SearchBrowseAboutContactDonate
Page Preview
Page 716
Loading...
Download File
Download File
Page Text
________________ oછક ધન્ય ધરા (૭) ગુલઝારીલાલ નંદા • ‘પબ્લિક અફેર્સ” અંગે તેઓ ૧૯૯૧માં ‘પદ્મવિભૂષણ' થયેલા, આ જ ક્ષેત્રમાં તેઓ “ભારતરત્ન'થી સમ્માનિત થયેલા તેથી તેમનો પરિચય આ લેખમાં પ્રારંભમાં આપ્યો છે. (૮) ડો. ઇન્દપ્રસાદ ગોરધનભાઈ પટેલ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ ક્ષેત્રમાં પ્રદાન બદલ ૧૯૯૧માં “પદ્મવિભૂષણ'નું સમ્માન પામ્યા. (૯) ડો. વર્ગીસ કુરિયન સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ'માં પ્રદાન બદલ ૧૯૯૯માં પદ્મવિભૂષણ' થયા. ઈ.સ. ૧૯૮૦ના વર્ષનો “વિશ્વગુર્જરી ગૌરવ પુરસ્કાર” તેમને રાષ્ટ્રીય ડેરી ઉદ્યોગક્ષેત્રે શ્વેત ક્રાંતિના સર્જક તરીકે અનન્ય પ્રદાન બદલ અપાયો હતો. ડેરી ઉદ્યોગ દ્વારા તેમના નામે દર બે વર્ષે એવોર્ડ અપાય છે. ડેરી ઉદ્યોગના નિષ્ણાત તરીકે ભારતને ગણનાપાત્ર અને યશસ્વી સેવાઓ અર્પણ કરી ડેરી ઉદ્યોગ વિકાસ ક્ષેત્રે વિશ્વના નકશામાં ગુજરાતને ગૌરવભર્યું સ્થાન અપાવનાર ડૉ. વર્ગીસ કુરિયને સહકાર અને વિજ્ઞાન દ્વારા ગ્રામપ્રદેશમાં પરિવર્તન લાવવાના ઉમદા ધ્યેય અને સમર્પણનું દૃષ્ટાંત પૂરું પાડ્યું છે. રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડના વર્ષો સુધી અધ્યક્ષ રહ્યા. કેરાલાના મૂળ વતની એવા ડૉ. વર્ગીસે પોતાની કારકિર્દીનો પ્રારંભ ઈ.સ. ૧૯૪૯માં આણંદમાં નેશનલ ડેરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં ડેરી એન્જિનિયર તરીકે કર્યો હતો. ત્યારબાદ “અમૂલ'ના જનરલ મેનેજર બન્યા અને એ પછી તો ભારતના ડેરી ઉદ્યોગના ઝળહળતા સિતારા બની ગયા. લાખો કુટુંબોમાં દૂધઉદ્યોગ દ્વારા પૂરક રોજી ઊભી કરીને, પશુપાલન તથા ડેરી ઉદ્યોગને વૈજ્ઞાનિક સહકારી ઉદ્યોગ તરીકે વિકસાવીને દેશના ગરીબી નિવારણમાં અને ડેરી ઉદ્યોગના વિકાસમાં એક અગ્રેસરની ભૂમિકા ભજવીને “અમૂલ' દ્વારા આણંદ, ગુજરાત અને ભારતનું ગૌરવ વિશ્વભરમાં વધાર્યું છે. વિશ્વબેંક અને બીજી અનેક આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં ડૉ. કુરિયન માનના અધિકારી બન્યા. ફિલિપાઇન્સનો રેમન મેસેસે એવોર્ડ અને ભારત સરકારનો “પદ્મશ્રી', “પદ્મવિભૂષણ' ખિતાબ મેળવનાર ડો. કુરિયન “સવાયા ગુજરાતી' કહેવાયા! ભારતના ડેરી ઉદ્યોગમાં તેઓ “શ્વેત ક્રાંતિના જનક' કહેવાયા. તેમણે ૬૦ હજાર સહકારી ડેરી સ્થાપેલી. ઈ.સ. ૧૯૮૯માં “વર્લ્ડ ફૂડ પ્રાઇઝ મળેલું. સને-૨૦૦૬માં તેમની અલાહાબાદ યુનિ.ના કુલપતિપદે નિયુક્તિ થઈ હતી. આ જ વર્ષે એમણે “ઇરમાં’ના ચેરમેનપદેથી રાજીનામું આપેલું. તેમની આત્મકથા “મારું સ્વપ્ન” નામે સને૨૦૦૬માં વિમોચિત થયેલી. (૧૦) જસ્ટિસ (નિવૃત્ત) પ્રફુલચંદ્ર નટવરલાલ ભગવતી પબ્લિક અફેર્સમાં પ્રદાન બદલ ૨૦૦૭માં ‘પદ્મવિભૂષણ' થયા. “કાયદો અને ન્યાય' તેમનું કાર્યક્ષેત્ર રહ્યું છે. સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે તા. ૧૨-૭૧૯૮૫થી ૨૦-૨-૧૯૮૬ સુધી હતા. પદ્મભૂષણ' પુરસ્કારવિજેતા ગુજરાતીઓ ‘પદ્મવિભૂષણ' પછીના (ઊતરતા) ક્રમે “પદ્મભૂષણ' નાગરિક સમ્માન આવે છે, તે પ્રાપ્તકર્તાઓમાં (૧) શ્રી વી. એલ. મહેતા ૧૯૫૪માં “પબ્લિક અફેર્સ' અંગે તેમને “પદ્મભૂષણ સમ્માન પ્રાપ્ત થયેલું. તેઓ ગુજરાતના પહેલા “પદ્મભૂષણ’ હતા. પ્રજાસેવા, ખાદીપ્રચાર અને દેશના આર્થિક ઘડતરમાં યોગદાન આપનાર વૈકુંઠભાઈ મહેતા ભાવનગરના સપૂત હતા. (૨) હંસાબહેન જીવરાજ મહેતા તેઓ “સમાજસેવા” અંગે ૧૯૫૯માં “પદ્મભૂષણથી સમ્માનિત થયાં. તેમના પતિ જીવરાજ ના. મહેતા ગુજરાતના પહેલા મુખ્યમંત્રી હતા, સને ૧૯૭૨માં “પદ્મવિભૂષણ' થયા હતા. હંસાબહેન મહેતાનો જન્મ ૩ જુલાઈ, ૧૮૯૭ના રોજ સુરત ખાતે થયો હતો. ૧૯૩૦માં ટિળક સંવત્સરીએ સરઘસની આગેવાની લીધેલી. મુંબઈના પરદેશી કાપડના ભંડારો પર પિકેટિંગ કરેલું, ત્રણ માસની જેલસજા થયેલી. ૧૯૩૨માં સત્યાગ્રહને કારણે ૬ સપ્તાહની અને ૧૯૪૦માં વ્યક્તિગત સત્યાગ્રહમાં ભાગ લેવા બદલ ૫ મહિનાની જેલસજા થયેલી. સ્વાતંત્ર્યસંગ્રામમાં Jain Education Intemational Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy