SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ પ૯ સંવેણી સંવો અને થાનકવાસી જન જયોતિધશ –ગુણવંત બરવાળિયા શ્રમણ સંસ્થાને સુષુપ્તિમાંથી બહાર આણવાનો પ્રચંડ પુરુષાર્થ કરનારા શકવર્તી મહાપુરુષો સમયે સમયે પાક્યા છે. સંવેગી શાખાના કેટલાક સમર્થ સંયમયાત્રીઓએ પુષ્પરૂપે પમરાટ ફેલાવ્યો છે. | વિક્રમની નવમી-દશમી શતાબ્દીમાં ચૈત્યવાસ શરૂ થઈ ગયો હતો, પરંતુ શુદ્ધ સંયમનો મૂળ માર્ગ પણ તેના સમાંતરે ચાલતો હતો. શુદ્ધ સાધુ માર્ગના ચુસ્ત પાલનમાં માનનારા શ્રમણોને “સંવેગી' શબ્દથી ઓળખવાનું લગભગ અહીંથી શરૂ થયું. પછી તો પંદરમી, સોળમી અને અઢારમી સદીમાં ક્રિયોદ્ધારના જે મોજાં આવ્યાં તેમાં કેટલાંક ક્રાંતિકારી ધર્મપરષોએ શાસનન જાગૃત પ્રહરીઓ તરીકે ભારે મોટું યોગદાન આપ્યું છે. સાધ્વાચાર લુપ્ત થતો રહ્યો હતો તેવા અંધકારમય સમયમાં જે નવાં પરિબળો ઊભાં થયાં તેમાં સ્થાનકવાસી સંપ્રદાય અને તેના જ્યોતિર્ધરો એક વિશિષ્ટ પરિબળ બની રહ્યા. સંવેગી શાખાના સંતો અને સ્થાનકવાસી જૈન જ્યોતિર્ધરો ઉપરની લેખમાળા રજૂ કરે છે ગુણવંતભાઈ બરવાળિયા. અમરેલી જિલ્લાના ખાંભા ગામના વતની ગુણવંતરાય માધવલાલ બરવાળિયાએ મુંબઈમાં સી.એ. સુધી અભ્યાસ કર્યો. થોડાં વર્ષો પ્રેક્ટિસ કર્યા પછી હાલ મુંબઈમાં ટેક્ષટાઇલ પ્રોસેસ ઇન્ડ.માં પ્રવૃત્ત છે. ગુણવંતભાઈએ ધર્મ, અધ્યાત્મ, કવિતા વગેરે વિષય પર ૪૦ જેટલાં પુસ્તકોનું સર્જન-સંપાદન કરેલ છે. કાઠિયાવાડ સ્થા. જૈન સમાજ ઘાટકોપરના મુખપત્ર સહિત અલગ અલગ જૈન સંસ્થાનાં પાંચ જેટલાં મેગેઝિનનું સંપાદન કરેલ છે. અખિલ ભારતીય સ્થાનકવાસી જૈન કોન્ફરન્સના મંત્રી છે. વિશ્વ વાત્સલ્ય અને સંતબાલ એવોર્ડ ફાઉન્ડેશન અમદાવાદના ટ્રસ્ટી છે. વિશ્વ વાત્સલ્ય પ્રાયોગિક સંઘ, મુંબઈના ટ્રસ્ટી અને ઉપપ્રમુખ છે. “વિશ્વ વાત્સલ્ય” માસિકના તંત્રી છે. અહમ્ સ્પિરિટ્યુઅલ સેન્ટરના ટ્રસ્ટી છે. મુંબઈમાં કેટલીક વ્યાખ્યાનમાળા અને પરિસંવાદ ગુણવંતભાઈના પ્રમુખસ્થાને યોજાય છે. ફાર ઇસ્ટમાં સિંગાપોર વ.માં જૈનધર્મ પર તેમનાં સફળ પ્રવચન યોજાયેલાં. ધર્મ અને અધ્યાત્મના વિષયો પર મુંબઈ દૂરદર્શન પર એમના વાર્તાલાપ અવારનવાર યોજાય છે. સૌરાષ્ટ્રકેસરી પ્રાણગુરુ જૈન ફિલોસોફિકલ લિટરરી રિસર્ચ સેન્ટરના ગુણવંતભાઈ ઓનરરી કો. ઓર્ડિનેટર છે, જેમાં જૈનધર્મના પ્રાચીન ગ્રંથો પરનું સંશોધન-પ્રકાશનનું કાર્ય પ્રાચીન ગ્રંથોની સી.ડી.નું કાર્ય અને જૈન Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy