SearchBrowseAboutContactDonate
Page Preview
Page 697
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૬૮૦ બનવા માટે ગયાં પરંતુ વાઢકાપ કરવાનું પસંદ ન પડ્યું તેથી અભ્યાસ છોડી દેશમાં આવી ગયાં. અનસૂયાબહેન હવે સામાજિક કાર્યો કરવા ઉત્સુક બન્યાં. શરૂઆત કરી અમરપુરા વિસ્તારનાં મજૂરોનાં બાળકો માટે શાળા સ્થાપીને. અહીં કામ કરવાથી તેમને મજૂરોની વાસ્તવિક પરિસ્થિતિનો પરિચય થયો. ધીમે ધીમે તેઓ મજૂરોમાં “દીનદુઃખિયાનાં બેલી' તરીકે ઓળખાવાં લાગ્યાં. ૧૯૧૭માં મજૂરોએ તેમની મજૂરીમાં નજીવો સુધારો માગ્યો, જે માલિકોએ મંજૂર ન રાખ્યો ત્યારે તેમને ન્યાય અપાવવા અનસૂયાબહેને નેતૃત્વ લીધું. તેમના માર્ગદર્શન નીચે મજૂરોએ પહેલી જ વખત હડતાલ પાડી અને ન્યાય મેળવ્યો. ૧૯૧૮ની મજૂરોની લડતમાં અનસૂયાબહેન મજૂરોના પક્ષે અને તેમના ભાઈ અંબાલાલભાઈ માલિકોના પક્ષે સામસામે આવ્યાં–છતાં તેમનો પરસ્પર સ્નેહ ક્યારેય ઓછો ન થયો. ગાંધીજીએ આ લડતમાં માર્ગદર્શન આપીને ધર્મયુદ્ધનું સ્વરૂપ આપ્યું. આખરે બંને પક્ષો વચ્ચે સમાધાન થયું. ૧૯૨૦માં મજૂર મહાજન સંઘની સ્થાપના થઈ ત્યારથી આજીવન–બાવન વર્ષ સુધી તેઓ પ્રમુખ રહ્યાં. સત્ય, અહિંસા અને સર્વોદયની ભાવના સાથે તેનું સંચાલન કરીને તેમણે મજૂરોને ઉન્નતિને માર્ગે વાળ્યા, તેમનામાં જાગૃતિ આવી. તેમણે મજૂરવિસ્તારમાં બાલમંદિરો, પ્રાથમિક શાળાઓ, કન્યાગૃહો વગેરે શરૂ કર્યા. મજૂરોનાં કામના કલાકો ઘટાડવા તથા પગારમાં વધારો કરવા માટે તેમણે સફળ ઝુંબેશ ચલાવી. દલિત, પીડિત અને મજૂરવર્ગનાં ભાઈબહેનો માટે તેઓ “માતા”નું સ્થાન પામ્યાં હતાં. તા. ૧૧-૯-૧૯૭૨ના રોજ તેમનું અવસાન થયું. મીદુબહેન પિટીટ (૧૮૯૨-૧૯૭૩) ગાંધીજીના પ્રભાવથી અનેક વ્યક્તિઓનાં જીવન અને દિશા બદલાઈ ગયાં. તેનું એક ઉદાહરણ “માયજી' એટલે કે મીઠબહેન પિટીટ છે. મુંબઈમાં શ્રીમંત પારસી કુટુંબમાં ૧૧-૪- ૧૮૯૨ના રોજ તેમનો જન્મ થયો. ઉછેર ઘણો લાડકોડથી થયો. મુંબઈની કોન્વેન્ટ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. પિટીટ કુટુંબ ગાંધીજીનાં પરિચયમાં હતું જ, પરંતુ જ્યારે તેઓ દક્ષિણ આફ્રિકાથી સ્વદેશ પાછા ફર્યા ત્યારે પરિચય ગાઢ બનતો ગયો. મીઠુબહેન પર ગાંધીવિચારનો પ્રભાવ ઝડપથી પડવા લાગ્યો. ઠાઠમાઠના અને વિલાયતી વસ્ત્રોના સ્થાને સાદગી અને ખાદીએ સ્થાન લીધું. ખાદી પ્રચારમાં તેમણે ઉત્સાહભેર કામ કર્યું. ધીમે ધીમે લોકકાર્યો પણ શરૂ થયાં. રાહતકાર્યોમાં ભાગ લીધો. બારડોલીથી સત્યાગ્રહમાં તેમણે ભાગ લેવાનું નક્કી કર્યું ત્યારે તેમના પિતાએ વિરોધ કર્યો પરંતુ મીઠુબહેન માન્યાં નહીં ત્યારે પિતાએ તેમની અઢળક મિલકતમાંથી મીઠુબહેનને બાકાત કર્યાં. મીઠુબહેને તે વારસો જતો કર્યો પરંતુ દેશસેવા ન જ છોડી. ૧૯૩૦માં તેમણે મરોલીને પોતાનું કાર્યક્ષેત્ર બનાવી “કસ્તુરબા વણાટશાળાની સ્થાપના કરી. ખાદી, શિક્ષણ, મોચીકામ, દુગ્ધાલય અને દવાખાનાની વિવિધ પ્રવૃત્તિઓ શરૂ કરી. તેમની સાથે કલ્યાણજીભાઈ મહેતા પણ જોડાયા. તેઓ ‘કાકા’ન અને મીઠુબહેન “માયજી'નાં વહાલસોયાં નામોથી જાણીતાં થયાં. આ આશ્રમનાં ખાતમુહૂર્ત પ્રસંગે ગાંધીજીએ મીઠબહેનને પૂછેલું કે-“મારે હાથે પાયો નખાવો છો તેની જવાબદારી સમજો છો?” ત્યારે જવાબમાં મીઠુબહેને કહેલું કે-“હા, હું અહીં જ દટાવાની છું.” આ શબ્દો તેમણે પાળી બતાવ્યા. અનેક પ્રકારની મુશ્કેલીઓ વચ્ચે તેઓ અહીં અડગ રહ્યાં. મરોલીનો એ વડલો સુરત, ભરૂચ અને વલસાડ જિલ્લામાં વિસ્તૃત બન્યો. આશ્રમશાળા, કુમાર છાત્રાલય, કન્યા છાત્રાલય, ઉત્તર બુનિયાદી આશ્રમશાળા, સાર્વજનિક દવાખાના, માનસિક ચિકિત્સાલય, ખાદી વણાટ કેન્દ્ર, બહેનોમાં સીવણવર્ગો, બાલવાડીઓ વગેરે પ્રવૃત્તિઓથી આ વિસ્તાર ધબકી ઊઠ્યો. કાકાસાહેબ લખે છે-“મરોલીનાં કામમાં મીઠુબહેન દટાઈ ગયાં અને તે જ ક્ષણે તેઓ માયજી બન્યાં. આસપાસનાં આદિવાસીઓમાં જે કેળવણી ફેલાઈ છે, એમનામાં આત્મવિશ્વાસ અને બાહોશી આવ્યાં છે તે બધું માયજીના પ્રતાપે જ છે. ખરેખર માયજી મીઠુબહેન ભારતમાતાનાં જ એક પ્રતીક છે અને દુનિયાની નારીજાતિમાં એક ચળકતું રત્ન છે.” તા. ૧૭-૭-૧૯૭૩ના રોજ મરોલી આશ્રમમાં જ તેમનું અવસાન થયું. હંસાબહેન મહેતા (૧૮૯૭–૧૯૯૫) શિક્ષણનાં ઉચ્ચ સોપાનો સર કરી, માત્ર રાષ્ટ્રીય જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પોતાનું પ્રદાન નોંધાવનાર હંસાબહેન મહેતાનો જન્મ તા. ૩-૭-૧૮૯૭માં સુરતના શિક્ષિત અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy