SearchBrowseAboutContactDonate
Page Preview
Page 704
Loading...
Download File
Download File
Page Text
________________ ser આજીવન અપરિણિત રહી, અનન્ય નિષ્ઠા, હિંમત અને સૂઝ સાથે અનેક દુર્ભાગી સ્ત્રીઓના જીવનમાં પ્રકાશ આણનાર અરુણાબહેનનું અવસાન તા. ૧૬-૨-૨૦૦૭ના રોજ થયું. કાલિન્દીબહેન કાજી (૧૯૨૮-૨૦૦૫) જાહેરાત કે પ્રસિદ્ધિ વિના લગભગ ૪ દાયકાથી વધુ સમય સુધી અપંગો અને વિકલાંગોની વિવિધ રીતે સેવા કરનારાં કાલિન્દીબહેનનો જન્મ વિસનગરમાં તા. ૩૦-૯-૧૯૨૮ના રોજ થયો હતો. પિતા અને મોટી બહેનો ડૉક્ટર હતાં, પરંતુ તેમણે વડોદરામાંથી ફિલોસોફી સાથે બી. એ. કર્યું. વડોદરાનાં કનિષ્કભાઈ કાજી સાથે ૧૯૫૧માં તેમનાં લગ્ન થયાં. થોડો સમય મુંબઈમાં રહ્યા બાદ અમદાવાદમાં સ્થાયી થયાં. અમદાવાદમાં સુનંદાબહેન વહોરા અને કનુભાઈ મહેતાએ સાથે મળીને ૧૯૫૮માં ‘અપંગ માનવમંડળ' સ્થાપ્યું. કાલિન્દીબહેન તેમાં જોડાયાં અને મૃત્યુપર્યંત અપંગો અને વિકલાંગોની સહાય અને સેવા કરતાં રહ્યાં. તેમના આ મંડળે અપંગોને સ્વનિર્ભર અને આત્મવિશ્વાસુ બનાવ્યાં. અપંગોએ બનાવેલા સદ્ભાવના સંદેશા કાર્ડ જથ્થાબંધ છપાવીને મોટા ઉદ્યોગગૃહોમાં પોતે જઈને ઓર્ડર લઈ આવતાં. સંસ્થામાં તાલીમ લઈ સ્વગૃહે જનાર અપંગ બહેનોને સિલાઈ સંચો આપવામાં આવતો. તેમને માનવતાનો પોકાર ભૂજ સુધી લઈ ગયો. ભૂકંપથી પીડિત ઈજાગ્રસ્તો માટે તેમણે ફિઝિયોથેરાપી સેન્ટર શરૂ કરાવ્યું. બીજે પણ–મોરબી, લીંબડી અને સુરેન્દ્રનગરમાં પણ આવાં કેન્દ્રો શરૂ કરવામાં આવ્યાં. સુનંદાબહેન વહોરા અને કનુભાઈનાં સાથ સહકારથી તેમણે વસ્ત્રાપુરમાં પ્રાથમિક શાળા, ડ્રાઇવ-ઇન રોડ પર કન્યા છાત્રાલય અને બાળલકવાનાં બાળકો માટે ડે-કેર સેંટર શરૂ કરાવ્યાં. કન્યા છાત્રાલય શરૂ કરવામાં તેમણે નોંધપાત્ર પ્રદાન કર્યું. વિકલાંગ કન્યાઓની જરૂરિયાતને ધ્યાનમાં લઈને હોમસાયન્સ અને સોફ્ટ ટોયઝના વર્ગો શરૂ કર્યા હતા. વિકલાંગ બાળકો માટે પિડિયાટ્રિક સેન્ટર, સ્પીચ થેરાપી સેન્ટર, ફેશન ડિઝાઇન એન્ડ ગાર્મેન્ટ મેકિંગ સેન્ટર વગેરે શરૂ કરવામાં તેમણે મહત્ત્વનો ફાળો આપ્યો. વિકલાંગ અને ગરીબ બહેનોને માટે દાક્તરી સહાય કરવી, તેમનાં લગ્ન કરાવી આપવાં, વિકલાંગ બાળકોનું શિક્ષણ અને પુનઃસ્થાપન કરવું વગેરે તેમના જીવનનું ધ્યેય બની ગયું. Jain Education International ધન્ય ધરા ૧૯૯૪થી તેઓ પોતે લ્યુકેમિયાના શિકાર બન્યાં હતાં, છતાં અન્યની સેવામાં તેમણે પોતાનું જીવન ખર્યું. લગભગ ૪૪ વર્ષ સુધી અપંગમંડળનો વહીવટ તેમણે કુશળતાપૂર્વક ચલાવ્યો. તા. ૩૧-૧-૨૦૦૫ના રોજ તેમનું અવસાન થયું ત્યારે અનેક અપંગો બાળકો-કિશોર-કિશોરીઓએ પોતાની માતા ગુમાવી હોય તેવો આઘાત અનુભવ્યો. ચન્દ્રકાન્તાબહેન-હરવિલાસબહેન (૧૯૩૦-૨૦૦૦) સ્ત્રીઓ સમાજસેવાને જીવનનું મિશન બનાવી, તે મુજબ જીવનને ઢાળે તેવી ઘટના ગાંધી-વિનોબાના વિચાર-સંસ્કારને કારણે આકાર લેવા લાગી તેનું દૃષ્ટાંત કાન્તાબહેનહરવિલાસબહેન છે. બંને બહેનો મુંબઈનાં રહેવાસી, બંનેનો ઉછેર અલગ અલગ રીતે થયો. કાન્તાબહેન જન્મથી (૧૯૩૦) અભાવ અને અન્યાયનાં અનેક દુઃખદ ઘા વેઠીને પોતાના આત્મતેજને અજવાળે ટકી રહેલાં. તેમની એ કથા જેટલી કરુણ છે તેટલી જ આત્મબળ પ્રેરનારી છે. ૧૨-૧૩ વર્ષની વયે લગ્ન અને એક જ વર્ષમાં વૈધવ્ય આવ્યું. ત્યાર પછી પ્રતિબંધોમાં ઉમેરો થયો. ચોમેરથી ગૂંગળાવતી પરિસ્થિતિમાંથી રસ્તો કાઢવા ઘર છોડ્યું. હોસ્ટેલમાં રહી નોકરી અને અભ્યાસ ચાલુ રાખ્યો. અવિરત અને અથાક પરિશ્રમ કરી બી. એ., બી. ટી. થયાં. આ દરમ્યાન તેમને હરવિલાસબહેન સાથે પરિચય થયો. અહીંથી ઊંડી મૈત્રીનાં બીજ રોપાયાં. અભ્યાસ અને નોકરીના સહવાસથી અનાયાસ અને સહજ હાર્દિક એકત્વ સર્જાયું. બંનેની જીવનયાત્રા સાથે જ ચાલી. બંને વિનોબાના ભૂદાનકાર્યક્રમમાં ૧૯૫૭થી જોડાયાં. તે સાથે જીવનનો એક નવો જ વળાંક આવ્યો. ભૂદાનઆંદોલન નિમિત્તે દેશના જુદા જુદા ભાગોમાં પદયાત્રાઓ કરી. ‘સ્વ'ને બદલે ‘સર્વ’ના વિચારથી દિશાઓ વ્યાપક બની. વિનોબાજીએ બંને બહેનોનાં નામો જોડીને એક નામ આપ્યું–‘હરિશ્ચંદ્ર'. ત્યારથી બંને બહેનો આ નામથી ઓળખાવાં લાગ્યાં. વિનોબાજીનાં આદેશને અનુસરીને તેઓ ૧૯૭૦માં ગુજરાતનાં અત્યંત અભાવગ્રસ્ત એવા ધરમપુરના આદિવાસીવિસ્તાર પિંડવળમાં જઈને બેઠાં. અહીં તમામ પ્રાથમિક જરૂરિયાતોના અભાવમાં સેવાયજ્ઞ શરૂ કર્યો. ગરીબ આદિવાસીઓને અન્ન, વસ્ત્ર, આવાસ, આરોગ્ય, શિક્ષણ મળી રહે તે માટે કાર્યો ઉપાડ્યાં. તેમને કાંતિભાઈ શાહ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy