SearchBrowseAboutContactDonate
Page Preview
Page 713
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ G૦૩ જે. આર. ડી. ટાટાને ૧૯૯૨માં “ભારતરત્ન'નું સમ્માન મળ્યું તે પહેલાં ‘પદ્મભૂષણ' સમ્માન પ્રાપ્ત થયેલું! તાતાનગર’ના શિલ્પી” તરીકે ભારતના આ મહાન અને મુખ્ય ઉદ્યોગપતિને એક રીતે દેશના પહેલા ભારતીય પાયલોટ' તરીકે ઓળખવામાં આવે છે, તેઓ ભારતીય હવાઈસેવાના સ્થાપક અને અનેક ઉદ્યોગોના માલિક હતા. તેમનું શિક્ષણ ભારત, ફ્રાંસ અને જાપાનમાં થયું હતું. તેમની સ્મૃતિમાં ટપાલટિકિટ બહાર પડી હતી. પદ્મવિભૂષણ'થી સમ્માનિત ગુજરાતીઓ ભારતરત્ન” પછીના ઊતરતા ક્રમે ‘પદ્મવિભૂષણ'નું સમ્માન આવે છે, તે પ્રાપ્તકર્તા ગુજરાતીઓ :– (૧) ગગનવિહારી મહેતા : ‘પબ્લિક અફેર્સ' અંગે તેમને ૧૯૫૯માં ‘પદ્મવિભૂષણ'નું સમ્માન પ્રાપ્ત થયું એ દૃષ્ટિએ ‘પદ્મવિભૂષણ' સમ્માન પ્રાપ્ત કરનાર તળ ગુજરાતના પહેલા ગુજરાતી ગણાય. ભૂતપૂર્વ ભાવનગર રાજ્યના પ્રખ્યાત દીવાન કુટુંબમાં એક તો ગગા ઓઝાના કુટુંબની અને બીજા “મહેતા' કુટુંબની ગણના થાય છે. આ મહેતા કુટુંબનો બૌદ્ધિક વારસો ગગનવિહારી મહેતાએ જાળવી રાખ્યો. તેમના પિતાશ્રી સર લલ્લુભાઈ શામળદાસ મહેતા એક ઉદ્યોગપતિ અને સહકારી પ્રવૃત્તિના અગ્રણી તરીકે જાણીતા થયેલા. શ્રી ગગનવિહારી પછીથી “જી. એલ. મહેતા'ના નામથી અત્યંત પ્રસિદ્ધ થયેલા. ગગનવિહારી લલુભાઈ મહેતાએ “ભાવનગરની સંસ્કારિતાની સૌરભ દેશવિદેશમાં પ્રસારી”—આવી નોંધ “ જિલ્લા સર્વસંગ્રહ : ભાવનગરમાં થયેલી છે. તે ખરેખર ઉચિત જ છે. એ એવા સંસ્કારપુરુષ હતા કે સંસ્કાર-સૌરભનો અમેરિકાને પણ પરિચય આપ્યો. તેમનું પુસ્તક “આકાશનાં પુષ્પો' આલાદક વિનોદસભર છે, તેમના હાસ્યલેખોમાં વિનોદની માર્મિકસૂઝ વર્તાઈ આવે છે. અંગ્રેજીમાં પણ તેમણે વિનોદપૂર્ણ લેખોનો સંગ્રહ “ફોમ ધ રોંગ એંગલ’– From the wrong Angle'—લખેલો. આ ઉપરાંત તેમણે “ધ કોનશ્યન્સ ઓફ એ નેશન ઓર સ્ટડીઝ ઇન ગાંધીઝમ', “પવર્સિટીઝ' ઉપરાંત “અન્ડરસ્ટેન્ડિંગ ઇન્ડિયા' વગેરે પુસ્તકો લખ્યાં છે. સંસ્કૃતિ' જેવાં ગુજરાતી સામયિકો ઉપરાંત અંગ્રેજી સામયિકોમાં તેઓ અવારનવાર લખતા. તેમનું લગ્ન સૌદામિનીબહેન સાથે થયેલું. આકર્ષક–પ્રભાવશાળી વ્યક્તિત્વ અને એવી જ અભિવ્યક્તિ ધરાવતા ગગનવિહારી મહેતા અંગે ગુજરાત ખરેખર ગૌરવ અનુભવી શકે! સપ્ટેમ્બર-૧૯૫૨માં તેમને અમેરિકા ખાતેના ભારતીય એલચી તરીકે નીમવામાં આવ્યા હતા. આ સ્થાને તેઓ મે, ૧૯૫૮ સુધી રહ્યા, તેમની વિદાયવેળાએ અમેરિકાની ત્રણ સંસ્થાઓએ “ઓનરરી ડિગ્રી’ આપેલી, જે તેમની લોકપ્રિયતા અને પ્રસિદ્ધિ દર્શાવે છે, ત્યારપછી તેઓ ભારતીય ઔદ્યોગિક શાખ અને રોકાણ નિગમ” (આઈ.સી.આઈ.સી.આઈ. લિમિટેડ), હિંદુસ્તાન શિપયાર્ડના અને નેશનલ શિપિંગ બોર્ડના ચેરમેનપદે રહ્યા હતા. ગગનવિહારી મહેતાનો જન્મ અમદાવાદ ખાતે સને ૧૯૦૦માં થયો હતો. તેમણે પોતાનું શિક્ષણ મુંબઈ યુનિ. અને જગપ્રસિદ્ધ સંસ્થા “લંડન સ્કૂલ ઑફ ઇકોનોમિક્સ'માં લીધું હતું. તદ્દન યુવાનવયે તેઓ ઈ.સ. ૧૯૨૩થી ૧૯૨૫ સુધી “બોમ્બે ક્રોનિકલ’ના મદદનીશ તંત્રી રહ્યા ત્યારબાદ ૨૨ વર્ષ સુધી સિંધિયા સ્ટીમ નેવિગેશન કું.માં સેવાઓ આપી, જેમાં મોટાભાગનો સમય આ કંપનીની કલકત્તા શાખાના મેનેજર તરીકેનો હતો. ઉદ્યોગ, ઔદ્યોગિક સંશોધનો, પરિષદો અને પ્રતિનિધિમંડળ સાથે જોડાયેલા રહેતા ગગનવિહારી મહેતા કલકત્તાની ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સના ૧૯૩૯-૪૦માં પ્રમુખ હતા, ૧૯૪૨-૪૩માં ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ હતા. આ સંસ્થાના પ્રતિનિધિ તરીકે તેમણે વિવિધ આંતરરાષ્ટ્રીય પરિષદોમાં ઉપસ્થિતિ આપવા વિદેશમાં ગયેલા વિવિધ ભારતીય પ્રતિનિધિમંડળોના સભ્ય તરીકે જોડાવાની તક તેમને અનેકવાર સાંપડેલી. - ભારતની બંધારણ સભાના (ઈ.સ. ૧૯૪૭ના જુલાઈથી ઓક્ટોબર સુધી) તેઓ સભ્ય હતા, ૧૯૪૭થી '૫૦ સુધી ભારતના ટેરિફ બોર્ડના પ્રમુખ, ૧૯૫૦થી '૫૨ સુધી આયોજનપંચના સભ્ય તરીકે અને ૧૯૫૨માં તેમણે ટેરિફ કમિશનના ચેરમેન તરીકે સેવાઓ આપી હતી. આમ અર્થશાસ્ત્ર, ઉદ્યોગોથી માંડીને મંત્રીપદ, બંધારણ, લેખન, વહાણવટા, સહકાર, આયોજન જેવી અનેક બાબતોમાં પારંગત રાજપુરુષ શ્રી ગગનવિહારી મહેતા વિહરી શકતા હતા અને એટલે જ ગુજરાતીઓમાં પહેલા ‘પદ્મ વિભૂષણ” થવાનું સદ્ભાગ્ય તેમને ૧૯૫૯માં સાંપડે એમાં તેમની યોગ્યતાનો જ પડઘો છે! Jain Education Intemational Education International For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy