SearchBrowseAboutContactDonate
Page Preview
Page 712
Loading...
Download File
Download File
Page Text
________________ ૦૨ સર્વોચ્ચપદનો અધિકાર જતો કરેલો! કેવી શિસ્ત! ભારતમાં કાશ્મીરનો રહ્યો સહ્યો ભાગ બચી ગયો તે તેમના કારણે. સરદાર પટેલના જીવનકાર્ય અંગે ગુજરાતીમાં ચલચિત્ર ઊતરેલું છે, જ્યારે ટપાલખાતાએ ટપાલિટિકટ બહાર પાડેલી છે. (૨) મોરારજી રણછોડજી દેસાઈ : અનાવિલ બ્રાહ્મણ જ્ઞાતિમાં ૨૯ ફેબ્રુઆરી, ૧૮૯૬માં ભદેલી (વલસાડ) ખાતે જન્મ. શિક્ષણ મુંબઈ ખાતે; બી.એ.માં પ્રથમ વર્ગ મેળવીને વાઇસરોયના કાર્યાલયમાં અધિકારી બન્યા. ૧૯૧૮થી ૧૯૩૦ સુધી મહેસૂલ વિભાગમાં નાયબ કલેક્ટર થયા.....પણ આવનારી આઝાદીના આગમનને પારખીને તેમણે તે જમાનાની અતિ ઉચ્ચ નોકરીને ઠોકર મારી. ૧૯૩૦માં મીઠા સત્યાગ્રહમાં ગાંધીજીની ધરપકડના વિરોધમાં અંગ્રેજ સરકારની નોકરીને તિલાંજલિ આપી આઝાદી જંગમાં ઝુકાવ્યું, ૪ મહિનાનો કારાવાસ થયો, ૧૯૩૨માં છ અઠવાડિયાની કારાવાસની સજા થઈ. બે વર્ષની કઠોર કારાવાસની સજા થઈ. ૧૯૪૦માં ૧૧ મહિના અટકાયત હેઠળ અને ૧૯૪૨માં ૩ વર્ષ અટકાયત હેઠળ રહેનાર મોરારજી દેસાઈ ૧૯૩૭થી '૩૯ના ગાળામાં મુંબઈ રાજ્ય વખતે મહેસૂલ, સહકાર મંત્રી થયા. ૧૯૪૬થી ’૫૧ મુંબઈ રાજ્યના ગૃહ, મહેસૂલમંત્રી અને ૧૯૫૧થી ’૫૬ના ગાળામાં મુંબઈ રાજ્યના મુખ્યમંત્રી થયા. ૧૯૫૬થી '૫૮ કેન્દ્રમાં વેપારમંત્રી અને ૧૯૫૮થી ૬૨ નાણાંમંત્રી તરીકે રહ્યા પણ જવાહરલાલ નહેરુના વખતમાં ‘કામરાજ યોજના' હેઠળ પદત્યાગ કર્યો. માર્ચ-૧૯૬૭થી ૧૯૬૯ નાયબ વડાપ્રધાન અને નાણાંપ્રધાન તરીકે રહ્યા. કોંગ્રેસના વિભાજન પછી જૂની (સંસ્થા) કોંગ્રેસના સંસદીય દળના નેતા થયા. વડાપ્રધાન ઇંદિરા ગાંધીએ જે ‘કટોકટી’ જાહેર કરી તેનો મોરારજીભાઈએ જબરો વિરોધ કર્યો. ૧૯ મહિના જેલવાસ ભોગવ્યો. વિરોધપક્ષોએ એક થઈ ચૂંટણીમાં ‘જનતાપક્ષ’રૂપે સત્તા હાંસલ કરી ત્યારે ૧૯૭૭થી ૧૯૭૯ સુધી મોરારજીભાઈ ભારતના પહેલા બિનકોંગ્રેસી વડાપ્રધાન થયા. એ યાદ રહે કે મોરારજીભાઈના વિરોધ છતાં મુંબઈ રાજ્યનું વિભાજન થયેલું. નહેરુજીના સમયમાં તેઓ નાણાંપ્રધાન હતા ત્યારે તેમણે સુવર્ણ નિયંત્રણ ધારો ઘડેલો, તેઓ બેંકોના રાષ્ટ્રીયકરણ અને રાજાઓનાં સાલિયાણાંનાબૂદીના વિરોધી હતા. મોરારજીભાઈ પહેલા ગુજરાતી હતા જે વડાપ્રધાન થયા હતા. પોતાના ૨૮ માસના ટૂંકા Jain Education International ધન્ય ધરા ગાળાના શાસનકાળમાં જીવનજરૂરી વસ્તુઓના ભાવો પર અંકુશ, ન્યાયતંત્ર અને અખબારી સ્વાતંત્ર્ય માટે મહત્ત્વનું કાર્ય કર્યું. વડાપ્રધાનપદ બચાવવા કોઈ કાવાદાવા કે સોદાબાજીનો આશરો ન લીધો. પ્રખર ગાંધીવાદી નેતા મોરારજીભાઈ નિર્ભિકતા, સાદગી, આખાબોલા વક્તવ્ય, દૃઢાગ્રહી, ગુજરાતના ‘સર્વોચ્ચ’ (નેતા) તરીકે જાણીતા હતા. પાકિસ્તાને પણ તેમને એવોર્ડ આપ્યો હતો. તેમનું અવસાન ૧૦ એપ્રિલ, ૧૯૯૫માં થયું. તેમની સમાધિ ‘અભટઘાટ’ નામે જાણીતી છે, જેને ‘રાષ્ટ્રીય સ્મારક’ તરીકે જાહેર કરાયેલ છે. તેમની સ્મૃતિમાં ટપાલિટિકેટ પણ બહાર પડી હતી. (૩) ગુલઝારીલાલ નંદા (જન્મ ૧૮૯૮માં) શિક્ષણ લાહોર, આગ્રા, અલ્હાબાદમાં થયું હતું. ૧૯૯૭માં ‘પબ્લિક અફેર્સ'માં પ્રદાન બદલ ‘ભારતરત્ન’ થયા. તે પૂર્વે આ જ ક્ષેત્રમાં ૧૯૯૧માં પદ્મવિભૂષણ’ થયા હતા. તેઓ તળ ગુજરાતના નહોતા, પરંતુ ગુજરાતમાં વસીને તથા પ્રજાપ્રતિનિધિ તરીકે સંસદમાં જઈને ગુજરાતી બની ગયેલા! ૧૯૩૭માં મુંબઈ વિધાનસભાના સભ્ય, ૧૯૪૮થી ૧૯૫૦ સુધી મુંબઈ રાજ્યના શ્રમમંત્રી; ૧૯૫૧માં કેન્દ્રીય યોજનામંત્રી, ૧૯૬૨થી ૧૯૬૬ કેન્દ્રીય ગૃહમંત્રી; ૧૯૭૦માં કેન્દ્રીય રેલ્વેમંત્રી થયેલા. ચુસ્ત ગાંધીવાદી મજૂર નેતા સ્વ. નંદાજી ભારતના બે વખત કાર્યકારી વડાપ્રધાન (તા. ૨૭-૫-૧૯૬૪થી ૩૦-૬૧૯૬૪ અને તા. ૧૧-૧-૧૯૬૬થી ૨૪-૧-૧૯૬૬) બનેલા. તેઓ પોતાની સાદગી, પ્રામાણિકતા અને ‘સદાચાર સમિતિ’ના સ્થાપક તરીકે જાણીતા હતા. નંદાજીનું અવસાન ૧૫ જાન્યુ, ૧૯૯૮ના રોજ થયું. વિખ્યાત શ્રમિકનેતાની સેવા-સાદગીની સુગંધ વર્ષો સુધી જળવાઈ રહેશે! (૪) જે. આર. ડી. તાતા ભારતનાં પારસીઓ એક દૃષ્ટિએ ગુજરાતી ગણાય, કારણ કે ઇરાનથી તેઓ ગુજરાતમાં આવ્યા અને આધુનિકકાળમાં તેઓ દેશના અન્ય ભાગમાં ફેલાયા......એ રીતે જે. આર. ડી. ટાટાને ‘ગુજરાતી’ ગણી શકાય! For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy