SearchBrowseAboutContactDonate
Page Preview
Page 695
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૬૮૫ સમાજસેવા સમર્પિત મહિલાઓ –શ્રી રશ્મિબહેન ટી. વ્યાસ ૧૯મી સદી ભારતમાં બૌદ્ધિક જાગૃતિની સદી ગણાય છે. રાજા રામમોહનરાયથી સામાજિક સુધારણાનો દોર શરૂ થયો. ગાંધીયુગ દરમ્યાન સામાજિક જાગૃતિ વ્યાપક બની, તેના પરિણામ સ્વરૂપે અનેક મહિલાઓએ વિવિધ પ્રકારે-શક્તિને ક્ષમતા પ્રમાણે સમાજસેવા દ્વારા નવો ઇતિહાસ સર્જ્યો છે, નારી ઇતિહાસની દૃષ્ટિએ પણ સ્ત્રીઓનું આ કાર્ય નોંધનીય છે. ગુણવંતી ગુજરાતની વિવિધક્ષેત્રની કીર્તિમંત નારીઓ ઃ રાણકદેવી, મીનળદેવી (સિદ્ધરાજ જયસિંહનાં માતા), જસમા ઓડણ, સાંખ્યદર્શનના આદિ આચાર્ય કપિલના માતા દેવહૂતિજી, (સિદ્ધપુર), અવધૂત શિરોમણિ દત્તાત્રેયનાં માતા અનસૂયાજી (નર્મદા પર આશ્રમ), પ. પૂ. રંગ અવધૂતના માતા રમાબા (નારેશ્વર), પૂજ્ય કસ્તૂરબા, મણિબહેન પટેલ, ભક્તિબા (દરબાર ગોપાળદાસનાં પત્ની), પૂજ્યશ્રી સર્વેશ્વરી મા, પૂજ્ય શ્રી ગીતાભારતીજી વગેરે. પ્રત્યેક મહાપુરુષોની ઝળહળતી સિદ્ધિની પૃષ્ઠભૂમિમાં તપસ્વીની જેમ મૌનપણે પતિનાં પગલે પગલે દીપજ્યોતિ પ્રગટાવતી મહિમાવંત મહિલાઓનું શાંત સમર્પણ હજાર હજાર વંદનાઓની અધિકારી છે, ગુજરાતના શિક્ષણજગતના દીપસ્તંભ નાનાભાઈ ભટ્ટને કોણ ન જાણે? પણ પૂજ્યચરણ અજવાળીબાનું પવિત્ર નામસ્મરણ ન કરીએ તો નાનાભાઈનું તર્પણ અધૂરું રહે. આવાં ધન્યચરિત્રો ગણ્યા ગણાય નહીં તેટલાં છે. માત્ર પાછળ રહીને પતિના કીર્તિમાનના ધ્વજદંડ સમી મહિલાઓ ઉપરાંત સતી સ્ત્રીઓ, મહાપુરુષોની જન્મદાત્રીઓ અને વિવિધ ક્ષેત્રોની અગ્રગણ્યા સ્ત્રીઓ-માતાઓકલાવિધાત્રીઓ આપણા અર્થની અધિકારિણી છે. વિશ્વનિયંતા પોતાનું વિભૂતિ તત્ત્વ અનંતરૂપે વહેંચે છે, જેના દ્વારા સૃષ્ટિનાં સત્કાર્યો સતત થયા કરે છે. તે કંઈ દરેક વખતે પોતે જ ચતુર્ભુજ સ્વરૂપ ધારણ નથી કરતો, પરંતુ એવી વ્યક્તિઓને પ્રેરે છે જે તેનાં ઇચ્છિત કાર્યો કરે. આવાં સત્કાર્યો કરનારી કેટલીક બહેનોનો પરિચય અહીં પ્રસ્તુત છે. એવી કેટલીક પ્રતિભાશાળી નારીઓ ઘર-કુટુંબથી વિસ્તાર સાધીને સમાજના કોઈ ક્ષેત્રમાં પદાર્પણ કરે છે ત્યારે તેની કુશળતાને મોકળું મેદાન મળે છે. સમાજની આબાલવૃદ્ધ વ્યક્તિની સેવા કરવામાં એ પૃથ્વી જેવી ક્ષમતા ધારણ કરે છે. પછી તે શિક્ષણનું ક્ષેત્ર હોય કે આરોગ્યધામનું ક્ષેત્ર હોય, સામાજિક સંસ્કારોના સંવર્ધનનું ક્ષેત્ર હોય કે રાષ્ટ્રીય ઉદ્ધારના આંદોલનનું ક્ષેત્ર હોય, પણ નારી એ સુકાન સંભાળે છે ત્યારે તે તે પ્રવૃત્તિને સાંગોપાંગ પાર ઉતારે છે એની ઇતિહાસનાં અસંખ્ય દૃષ્ટાંતો સાક્ષી પૂરે છે. એનું એક કારણ એ પણ છે કે મહિલાનું નાનું કે મોટું કામ બદલાની ઇચ્છા વગરનું હોય છે, એટલે સેવા સાથે સમર્પણનો ભાવ ભળેલો હોય છે. આવી નિર્ચાજ સેવા વડે અગણિત મહિલાઓ સમાજમાં અમર બની રહી છે. આ સેવાભાવી નારીરત્નોના પરિચયો કંડારતાં લેખિકાબહેન પોતે લખે છે કે “આ સૌના પરોક્ષ પરિચયોથી “મારો હંસલો ગંગાજીમાં નાહ્યો અને ધન્ય બની રહેવાની અનુભૂતિ અનુભવ છું”. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy