SearchBrowseAboutContactDonate
Page Preview
Page 693
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સેંરભ ભાગ- ૨ ૬૮૩ સાહિત્યથી પરિચિત છે. લેખક પિતાશ્રી ગુણવંતરાય આચાર્ય એ પુત્રીમાં રહેલી સર્જનકળા પૂરી રીતે વિકસવા દીધી છે. હસમુખા, મિલનસાર સ્વભાવનાં ઇલાબહેન વ્યવસાયે અધ્યાપક છે. ૧૯૬૬થી લેખનની શરૂઆત કરી વિપુલ સાહિત્ય સર્જન કર્યું છે. તેમની નવલકથાઓમાં ‘વસંત છલકે’, ‘બત્રીસ પૂતળીની વેદના', શબને નામ નથી હોતું, “આવતીકાલનો સૂરજ', ‘ત્રિકોણની ત્રણ રેખાઓ' મુખ્ય છે. “એક સિગરેટ, એક ધૂપસળી’ અને ‘વિયેના વૂડું' એમના વાર્તાસંગ્રહો છે. થિયેટર, લેખન સાથે સક્રિય રીતે સંકળાયેલાં ઇલાબહેન સાંપ્રત સમયનાં લોકપ્રિય લેખકોમાંનાં એક છે. વષ મહેન્દ્રભાઈ અડાલજા (જન્મ : ૧૯૪૦) જાણીતા લેખક, પત્રકાર શ્રી ગુણવંતરાય આચાર્યનાં સુપુત્રી જન્મથી જ સાહિત્યકલાના વાતાવરણમાં ઊછર્યા છે. આજે લેખનજગતમાં આગવું સ્થાન ધરાવતાં વર્ષા અડાલજા પિતાશ્રીના લેખનનાં પ્રશંસક હોવા ઉપરાંત પી. જી. વુડહાઉસ, મુન્શી, મેઘાણી, ટાગોર, વી. સી. ખાંડેકર, શરદબાબુ વગેરે એમના પ્રિય લેખકો છે. એમ. એ. સુધી અભ્યાસ ઉપરાંત નાટ્યશાસ્ત્ર અને વિડિયો પ્રોડક્શનમાં ડિપ્લોમા મેળવ્યો છે. થિએટર, ટી.વી. ક્ષેત્રે પણ લેખિકા તરીકે નામના મેળવી છે. તેમનાં પુસ્તકોની સૂચિ : બિલીપત્રનું ચોથું પાન ૧૯૯૪ નાટક : તિમિરના પડછાયા ૧૯૭૬ આ છે કારાગાર ૧૯૮૬ નિબંધ : પૃથ્વીતીર્થ ૧૯૯૪ લઘુનવલ : ખરી પડેલો ટહુકો ૧૯૮૩ પારિતોષકો : અવાજનો આકાર (નવલકથા) ૧૯૭૫ ‘એ' (વાર્તા સંગ્રહ) ૧૯૭૯ ગાંઠ છૂટ્યાની વેળા (નવલકથા) ૧૯૮૦ ગુજરાત સાહિત્ય અકાદમી મારે પણ એક ઘર હોય (લઘુ નવલ) ૧૯૮૮ ગુજરાત સાહિત્ય પરિષદ આતશ (નવલકથા) ૧૯૭૫ સોવિયેટ નેહરુલેન્ડ એવોર્ડ અણસાર (નવલકથા) ૧૯૯૨ કેન્દ્રીય સાહિત્ય અકાદમી, દિલ્હી હિમાંશી શેલત (જન્મ : ૧૯૪૭) ગુજરાતી સાહિત્યકારોમાં અગત્યનું સ્થાન ધરાવતાં હિમાંશી શેલત એક સંવેદનશીલ લેખિકા, સ્વતંત્ર રીતે કામ કરતાં સમાજસેવિકા, પીડિત-નિરાધાર-સ્ત્રીઓ-બાળકો માટે વાત્સલ્યમૂર્તિ સમાં સ્ત્રીરત્ન છે. ૮-૧-૪૭માં સુરતમાં ગાંધીવાદી કુટુંબમાં જન્મેલાં હિમાંશીબહેન એમ. ટી. બી. આર્ટ્સ કોલેજમાં અંગ્રેજીનાં અધ્યાપક બન્યાં. હાલ સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ (૧૯૯૪થી) અબ્રામા (વલસાડ) રહે છે. સાહિત્યિક, સામાજિક પ્રવૃત્તિ થઈ શકે માટે “અતિશય સલામત અને સુંવાળી નોકરી’ છોડી મેજૂરનાં બાળકો, સ્ત્રીઓ, નંદીગ્રામની શિબિરો અનેક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેતા હિમાંશીબહેન પ્રાણીમાત્ર માટે કરુણા ધરાવે છે. પાળેલાં પશુઓ પ્રત્યેની ક્રૂરતા, પક્ષીઓની વેદના, ઘાયલ પશુ-પક્ષીની સારવાર–એ બધુ હોંશથી કરે છે. શ્વાન' એમના કુટુંબનો સભ્ય છે. સામાજિક કાર્યોમાં કોઈ સંસ્થા સાથે નવલકથા : શ્રાવણ તારાં સરવડાં ૧૯૬૮ તિમિરના પડછાયા ૧૯૬૯ રેતપંખી ૧૯૭૪ પગલાં ૧૯૮૩ બંદીવાન ૧૯૮૬ એની સુગંધ ૧૯૮૭ માટીનું ઘર ૧૯૯૧ વાર્તા સંગ્રહ : સાંજને ઊંબર ૧૯૮૩ એંધાણી ૧૯૮૯ વ. અડાલજાની શ્રેષ્ઠ વાર્તાઓ Jain Education Intemational Education International For Private & Personal use only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy