SearchBrowseAboutContactDonate
Page Preview
Page 709
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સરભ ભાગ-૨ ૯૯ ધન્યધરાના પ્રતિનિધિઓ : ‘ભારતરત્ન'થી 'પદ્મશ્રી' પુરસ્કાપ્રાપ્ત આ મુશલીઓ.... પ્રા. બિપિનચંદ્ર ૨. ત્રિવેદી કોઈ પણ ઇનામ-અકરામ-ઇલકાબ-પુરસ્કાર કે પારિતોષિક જે-તે વ્યક્તિની સિદ્ધિને સલામ હોય છે. નાનું બાળક એકડો લખીને બતાવે કે મહાન સંગીતકાર એક પ્રહર એક રાગ ગાઈ સંભળાવે, છેલ્લે તેને પોતાના કર્તુત્વના સ્વીકારની અપેક્ષા રહે છે, એટલે ઈનામ-અકરામ કે હોદ્દો-પદવી માનવીની વિશેષતા, માનવીની આગવી સિદ્ધિ કે માનવીની અનોખી પ્રાપ્તિનો જે-તે સમાજે કરેલો સહર્ષ સ્વીકાર છે, સાદર અભિવાદન છે. સંસ્કૃતિનો ઇતિહાસ દર્શાવે છે કે માનવી સતત વિકાસશીલ રહ્યો છે. ડગલેડગલે કંઈક નવું કરવું એ એની ખાસિયત રહી છે. પરંપરાને આત્મસાત્ કરીને એ આગળ વધે છે. પરંપરાના ખભે બેસીને એ ક્ષિતિજો આંબવાના પ્રયોગ શરૂ કરે છે અને પ્રતિભા. પ્રેરણા અને પુરુષાર્થને સહારે એ પ્રયોગોમાં સફળતા પ્રાપ્ત કરે છે. ક્યારેક એ એક જ છલાંગ ક્ષિતિજની પાર પહોંચીને વિજયનાદ કરે છે, તો ક્યારેક કરોળિયાની જેમ વારંવાર ભોય પછડાય તો ય પોતાના પ્રયત્નો શરૂ રાખે છે અને લક્ષ્યસ્થાને પહોંચે છે. કોઈ પણ ક્ષેત્રમાં આ પ્રેરણા અને પુરુષાર્થ માનવીને સિદ્ધિના શિખરે પહોંચાડે છેપછી તે એકાદ કાવ્ય કે નાટકની રચના કરવાની હોય કે એવરેસ્ટ શિખર પર કદમ માંડવાનાં હોય, અહિંસક સત્યાગ્રહથી દેશને આઝાદ કરવાનો હોય કે પરમાણુ શોધીને માનવીય વ્યવહારોમાં એને સક્રિય કરવાનો હોય, સંશોધન અને સંપાદનની વૃત્તિથી માનવી પોતાના પુરુષાર્થને સતત ફળદાયી કરતો જ રહ્યો છે એટલે કોઈ ક્ષેત્રમાં માનવીની આગવી અને અનોખી સિદ્ધિ ભવિષ્યમાં માનવજાતને બહુ ઉપયોગી પુરવાર થતી હોય છે. આ સિદ્ધિને બિરદાવવી. એના પ્રત્યે અહોભાવ વ્યક્ત કરવો એ સૌની નૈતિક ફરજ બની રહે છે. જે પ્રજા આ સિદ્ધિ પ્રાપ્ત વ્યક્તિ પ્રત્યે આદરભાવ દર્શાવતી નથી તેનો વિકાસ અટકી જાય છે. માત્ર પરંપરાને વળગી રહીને બાપના અંધારા કૂવામાં પુરાઈ રહેનારી પ્રજા પ્રગતિના ઉજાસના પ્રદેશમાં પગ મૂકી શકતી નથી એટલે પ્રયોગ, સાહસ, પુરુષાર્થ, પ્રયત્ન વડે કોઈ પણ ક્ષેત્રે નવી દિશા ખોલી આપનાર વ્યક્તિનું સમાજે બહુમાન કરવું અનિવાર્ય બની રહે છે. એવું સમ્માન માનવજાત યુગેયુગે કરતી જ રહી છે. ળિમાં રાજાઓ ઋષિમુનિઓનો આદર કરતા, મધ્યકાળમાં સંતો મહંતો, વિજ્ઞાનીઓ, વિચારકો, સંશોધકો કે સર્જકોનાં જાહેર સમ્માનો થયાં છે. અર્વાચીનકાળમાં જુદી જુદી રાજ્યવ્યવસ્થા કે જુદી જુદી સમાજવ્યવસ્થા વચ્ચે સિદ્ધિ પ્રાપ્ત વ્યક્તિઓ જુદા જુદા સ્વરૂપે પોંખાતી રહે છે, એ તંદુરસ્ત સમાજની નિશાની છે. વિવિધ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy