SearchBrowseAboutContactDonate
Page Preview
Page 705
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ દ૯૫ તથા ડૉ. નવનીતભાઈ ફોજદારનો સહયોગ મળ્યો. આદિવાસીઓના સર્વાગી ઉત્થાન માટે રાહત દરે નાજ, વગર વ્યાજે લોન, રાહત દરે ખાદી-ધાબળા વગેરેનું વિતરણ, નળિયાં- વિતરણ, કૂવા બનાવવા, મફત દાક્તરી સારવાર, ચરખા તથા વણાટકામ દ્વારા રોજગારી, પ્રૌઢશિક્ષણ, આંગણવાડીઓ, બાલવાડીઓ, પ્રાથમિક શાળા, છાત્રાલય વગેરે અનેકવિધ પ્રવૃત્તિઓ શરૂ કરી. આ ઉપરાંત નશાબંધી, વ્યસનમુક્તિ, ખેતસુધાર, મહિલા જાગૃતિ દ્વારા લોકશિક્ષણ પણ થાય છે. આ બધી પ્રવૃત્તિઓ માટે તેમને લાખો રૂપિયાનાં દાનો મળ્યાં. તેનો અણિશુદ્ધ હિસાબ રાખી ગરીબોને સુવિધા આપી. તેમના આ કાર્યમાં પણ ઘણી મુશ્કેલીઓ આવી. સૌથી વધુ તો કાન્તાબહેન દેહમાં આવી પડેલા અનેક રોગો સામે ઝઝૂમ્યાં. આખરે તા. ૨૩-૫-૨૦૦૦ના રોજ તેમનું અવસાન થયું. બંને બહેનોની જોડી ખંડિત થઈ. આ બંને બહેનોનું જીવન, નિષ્કામ કર્મયોગ કેવી રીતે જીવન-સાધનામાં પરિવર્તિત થઈ જાય તેનું દૃષ્ટાંત પૂરું પાડે છે. ઇલાબહેન ભટ્ટ (૧૯૩૪) અમદાવાદની “સેવા સંસ્થાથી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવનાર ઇલાબહેનનો જન્મ તા. ૭-૯-૧૯૩૩ના રોજ થયો. બી.એ., એલ.એલ.બી. સુધીનો અભ્યાસ કર્યો. ૧૯૫૬માં ગાંધીયન અર્થશાસ્ત્રનાં પ્રાધ્યાપક રમેશભાઈ ભટ્ટ સાથે લગ્નગ્રંથિથી જોડાયાં. મજૂર મહાજન સંઘમાં જોડાઈ મજૂરબહેનોનો વિભાગ ઇલાબહેને સંભાળ્યો ત્યારે શ્રમજીવી બહેનોની વાસ્તવિક સમસ્યાઓનો પરિચય થયો. આ અસંગઠિત, શ્રમજીવી મહિલાઓનું શોષણ કુટુંબથી માંડી દરેક તહક્ક થતું માલૂમ પડ્યું. આ સમસ્યાનો ઉકેલરૂપે ૧૯૭૧માં ઇલાબહેને સ્વાશ્રયી મહિલાઓનું સંગઠન ઊભું કર્યું. Self Employed Women's Association-SEWA એવું નામ અપાયું. હાથલારી ખેંચતી, બીડી વાળતી, શાકભાજી વેચતી, સિલાઈકામ કરતી કે મજૂરી કરતી આ શ્રમજીવી સ્ત્રીઓ “કામદાર'ની વ્યાખ્યામાં નહોતી આવતી. તેથી તેમના સંગઠનને માન્યતા નહોતી મળતી. ઇલાબહેને સંઘર્ષ કરી તે મેળવી. શરૂઆતમાં “સેવા” મજૂર મહાજન સંઘની પાંખરૂપે હતી, પરંતુ પાછળથી–૧૯૮૧માં તે સ્વતંત્ર સંસ્થા થઈ. ઇલાબહેને ૧૯૯૬ સુધી તેના પ્રધાનમંત્રીપદે રહી માર્ગદર્શન આપ્યું. આ સંસ્થાએ અનેક શાખા પ્રવૃત્તિઓ વિકસાવીશ્રમજીવી બહેનોનાં યુનિયનો, સહકારી મંડળીઓ, ‘સેવા’ બેંક, “સેવા’ આરોગ્ય સમિતિ, “સેવા અકાદમી વગેરે પૂર્ણ રોજગાર અને સ્વાવલંબન તે “સેવા'નું મુખ્ય ધ્યેય છે. “સેવા'ના સ્પર્શે અનેક અભણ ને મજૂર ગણાતી બહેનોના આત્મતેજને નિખાર્યું છે. સંગઠિત બહેનોનાં શક્તિકરણનું તે ઉત્તમ ઉદાહરણ છે. આ શ્રમજીવી બહેનોએ અનેક સિદ્ધિઓ મેળવી બતાવી છે. તેઓ મંડળીઓનું સંચાલન સંભાળે છે. વિશ્વ મહિલા પરિષદમાં ભાગ લે છે. વિડિયોની તાલીમ બાંગ્લાદેશની સ્ત્રીઓને આપવા જાય છે. આંતરરાષ્ટ્રીય ફોરમમાં વ્યાખ્યાન પણ આપે છે! બહેનોની આ શક્તિનું પ્રગટીકરણ ઇલાબહેનને આભારી છે. ૧૯૭૪માં સ્થપાયેલ બહેનોની “સેવા’ બેન્કે ૧૫ કરોડની મૂડી ઊભી કરી છે, જેમાં ૭૦,૦૦૦ બહેનોનાં ખાતાં છે અને ૬૦,૦૦૦ જેટલી બહેનોએ ધીરાણ લીધું છે. આ બેન્કમાં ૯૫% વસૂલાત આવે છે. ઇલાબહેનને આ બધું ઊભું કરવામાં દરેક તબક્કે સંઘર્ષ કરવો પડ્યો, પરંતુ તેમની સફળતાથી પ્રેરાઈને અન્ય દેશોની બહેનોના સાથમાં ૧૯૮૦માં “વિશ્વ મહિલા બેંક’ સ્થાપવામાં આવી, જેના ચેરપર્સન ઇલાબહેન છે. ઇલાબહેન અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલાં રહ્યાં છે. રાજ્યસભાના સભ્ય તરીકે, પ્લાનિંગ કમિશનનાં સભ્ય તરીકે, સ્ત્રીઓ માટેના નેશનલ કમિશનનાં અધ્યક્ષ તરીકે તેમણે કામગીરી બજાવી છે. ઉપરાંત અનેક આંતરરાષ્ટ્રીય સમિતિનાં સભ્ય છે, જેમકે જિનિવાની વિમેન્સ વર્લ્ડ સમિટ ફાઉન્ડેશનનાં સભ્ય છે, ન્યૂયોર્કની ઇન્ટરનેશનલ કોએલિશન ઑફ વિમેન એન્ડ ક્રેડિટનાં અધ્યક્ષ છે. ગ્લોબલ કમિશન ઑફ વિમેનનાં પણ સભ્ય છે. તેમણે સ્વાશ્રયી બહેનોમાં જે સંગઠન અને જાગૃતિ આણ્યાં છે તે માટે તેમને અનેક રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય એવોર્ડઝ મળ્યા છે. ૧૯૭૭માં રેમન મેસેસે એવોર્ડ, ૧૯૮૨માં સુસાન બી. એન્થની એવોર્ડ, ૧૯૮૪માં રાઇટ લાઇબ્લીહૂડ એવોર્ડ, ૧૯૯૦માં વિમેન ઇન ક્રિએશન એવોર્ડ મળ્યા છે. ભારત સરકારે તેમને પદ્મશ્રી' (૧૯૮૫) અને “પદ્મભૂષણ' (૧૯૮૬)થી સમ્માનિત કર્યા. ગુજરાતમાં તેમને ‘ગુર્જરરત્ન” અને “વિશ્વગુર્જરી' એવોર્ડ અપાયા છે. અમેરિકાની હેવરફોર્ડ કોલેજ અને ટેમ્પલ યુનિવર્સિટીએ “ડૉક્ટર ઓફ હ્યુમેનિટીઝ'ની માનદ્ ડિગ્રી આપી છે, તો એસ.એન.ડી.ટી. યુનિવર્સિટી અને એમ. એસ. યુનિવર્સિટી તરફથી ડિ.લિટ.ની માનદ્ ડિગ્રી પ્રદાન થયેલી છે. Jain Education Intemational Education Intermational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy