ક્રિકેટરોને તૈયાર કરેલા. જે જમાનામાં ક્રિકેટના અવનવાં સાધનો નહોતાં, પ્રવાસની ભારે અગવડો હતી, વિશ્વયુદ્ધ જેવાં પ્રતિકૂળ સંજોગો રહેતાં ત્યારે તેમણે ક્રિકેટક્ષેત્રે ટીમ અને દેશનું નામ રાખવા તનતોડ પ્રયત્ન કરીને કેટલાક વિક્રમો સ્થાપેલા. - ૧૯૫૫-૫૬માં પાકિસ્તાન પ્રવાસની પાંચ ટેસ્ટમેચોમાં અને ૧૯૫૮માં પ્રવાસી વેસ્ટ ઇન્ડિઝ સામે ચોથી ટેસ્ટમાં સુકાનીપદ સંભાળેલું. ૧૯૫૫-૫૬માં પંકજ રોયની સાથે વિનું માંકડે પ્રથમ વિકેટની ભાગીદારીમાં ન્યુઝીલેન્ડ સામે ૪૧૩ રન ઉમેર્યા ત્યારે તે વિશ્વવિક્રમ ગણાતો. “માંકડ ધ મેગ્નિફિસન્ટ' કહેવાયા. વિનુ માંકડના પુત્રો-અશોક માંકડ ટેસ્ટ ક્રિકેટના ખેલાડી હતા, રાહુલ અને અતુલ માંકડ પણ પ્રથમ કક્ષાની મેચોમાં રમતા. વિનુ હજાર કરતાં વધુ અને ૧૦૦ કરતાં વધુ વિકેટની ડબલ્સ’ સિદ્ધિ મેળવનાર પહેલો ભારતીય ક્રિકેટર. ' (૧૩) પંડિત સુખલાલજી સંઘવી સાહિત્ય અને શિક્ષણમાં પ્રદાન બદલ ૧૯૭૪માં પદ્મભૂષણ'. સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતીના પ્રકાંડ પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજીનો જન્મ ઈ.સ. ૧૮૮૦માં થયેલો, અવસાન તા. ૨-૩-૧૯૭૮. પિતાનું નામ તળશીભાઈ સંઘવી, માતા મણિબહેન. લીમડી, જિ. સુરેન્દ્રનગર (ઝાલાવાડ)માં જન્મેલા પંડિત સુખલાલજીની કૃતિઓ-“મારું જીવનવૃત્તાંત' (આત્મકથા) ‘તત્ત્વાર્થસૂત્ર', “અધ્યાત્મ વિચારણા', “ભારતીય તત્ત્વવિદ્યા', યોગદર્શન’, ‘દર્શન અને ચિંતન' (બે ભાગ), “જૈન ધર્મનો પ્રાણ', ‘વાદ મહાર્ણવ’, ‘પ્રમાણમીમાંસા', “જ્ઞાનબિંદુ', ‘હેતુબિંદુ', “ધર્મ ક્યાં છે?' ઉપરાંત “ચાર તીર્થકર', “સમદર્શી આચાર્ય હરિભદ્ર' એ બંને ચરિત્રગ્રંથો છે. સિદ્ધસેન દિવાકરકત પ્રાકૃતગ્રંથ “સન્મતિ તર્ક ભાગ ૧ થી ૬નું સંપાદન કરેલું. આજીવન સતત સાહિત્ય ઉપાસનામાં રહીને તેમણે ન્યાય, કર્મવાદ, આચાર, યોગદર્શન, જૈનસિદ્ધાંત, અધ્યાત્મવાદ, ભારતીય તત્ત્વવિદ્યા, ઇતિહાસ વગેરેના ૩૦થી પણ વધુ ગ્રંથોનું Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org www.jainelibrary
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy