SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સરભ ભાગ-૨ મહાત્માએ કહ્યું હતું કે, આ બાળક જ્યારે મોટા સાધુ-સન્યાસી થશે ત્યારે તેઓ જ્યાં જશે ત્યાં એમની આગળ બેન્ડવાજાં વાગતાં હશે માટે બાળકનું નામ ટલસિંહ રાખશો, એટલે માતા-પિતાએ બાળકનું નામ ટલસિંહ રાખ્યું, પરંતુ લોકો માટે આવું નામ તદ્દન નવીન અને અપરિચિત હતું. પંજાબનાં લોકોમાંથી લશ્કરમાં- દળમાં જોડાનારા ઘણા હોય છે એટલે બાળકનું નામ ટલસિંહને બદલે દલસિંહ પ્રચલિત બની ગયું. જોકે આ નામ પણ વધુ સમય ચાલુ રહ્યું નહીં, કારણ કે માતાપિતા એક ગામ છોડીને બીજે ગામ રહેવા ગયાં. ત્યાં શેરીનાં છોકરાંઓએ ટલસિંહનું નામ બૂટાસિંહ કરી નાખ્યું. બૂટાસિંહને પોતાના બાળપણથી જ ખાવાપીવા વગેરેમાં કે બીજી આનંદપ્રમોદની વાતોમાં બહુ રસ પડતો નહોતો. એમને સાધુ-સન્યાસીઓની સોબતમાં અને ત્યાગ-વૈરાગ્યની વાતોમાં વધુ રસ પડતો હતો. દુલુઆ નાનું સરખું ગામ હતું. ત્યાં પ્રાથમિક શાળા પણ નહોતી એટલે બૂટાસિંહને શાળામાં અભ્યાસ કરવાની કોઈ તક મળી નહોતી. ગામમાં શીખ ધર્મનું મંદિર ગુરુદ્વારા હતું. બૂટાસિંહનાં માતા-પિતા શીખ ધર્મ પાળતાં હતાં અને ગુરુદ્વારામાં જતાં. બૂટાસિંહ જ્યારે આઠેક વર્ષના થયા ત્યારે એમના પિતાનું અવસાન થયું હતું. હવે કુટુંબમાં મા અને પુત્ર બે જ રહ્યાં હતાં. માતા પોતે જ્યારે ગુરુદ્વારામાં જતી ત્યારે તે સાથે નાના બાળક બૂટાસિંહને લઈ જતી. ગુરુદ્વારામાં નિયમિત જવાને કારણે માતાની સાથે બૂટાસિંહ પણ ધર્મપ્રવચન કરનાર ગ્રંથસાહેબ જે ધર્મોપદેશ આપતા તે સાંભળતા હતા. વળી બપોરે બૂટાસિંહ ગુરુદ્વારામાં જતાં. ત્યાં છોકરાઓને શીખોની ગુરુમુખી ભાષાલિપિ શીખવવામાં આવતી. આમ કરતાં કરતાં બૂટાસિંહને ગુરુમુખી ભાષા લખતાં-વાંચતાં આવડી ગઈ. શીખ ધર્મના ગ્રંથો જેવા કે, ગ્રંથસાહેબ’, ‘મુખમણિ', “જપુજી' વગેરે વાંચવાની તક પણ તેમને સાંપડી. વળી ગુરુદ્વારામાં પધારનાર સંતોનો પરિચય પણ થવા લાગ્યો. આમ રોજ નિયમિત ગુરુવાણીના શ્રવણ દ્વારા વધતા જતા ધર્માભ્યાસી બૂટાસિંહને ધર્મ પ્રત્યે રુચિ વધવા લાગી. સોળેક વર્ષની ઉંમર થઈ હશે ત્યારે એક દિવસ બૂટાસિંહે પોતાની માતાને કહ્યું, “મા! મારે લગ્ન કરીને ઘરસંસાર માંડવો નથી. મારે સાધુ થવુ છે.” એ સાંભળતાં જ માતાને સિદ્ધવચની બાબાએ કરેલી આગાહી સાચી પડતી લાગી. “બેટા, મારા જીવનનો તું જ એક માત્ર આધાર છે. તારા પિતાનો સ્વર્ગવાસ થયો છે. તારે બીજા કોઈ ભાઈબહેન નથી, એટલે તું ઘરની અંદર પણ સંન્યાસી તરીકે રહી શકે છે. તારો સ્વભાવ જોતાં હું તને લગ્ન કરવાનું ક્યારેય કહીશ નહીં. તારા માટે સિદ્ધવચની મહાત્માએ કરેલી આગાહી હું જાણું છું. તું સાધુ થશે એ વાત સાચી છે, પરંતુ ઘરમાં રહીને સાધુપણું પાળી શકે છે. એમ કરશે તો મને પણ સહારો રહેશે. તારે જો સાધુ થવું હોય તો મારા ગયા બાદ તું થજે.” બૂટાસિંહે કહ્યું, “માતાજી! ઘરમાં મારું જરા પણ મન લાગતું નથી. જીવનનો ભરોસો નથી. વળી પંજાબના ઇતિહાસમાં તો કેટલીય માતાઓએ ધર્મને ખાતર પોતાનાં સંતાનને અર્પણ કરી દીધાં હોય એવા દાખલા છે. માટે મને ઘર છોડીને જવાની આજ્ઞા આપો”. એ વખતે માતાજીએ કહ્યું, “બેટા, તું જો ઘર છોડીને જવા માટે મક્કમ હોય તો મારી તને આજ્ઞા છે”. માતાની આજ્ઞા મળતાં બૂટાસિંહે સરુની શોધ શરૂ કરી. જ્યાં ક્યાંયથી માહિતી મળતી તો તે સાધુ મહાત્માને મળવા માટે તેઓ દોડી જતા. એક દિવસ કોઈકની પાસે બૂટાસિંહે સાંભળ્યું કે મોઢે વસ્ત્રની પટ્ટી બાંધનારા જૈન સાધુઓમાં નાગરમલજી નામના એક સાધુ મહાત્મા ઘણી ઊંચી કોટિના છે. બૂટાસિંહે એમનો સંપર્ક સાધ્યો. સ્થાનકમાર્ગી એ જૈન સાધુ બાવીસ ટોળાંવાળા' તરીકે ઓળખાતા હતા. ત્યારે સાધુઓના સમુદાય માટે ‘ટોળાં' કે ‘ટોળી' શબ્દ વપરાતો અને સાધુ માટે ઋષિ. નાગરમલજીના પરિચયમાં આવતાંની સાથે એમના સરળ, નિર્દભ, ત્યાગી, સંયમી જીવનથી બૂટાસિંહ પ્રભાવિત થયા. વળી તેમનું પ્રવચન સાંભળતાં પણ બૂટાસિંહને ખાતરી થઈ કે આ સાધુ મહાત્મા વિદ્વાન છે, ત્યાગી છે, સંયમી છે અને સિદ્ધાંતોના જાણકાર છે. યુવાન, તેજસ્વી બૂટાસિંહની સંયમી રુચિ અને શાસ્ત્રજ્ઞાનની સાચી જિજ્ઞાસાનો ઋષિ નાગરમલજીને પણ પરિચય થયો. ઘરે આવીને પોતાની માતાને પણ નાગરમલજીની વાત કરી. એ સાંભળીને માતાજીએ એમને નાગરમલજી પાસે દીક્ષા લેવાની અનુમતિ આપી. ઋષિ નાગરમલજી તે સમયે પંજાબમાં વિચરતા અને મોટો સમદાય ધરાવતા સ્થાનકમાર્ગી મહાત્મા ઋષિ મુલકચંદજી મહારાજની ટોળીના સાધુ હતા. વિહાર કરતાં કરતાં તેઓ દિલ્હી પહોંચ્યા હતા. એમની પાસે દીક્ષા લેવા બૂટાસિંહ દિલહી ગયા. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy