SearchBrowseAboutContactDonate
Page Preview
Page 696
Loading...
Download File
Download File
Page Text
________________ ser લેખિકા બહેનનો ટૂંકો પરિચય જોઈએ ઃ—નામ રશ્મિબહેન ત્રિભુવનભાઈ વ્યાસ, જન્મ ૯-૬-૧૯૪૬. એમ.એ. પીએચ. ડી. સુધીનું ઉચ્ચ શિક્ષણ. ‘૧૯મી સદીના ગુજરાતમાં સ્વામિનારાયણ સંપ્રદાયનું સાંસ્કૃતિક પ્રદાન’ એ એમના પીએચ.ડી.નો વિષય હતો. ઉપરાંત પોસ્ટ ડૉક્ટરેટ રિસર્ચમાં ગાંધીવાદી શૈક્ષણિક સંસ્થાઓ અને સામાજિક, આર્થિક જાગરૂકતા’, ‘ગ્રામ દક્ષિણામૂર્તિ આંબલા અને લોકભારતી-એક અધ્યયન'. હાલમાં ૧૯૬૬થી રાજકોટની માતુશ્રી વીરબાઈમા મહિલા આર્ટસ કોલેજમાં ઇતિહાસનાં વ્યાખ્યાતા તરીકે સેવા આપી રહ્યાં છે. વાચન, પ્રવાસ, સંશોધન, સંગીત એમના શોખના વિષયો છે. ધન્યવાદ. ———સંપાદક વિદ્યાબહેન નીલકંઠ (૧૮૭૬–૧૯૫૮) ૧૯મી સદીનો ઉત્તરાર્ધ એટલે ભારતીય નવજાગરણનો કાળ. શિક્ષણ, સમાજ અને ધર્મસુધારણાનો આ યુગ હતો. તેનું સંતાન એટલે વિદ્યાબહેન નીલકંઠ, ગુજરાતનાં પહેલાં સ્ત્રીગ્રેજ્યુએટ તરીકે વિદ્યાબહેન તથા તેમનાં બહેન શારદાબહેનનાં નામો જાણીતાં છે. વિદ્યાબહેનનો જન્મ ૧ જૂન ૧૮૭૬માં થયેલો. ગુજરાતનાં જાણીતા સુધારક ભોળાનાથ દિવેટિયાનાં તેઓ દોહિત્રી થાય. બીજી બાજુ તેમનાં લગ્ન એવા જ સુધારક આગેવાન મહિપતરામ રૂપરામ નીલકંઠનાં પુત્ર રમણભાઈ નીલકંઠ સાથે થવાથી સમાજસેવાની બે ધારાઓ જાણે કે વિદ્યાબહેનમાં એકત્રિત છે! લગ્ન સમયે ઉંમર ૧૩ વર્ષની અને અભ્યાસ ચાલુ હતો. ત્યાંથી તેઓ ગ્રેજ્યુએટ થવા સુધી પહોંચ્યા. હિંદુ સમાજના પતનનું મુખ્ય કારણ સ્ત્રીઓની અવદશા અને અજ્ઞાન હતાં તેમ તે સમયે સૌને લાગતું હતું. તેથી સ્ત્રીશિક્ષણ એ પાયાનું કામ હતું. વિદ્યાબહેને ગુજરાતમાં અર્વાચીન પદ્ધતિની સ્ત્રીકેળવણીનો પાયો નાખ્યો. અમદાવાદની મગનભાઈ કન્યાશાળા, રણછોડલાલ કન્યાશાળા અને દિવાળીબાઈ કન્યાશાળા–એ ત્રણેયનાં તેઓ મંત્રી હતાં. ૧૯૩૦નાં સત્યાગ્રહ પછી નવી મ્યુનિસિપલ ગર્લ્સ હાઇસ્કૂલ શરૂ થઈ તેના તેઓ પ્રથમ પ્રિન્સિપાલ બન્યાં હતાં. તેમણે ઘણાં વર્ષો સુધી કર્વે કોલેજ લાભશંકર ઉમિયાશંકર મહિલા પાઠશાળામાં માનદ્ શિક્ષક તરીકે સેવાઓ આપી હતી. એસ. એન. ડી. ટી. યુનિવર્સિટી સાથે પણ તેઓ સંકળાયેલાં હતા. આમ સ્ત્રીશિક્ષણનો પ્રચાર તેમણે વિવિધ રીતે કર્યો. અમદાવાદના સુધારકો ભોળાનાથ દિવેટિયા, મહિપતરામ વગેરેએ બાળવિધવા લગ્નને ઉત્તેજન આપ્યું હતું. વિદ્યાબહેને આ કામ ચાલુ રાખ્યું હતું. તેમણે આંતરજ્ઞાતીય લગ્નો કરનારને પણ ધન્ય ધરા Jain Education International મદદ કરી હતી. તેમણે અનેક વિધવાઓનાં આંસુ લૂછ્યાં હતાં. ‘મહિપતરામ રૂપરામ અનાથાશ્રમ' તેમજ પ્રાર્થનાસમાજનું સંચાલન તેમણે વર્ષો સુધી સંભાળ્યું હતું. સેંકડો અનાથ બાળકો પર પોતાનું વાત્સલ્ય વહાવ્યું હતું. મધ્યમવર્ગની સ્ત્રીઓ બહાર નીકળી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરી શકે તે માટે તેમણે ‘મહિલા મંડળ' શરૂ કર્યું હતું. બુદ્ધિવાદી, તેજસ્વી અને પાશ્ચાત્ય શિક્ષણ મેળવ્યું હોવા છતાં વિદ્યાબહેન નમ્ર, નિરાભિમાની અને સાદાં હતાં, સામાન્ય લોકો સાથે પણ સહજતાથી ભળી જતાં. ગાંધીજીએ યથાર્થ જ કહ્યું હતું કે ‘વિદ્યાબહેન સ્ત્રીઓનાં ભૂષણ છે.” ૧૯૫૮માં તેમનું અવસાન થયું. અનસૂયાબહેન સારાભાઈ (૧૮૮૫–૧૯૭૨) પોતાથી વયમાં નાનાં હોવા છતાં ગાંધીજી જેમને પત્રમાં ‘પૂજ્ય’નું સંબોધન કરતા તે અનસૂયાબહેન સારાભાઈનું નામ ગુજરાતમાં મજૂર સંઘની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ છે. વિધિની વિચિત્રતા એ કહી શકાય કે ઉદ્યોગપતિ-માલિક પરિવારનાં પુત્રી મજૂરોનાં હક્કો અને હિતો જાળવવા મેદાને પડ્યાં હતાં. અનસૂયાબહેનનો જન્મ તા. ૧૧-૧૧-૧૮૮૫ના રોજ થયો હતો. તેમના પિતા સારાભાઈ અમદાવાદની જાણીતી કેલિકો મિલના માલિક અને પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ હતા. અનસૂયાબહેનનાં નાનપણમાં જ માતાપિતા બંનેનું અવસાન થયું. ૧૨૧૩ વર્ષની ઉંમરે તેમનાં લગ્ન થયાં પરંતુ ચિત્ત સંસારમાં ચોટતું ન હતું. તેઓ વધુ ને વધુ ધર્મસાધના તરફ ઢળતાં ગયાં, ત્યાં સુધી કે તેઓ જૈનધર્મની દીક્ષા લેવા તૈયાર થઈ ગયાં, પરંતુ વિધિએ તેમના માટે જુદું જ કાર્યક્ષેત્ર નિર્માણ કર્યું હતું. તેઓ ગાંધીજીના સંપર્કમાં આવ્યાં. શરૂઆતમાં તેઓ વિલાયત ડૉક્ટર For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy