SearchBrowseAboutContactDonate
Page Preview
Page 708
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૯૮ ધન્ય ધરા આપવાની સાથે ૧૨ ધોરણ સુધી ફરજિયાત અભ્યાસ કરાવવામાં આવે છે. અહીં તેમને બ્રેઇલ લિપિ પણ શીખવાય છે. અભ્યાસ ઉપરાંત અંધબહેનો સ્વાવલંબી બની શકે તે માટે ઘરકામ, રસોઈ વગેરે પણ શીખવવામાં આવે છે. મોતીકામ, સિલાઈકામ, લેમ્પની સિરીઝ બનાવવી, સ્વીચબોર્ડ, પ્લગ વગેરે લગાવવાં, ઇસ્ત્રી, હીટર વગેરે રિપેર કરવાં તેમજ ઇલેક્ટ્રિક સગડી બનાવવાનું પણ શીખવવામાં આવે છે. અહીં ઉછેર પામેલ દીકરીઓને યોગ્ય જીવનસાથી શોધી આપવામાં પણ મુક્તાબહેન અને પંકજભાઈ મદદરૂપ બને છે, એટલું જ નહીં પરંતુ દીકરીઓનાં લગ્ન પછીના પ્રસંગોએ પણ પિયરપક્ષ તરીકેની જવાબદારીઓ અદા કરે છે. ચાર પ્રજ્ઞાચક્ષુ બહેનોથી શરૂ કરેલી તેમની સંસ્થામાં હવે ૧૨૦થી વધુ પ્રજ્ઞાચક્ષુ બહેનો છે. તેમના આવા કાર્ય બદલ આ દંપતીને સરકારે સમ્માન અને એવોર્ડ આપેલ છે. મુક્તાબહેનને ૨૦૦૩માં ઉપરાષ્ટ્રપતિ ભૈરોસિંહ શેખાવતના હસ્તે-“માતા જીજાબાઈ સ્ત્રીશક્તિ એવોર્ડ' એનાયત થયો છે. આવું સમ્માન મેળવનાર ભારતભરની પાંચ મહિલાઓમાં મુક્તાબહેન એક માત્ર ગુજરાતી હતાં. કૌટુમ્બિક સમસ્યાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. આ સંસ્થા દ્વારા હાલમાં ભાવનગર, અમરેલી, મહુવા, દાહોદ- પંચમહાલનાં ૧૨૫ ગામડાનાં લગભગ ૩ લાખ લોકોને માટે વિકાસલક્ષી કાર્યો કરવામાં આવે છે. લોકોને સ્વયં પોતાના પ્રશ્નો પ્રત્યે જાગૃત કરી ઉકેલ લાવતાં કરવાં તે આ સંસ્થાની કાર્યશૈલી છે. આ માટે ગામનાં લોકોની જુદી જુદી સમિતિઓ બનાવવામાં આવી છે, જેમકે સ્ત્રી- પુરુષ સંગઠન સમિતિ, બચત સમિતિ, આરોગ્ય સમિતિ, ન્યાય સમિતિ, કુદરતી આફતનિવરણ સમિતિ વગેરે. આ સમિતિઓને ઉત્થાન'ની ટીમ માર્ગદર્શન આપે છે અને જરૂર જણાય ત્યાં મદદ પૂરી પાડે છે. લોકોને ઓછા વ્યાજે બેંક પાસેથી લોન અપાવવી, ટેલિફોનબુથ શરૂ કરાવવું, ટપક સિંચાઈનો લાભ લેતાં કરવાં, વન્યપેદાશના વિકાસ માટે, માછીમારી માટે માર્ગદર્શન આપવું વગેરે કામો આ સંસ્થા કરે છે. બહેનોમાં આરોગ્ય, સ્વચ્છતા, મહિલાઓના અધિકારો કે ઘરેલુ હિંસા જેવા મુદ્દાઓ અંગે જાગૃતિ લાવવાનું કામ “ઉત્થાન' કરે છે. નફિસાબહેને જાણીતા નાટ્યકાર શ્રી રાજુ બારોટ સાથે લગ્ન કરીને હિંદુ-મુસ્લિમ ઐક્યનું સુંદર દૃષ્ટાંત પૂરું પાડ્યું છે. અકસ્માત નડવાથી વહીલચેરમાં ફરવું પડતું હોવા છતાં નફિસાબહેનનું કામ ચાલુ જ રહ્યું છે. પ્રજ્ઞાચક્ષુ મુક્તાબહેન આંખનાં રતન ગુમાવ્યાં છતાં અંદરનું ઓજસ અને શ્રદ્ધા ગુમાવ્યા વિના સેવા કરનાર મુક્તાબહેન પટેલ મૂળે અમરેલી જિલ્લાના આંકડિયા ગામનાં છે. સાત વર્ષની વયે મેનિનજાઇટિસના, રોગમાં તેમણે આંખો ગુમાવી. પરંતુ હિંમત હાર્યા વિના અભ્યાસ ચાલુ રાખી ટીચર્સ ટ્રેનિંગ ડિપ્લોમા મેળવ્યો. પ્રજ્ઞાચક્ષુ માટેની વિશિષ્ટ તાલીમ તેમણે મુંબઈ અને દિલ્હી જઈને મેળવી. પોતે પ્રજ્ઞાચક્ષુ હોવાથી આંખ ગુમાવનાર અન્ય બહેનોની મુશ્કેલીઓ તેઓ સહેલાઈથી સમજી શક્યાં. ત્યારથી જ અંધ બહેનો માટે સેવાકાર્ય કરવાનું જીવનધ્યેય નિશ્ચિત થઈ ગયું. તેઓ અમરેલી જિલ્લા અંધજન પ્રગતિ મંડળમાં જોડાયાં. અહીં પ્રજ્ઞાચક્ષુ પંકજભાઈ ડગલીના પરિચયમાં આવ્યાં. બંનેના વિચારો અને માર્ગ એક જ હોવાથી લગ્નબંધનથી જોડાયાં. ૧૯૯૬માં સુરેન્દ્રનગરમાં મહિલા સેવાકુંજ સ્થાપીને તેમણે સેવાકાર્ય શરૂ કર્યું. પ્રજ્ઞાચક્ષુ બહેનોને કૌટુમ્બિક વાતાવરણ ને હૂંફ જૈન શિલ્પકૃતિ Jain Education International Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org For Private & Pera
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy