SearchBrowseAboutContactDonate
Page Preview
Page 703
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ સેવાભાવી જોડીએ ભાલના નપાણિયા અને પછાત વિસ્તારમાં સેવાયજ્ઞની ધૂણી ધખાવી. કાશીબહેને નર્સિંગની તાલિમ લીધી. અભ્યાસ દરમ્યાન જ ખાદી, સાદગી અને આહાર-વિહારમાં સંયમ અપનાવ્યાં. શરૂઆતમાં સાણંદ, વિરમગામ અને ધોળકામાં સેવા કરી, ત્યારબાદ ભાલ નળકાંઠા વિસ્તારમાં આવેલ શિયાળબેટને તેમણે પોતાનું કેન્દ્ર બનાવ્યો. સંતબાલજી અને રવિશંકર મહારાજના આશીર્વાદથી પિતા છોટુભાઈ સાથે જ્યારે શિયાળમાં આવીને રહ્યા ત્યારે પાણી, બળતણ, રહેઠાણ વગેરે તમામની મુશ્કેલીઓ હતી અને પૈસાનો અભાવ હતો, પરંતુ શ્રમ, સાદાઈ અને ત્યાગનાં બળે આ મુશ્કેલીઓ પાર કરી. ૧૯૪૬માં તેમણે અહીં ‘વિશ્વમંગલ ઔષધાલય' સ્થાપ્યું. દવાની પેટી અને સફાઈકામથી ગ્રામસેવાનો પિતા-પુત્રીએ આરંભ કર્યો. આરોગ્ય અને ચિકિત્સાની પ્રાથમિક સુવિધાના પણ અભાવવાળા આ પ્રદેશમાં કાશીબહેને અસંખ્ય પ્રસૂતાબહેનોની સેવા કરી. વાહનવ્યવહારનાં સાધનો તો હતાં નહીં. તે સમયે ઘોડા કે ઊંટ ઉપર બેસીને, ધોમધખતા તાપમાં કે અંધારી રાતે, વરસાદ હોય કે કીચડ પણ જ્યારે કોઈ બોલાવે કે તુરત જ કોઈપણ મુશ્કેલી વેઠીને પહોંચી જવાનો નિયમ તેમણે રાખેલો. ગરીબ અને વીસરાયેલાં તેમજ પછાત લોકોમાં પહોંચીને તેમણે જે માનવતાયુક્ત સેવા કરી છે તેને માટે તેમને યોગ્ય રીતે ‘ગુજરાતનાં મધર ટેરેસા' કહી શકાય. આરોગ્યની સાથે અન્ય પ્રશ્નો જોડાયેલા હોય છે. તેનો ઉપાય શોધતાં ખેતપેદાશના પોષણક્ષમ ભાવ મળે તે જરૂરી જણાયું. તે માટે ખેડૂતમંડળ, ધીરાણ મંડળ, હાટ, સ્વચ્છતા અને શિક્ષણ બધું જરૂરી લાગ્યું. આથી ધીમે ધીમે આ પ્રકારની સર્વાંગી સેવા શરૂ કરી. આ બધું કરવામાં અનેક મુશ્કેલીઓ અને અગ્નિપરીક્ષાઓ આવી પરંતુ કાશીબહેન તેમની અડગ શ્રદ્ધા, તપ અને સેવાભાવનાના બળે તે પાર કરી ગયાં. લગભગ ૨૮ વર્ષ સુધી શિયાળમાં રહીને અહીંનાં લોકોનાં જીવનપરિવર્તનમાં પોતાના જીવનને ખપાવી દીધું. તે સિવાય જ્યાં જ્યાં દુષ્કાળ કે રેલ જેવી કુદરતી આફતો હોય ત્યાં તેઓ દોડી જતાં. આમ નિર્મોહી બનીને, સાધ્વી જેવું જીવન ગાળી તેમણે નિર્વ્યાજ સેવા આપી. તેઓ નપાણિયા મુલકનાં અનેક ગામડાંઓનાં લોકો માટે વિસામારૂપ બન્યાં. Jain Education International ૯૩ અરુણાબહેન દેસાઈ (૧૯૨૪-૨૦૦૭) સૌરાષ્ટ્રની સ્ત્રીઉદ્ધારની પ્રવૃત્તિમાં જે ગણ્યાં-ગાઠ્યાં નામો મોખરે છે તેમાંનું એક નામ અરુણાબહેન દેસાઈનું છે. વ્યક્તિનો વ્યાપ વધે ત્યારે તે વ્યક્તિ મટી એક સંસ્થા બની જાય. તેવું જ અરુણાબહેનનું હતું. વઢવાણની વિકાસ વિદ્યાલય સંસ્થા સહિત પચીસ જેટલી વિવિધ સંસ્થાઓનાં તેઓ સ્થાપક, પાલક અને માર્ગદર્શક બન્યાં હતાં. અરુણાબહેનનો જન્મ તા. ૧૩-૫-૧૯૨૪ના રોજ જૂનાગઢના પ્રસિદ્ધ નાગર શંકરપ્રસાદને ત્યાં થયો. નાનપણમાં માતાનું મૃત્યુ થતાં ફોઈબા પુષ્પાબહેન મહેતાએ તેમને ઉછેર્યાં અને ભણાવ્યાં. પુષ્પાબહેન જેવાં અગ્રણી મહિલાસુધારકનો વારસો તેમણે બરાબર ઝીલ્યો અને તેમનું સ્ત્રીઉદ્ધારનું કાર્ય તેમણે ઉપાડી લીધું. પુષ્પાબહેને વઢવાણમાં વિકાસ વિદ્યાલયની શરૂઆત કરીને તેની બધી જવાબદારી યુવાન અરુણાબહેનને સોંપી દીધી. ઝાલાવાડનો આ વિસ્તાર પછાત અને રૂઢિચુસ્ત. તેમાં સ્ત્રીઓ માટે કામ કરવું તે કસોટીરૂપ હતું. અરુણાબહેને અનાથ, ત્યક્તા અને નિરાધાર સ્ત્રીઓને આશ્રય આપવાનું શરૂ કર્યું. તેમને શિક્ષિત અને સ્વાશ્રયી બનાવવા કમ્મર કસી. કોઈ સ્ત્રીને અત્યાચારમાંથી છોડાવવા જાય ત્યારે પુરુષોનો સામનો કરવો પડે, સંસ્થા ઉપર હુમલા થાય વગેરે અનેક મુશ્કેલીઓ સામે તેઓ હિંમતભેર ઝઝૂમ્યાં. સમયની સાથે સંસ્થાનો વિવિધ દિશામાં વિકાસ થવા લાગ્યો. શાળાઓ, અધ્યાપન તાલીમમંદિર, ચિત્રકળા વર્ગ સીવણકળા વર્ગ, આંગણવાડીઓ, ગ્રામોદ્યોગ, મુદ્રણશાળાઓ, મહિલા આર્ટ્સ કોલેજ વગેરે અનેક સંસ્થાઓ વિકસી. તે બધા દ્વારા હજારો સ્ત્રીઓનાં અંધકારમય જીવનમાં અજવાળું પ્રગટ્યું છે. શિક્ષણ અને સ્વાશ્રયની વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા આશરે ૩ લાખ વ્યક્તિઓનાં જીવન પાંગર્યાં છે. તેમનાં આવાં સેવાકાર્યો બદલ તેમને અનેક સમ્માનો મળ્યાં છે. જેની સંખ્યા ૨૫થી વધુ થવા જાય છે. ૨૦૦૦ના વર્ષમાં, તેમને રૂા. ૩ લાખનો દિવાળીબહેન મહેતા એવોર્ડ એનાયત થયો હતો. સેવાકાર્યની સાથે તેમણે લેખનપ્રવૃત્તિ પણ શરૂ કરી હતી. સંસ્થાનું ‘વિદ્યાલય' નામનું સામયિક તેમણે શરૂ કર્યું હતું. ‘ફૂલછાબ'માં ‘સંસારને સીમાડેથી' શીર્ષક નીચે સ્ત્રીજીવનની સમસ્યાઓને વાચા આપી હતી. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy