SearchBrowseAboutContactDonate
Page Preview
Page 714
Loading...
Download File
Download File
Page Text
________________ toot (૨) દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર ૧૯૬૪માં ‘પદ્મવિભૂષણ'નું સમ્માન સાહિત્ય અને શિક્ષણમાં પ્રદાન બદલ મળેલું. જન્મ તા. ૧-૧૨-૧૮૮૫, જન્મસ્થળ-સતારા મહારાષ્ટ્ર, અવસાન તા. ૨૧-૮-૧૯૮૧, મૂળ મહારાષ્ટ્રના છતાં ગુજરાતી ભાષામાં વિશિષ્ટ પ્રદાન, અસાધારણ કાબૂ બદલ ‘સવાઈ ગુજરાતી'ના બિરુદથી અને ‘કાકાસાહેબ'ના વહાલસોયા નામે જાણીતા કાલેલકરજીનું ગુજરાતી ગદ્ય અનોખું હતું, તેમણે લખેલ નિબંધો ગુજરાતી સાહિત્યમાં માતબર લેખાય છે. આત્મકથનાત્મક ‘સ્મરણયાત્રા’ ઉપરાંત ‘ઓતરાદી દીવાલો’, જીવનનો આનંદ', ‘રખડવાનો આનંદ', ‘જીવનલીલા’, હિમાલયનો પ્રવાસ', ‘જીવનભારતી’, ‘પૂર્વરંગ’, ‘જીવનસંસ્કૃતિ', ‘જીવનચિંતન’, ‘જીવતા તહેવારો', ‘ગીતાધર્મ', ‘જીવનપ્રદીપ’, ‘કાલેલકરના લેખો' ભાગ ૧-૨, ‘લોકમાતા', ‘બ્રહ્મદેશનો પ્રવાસ' વગેરે તેમની કૃતિઓ છે. શિક્ષણમાં અને સ્વાતંત્ર્ય સંગ્રામમાં પણ તેમનું મહત્ત્વનું પ્રદાન રહ્યું. શિક્ષણ, સમાજ, ધર્મ, રાજકારણ, સાહિત્ય અને સંસ્કૃતિ વિશે ચિંતનાત્મક લેખો લખ્યા છે, જેના પર ગાંધી વિચારધારાથી પ્રભાવિત છલકતી રાષ્ટ્રભાવના જોઈ શકાય છે. પદ્ય-કાવ્યનું માધુર્ય તેમના ગદ્યમાં નીતરે છે ! આજીવન પ્રવાસી હતા તેથી ભારતની નદીઓ, સરોવરો, પર્વતો, ધોધ, સાગર વગેરેનાં પ્રકૃતિવર્ણનો પ્રાસાદિક શૈલીમાં તેમણે કર્યાં, જે વાચકને જકડી રાખે છે. પ્રખ્યાત શિક્ષણશાસ્ત્રી, સાહિત્યકાર, ગાંધીવાદી રચનાત્મક કાર્યકર, સમાજસેવક કાકાસાહેબ કાલેલકરે ૧૯૦૫માં ‘સ્વદેશી’નું વ્રત લીધેલું, ૧૯૧૫માં કોંગ્રેસમાં જોડાયેલા, ૧૯૨૦માં સત્યાગ્રહ આશ્રમમાં ગાંધીજી સાથે જોડાયા. ૧૯૨૦માં ‘ગૂજરાત વિદ્યાપીઠ'ની સ્થાપનામાં તથા સંચાલનમાં તેમણે ફાળો આપેલો, ૧૯૨૩માં ‘નવજીવન' સાપ્તાહિકના લખાણ માટે એક વર્ષની કારાવાસની સજા થયેલી, ૧૯૩૦ની ચળવળમાં ખેડા જિ.માંથી પકડાયા-૬ માસની સજા થયેલી. ૧૯૩૨-૩૩માં ફરી બે વાર જેલસજા થઈ. વર્ષા શિક્ષણ યોજના'માં પણ પ્રદાન રહ્યું. ૧૯૪૨માં વર્ષોમાંથી ધરપકડ થયેલી. ‘ગૂજરાત વિદ્યાપીઠ'ના ઉપકુલપતિ, બુનિયાદી શિક્ષાસંઘના અધ્યક્ષ અને મહાત્મા ગાંધી સ્મારક સંગ્રહાલયના સંચાલક તરીકે પણ કામગીરી બજાવી હતી. Jain Education International ધન્ય ધરા (૩) ડૉ. વિક્રમ અંબાલાલ સારાભાઈ ભારતના પ્રખ્યાત પરમાણુ વૈજ્ઞાનિક ડૉ. વિક્રમ સારાભાઈ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ'માં પ્રદાન બદલ ૧૯૭૨માં પદ્મવિભૂષણ'થી સમ્માનિત થયેલા. જન્મ અમદાવાદમાં તા. ૧૨-૮-૧૯૧૯ના રોજ તથા મૃત્યુ ૩૦-૧૨૧૯૭૧ના રોજ થયું હતું. ભારતને અવકાશયુગમાં પ્રવેશ અપાવનાર પ્રથમ કોટિના ભૌતિકશાસ્ત્રી ડૉ. વિક્રમ સારાભાઈ પરમાણુ ઊર્જા પંચ’ના અધ્યક્ષપદે રહ્યા હતા. થુમ્બા રોકેટ મથકની સ્થાપનાનો યશ તેમના ફાળે જાય છે. પોતાના ૫૨ વર્ષના ટૂંકા આયુષ્યમાં તેમણે અમદાવાદમાં ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી, અટીરા, ઇસરો તથા બીજી ૩૦ જેટલી સંસ્થાઓ સ્થાપેલી. અનેક સંશોધનસંસ્થાઓના પ્રણેતા ડૉ. વિક્રમ સારાભાઈએ ભારતને અવકાશી સંશોધન માટે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અપાવેલી. નૃત્યાંગના અને દર્પણ એકેડમી'ના સ્થાપક મૃણાલિની સાથે તેમનું લગ્ન થયેલું. (૪) ડૉ. જીવરાજ એન. મહેતા ‘પબ્લિક એફેર્સ'માં પ્રદાન બદલ ૧૯૭૨માં ‘પદ્મવિભૂષણ’ થયેલા. જન્મ ૨૯ ઓગષ્ટ, ૧૮૮૭માં લગભગ ૯૦ વર્ષની ઉંમરે તેમનું અવસાન થયેલું. ડૉ. મહેતા ૧૯૬૦માં ગુજરાતના પ્રથમ મુખ્યપ્રધાન બનેલા. લંડનમાં તેમણે ઇન્ડિયન એસોસિએશન'ની સ્થાપના કરેલી. ૧૯૧૪માં ગાંધીજી લંડનમાં પ્લુરસી’ની માંદગીમાં સપડાયેલા ત્યારે તેમની સેવા કરવાની તક ડૉ. મહેતાને સાંપડેલી, ગાંધીજીનો પ્રેમ તેમને પ્રાપ્ત થયો. સૌજન્યશીલ અને પ્રતિભાશાળી ડૉ. મહેતાએ ૧૯૧૨થી ૧૯૩૦ સુધી ગુજરાત અને મુંબઈની જાહેર સંસ્થાઓમાં સેવા આપી. ૧૯૨૧માં વડોદરા રાજ્યના મુખ્ય તબીબ બન્યા પછી મુંબઈની મેડિકલ કોલેજ તથા હોસ્પિટલમાં પણ સેવા બજાવેલી. ૧૯૩૦ની ચળવળમાં મુંબઈ શહેરની સંગ્રામ સમિતિના સભ્ય હતા, લડત સંચાલનમાં નોંધપાત્ર ફાળો આપ્યો, ધરપકડ થઈ, બે વર્ષની સજા ભોગવ્યા પછી પુનઃ કે. ઈ. હોસ્પિટલમાં ડીન તરીકે નિમાયા. ૧૯૪૨ની હિંદ છોડો' ચળવળમાં પોણા બે વર્ષની સજા થયેલી. સ્વરાજ પછી વડોદરાના દીવાનપદે રહ્યા. બાહોશ વહીવટકર્તા અને ‘રાજનીતિજ્ઞોમાં ‘સદ્ગૃહસ્થ' તરીકે જાણીતા થયા. ૧૯૪૯થી ’૫૧ સુધી મુંબઈ રાજ્યમાં તેઓ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy