SearchBrowseAboutContactDonate
Page Preview
Page 692
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮૨ ધન્ય ધરા બોલ્યાં .....જે વાંચવાથી મન પ્રફુલ્લિત થાય, જ્ઞાનના સીમાડા વિસ્તરે, વૃત્તિઓ ઊર્ધ્વગામી બને, સૌંદર્યદૃષ્ટિ ખીલે અને અનુકંપા તથા સહાનુભૂતિ જાગે તેને હું સાચું સાહિત્ય ગણું...” (પ્રમુખનું ભાષણ–૨૦૦૩). બાળ-સાહિત્ય, ટૂંકી વાર્તા, નવલકથા ક્ષેત્રે પોતાની આગવી શૈલીમાં પ્રદાન કરનારાં ધીરુબહેન અત્યાર સુધીમાં પરિષદ પ્રમુખ તરીકે સ્થાન શોભાવનારાં બીજાં મહિલા છે. પ્રથમ મહિલા પ્રમુખનું ગૌરવ વિદ્યાગૌરી નીલકંઠને જાય છે. ધીરુબહેનને ૧૯૯૬માં દર્શક એવોર્ડ, નંદશંકર સુવર્ણચંદ્રક ૧૯૯૬માં, ક. મા. મુન્શી સુવર્ણચંદ્રક ૧૯૯૩માં, ૧૯૮૦માં રણજિતરામ સુવર્ણચંદ્રક તથા ૧૯૮૧માં સંસ્કારચંદ્રકથી નવાજવામાં આવેલાં છે. એમને ગુજરાત સાહિત્ય અકાદમી તથા ગુજરાતી સાહિત્ય-તરફથી પારિતોષિક મળ્યાં છે ? કૃતિ ૧) વડવાનલ ૧૯૬૩ ૨) અંડેરી ગંડેરી ટીપરી ટેન બાળ સાહિત્ય ગુજરાત રાજ્ય દ્વારા પુરસ્કૃત ૧૯૬૩. ૩) કાર્તિક રંગરસિયો ૧૯૯૦ ગુજરાત સા. અ. ૪) એક ડાળ મીઠી ૧૯૯૨ ગુ. સા. અ. તથા પરિષદ. ૫) માયાપુરુષ ૧૯૯૫ ગુ. સા. અ. એમનાં પ્રકાશિત પુસ્તકોમાં મુખ્ય “શીમળાનાં ફૂલ', હુતાશન'(નાટક), “મનમાનેલો', “વિનાશને પંથે', “પરદુઃખભંજન પેસ્તનજી' (બાળસાહિત્ય), “ગગનચૌદનું ગધેડું (બાળનાટક), “વાંસનો અંકુર', “આંધળી ગલી', “અધૂરો કોલ’, ‘ટાઢ' અને “આગનુક’ કહી શકાય. એમણે અમેરિકન લેખક માર્ક ટ્વેઇનની નવલકથા “હકલબરી ફિન'નો સુંદર અનુવાદ પણ આપ્યો છે. એમના લેખનમાં સમાજમાં સુચારુતા પ્રગટે, અકરાંતિયો ધનલોભ ઘટે અને સ્વસ્થ સ્વાભાવિક જીવન પ્રત્યે મમત પ્રગટે એવી મીઠાશ છે.. થયેલાં પન્ના નાયક સશક્ત ગુજરાતી લેખિકા છે. એમણે યુનિ. ઑફ પેનિસિલ્વેનિયામાં ગ્રંથાલયમાં અને અધ્યાપક તરીકે ફરજ બજાવતાં સાથે સાથે ગુજરાતી કવિતામાં મહત્ત્વનું પ્રદાન કર્યું છે. એમની કવિતામાં વતનથી વિખૂટાં પડેલાંઓની વેદના, નારીના વિવિધ ભાવો અને જીવનના સુરમ્ય રંગો વરતાય છે. તેમની કવિતા “પ્રવેશીને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ૧૯૭૬માં પુરસ્કૃત કરવામાં આવી ત્યારથી એમની સાહિત્યયાત્રા યશસ્વી રીતે આગળ વધતી રહી છે. રીતિ ફિલાડેલ્ફિયા', ‘ નિસ્બત', “અરસપરસ', “આવનજાવન” “કેટલાંક કાવ્યો’ અને ‘વિદેશિની’ એમના કાવ્યસંગ્રહ છે. પ્રીતિ સેનગુપ્તા (જન્મ : ૧૯૪૫) મૂળ અમદાવાદનાં અને હાલ ન્યૂયોર્ક રહેતાં પ્રીતિ સેનગુપ્તા ગુજરાતનાં જ નહીં પણ ભારતનાં અગ્રણી પ્રવાસી મહિલા કહી શકાય. એમણે એકલાએ વિશ્વના વિકટમાં વિકટ ગણાતા રસ્તે, અજાણ્યા દેશોમાં, અજાણી ભૂમિમાં એકલાએ પ્રવાસ ખેડ્યો છે. આજે પણ સ્ત્રીઓ એકલી અજાણી જગ્યાએ દૂર પ્રદેશની મુસાફરી કરતાં ખચકાટ અનુભવે છે ત્યારે પ્રીતિબહેન દક્ષિણ ધ્રુવની મુસાફરીએ જવાનાં છે. અવનવા દેશો જોવા, ત્યાંની સંસ્કૃતિની ઝલક મેળવવી મનગમતાં દૃશ્યો કેમેરામાં કંડારવાં, પ્રવાસમાં પડતી મુશ્કેલીઓ સહજ રીતે સ્વીકારવી અને અંતે પોતાના પ્રવાસની ઝલક સુંદર રીતે છટાદાર ભાષામાં આપવી એ પ્રીતિ સેનગુપ્તાની વિશેષતા છે. તેમણે પ્રવાસસાહિત્યમાં વિશેષ ખેડાણ કર્યું છે. તેમના પ્રવાસ-સાહિત્યને સારો આવકાર મળ્યો છે. એક લોકપ્રિય લેખિકા હોવા ઉપરાંત તેઓ એક સારા વક્તા પણ છે. પૂર્વા', “સૂરજ સંગે દક્ષિણ પંથે', “અંતિમ ક્ષિતિજો' ગુ. સા. અકાદમી દ્વારા પુરસ્કૃત થયા છે. “ધવલ આલોક' અને “ધવલ અંધાર' ગુજરાત સાહિત્ય અકાદમી તથા ગુજરાત સાહિત્ય પરિષદ બંને દ્વારા પુરસ્કૃત થયા છે. તદ્ ઉપરાંત તેમણે “જૂઈનું ઝૂમખું” નામનો કાવ્યસંગ્રહ “ઓ જૂલિયેટ' અને “ઘરથી દૂરનાં ઘર’ એમ ગદ્ય પણ આપ્યું છે. શ્રીમતી ઇલા આરબ મહેતા (જન્મ : ૧૯૩૮) મુંબઈમાં જન્મેલાં ઇલાબહેન પ્રારંભથી જ નાટક પના નાયક (૧૯૩૩) મૂળ મુંબઈમાં જન્મેલા અને હાલ ન્યૂયોર્કમાં સ્થાયી dain Education Intermational Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy