SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ ધન્ય ધરા તત્કાલીન વિષમ રાજકીય પરિસ્થિતિમાંય શીલાદિત્ય જેવો પ્રતાપી રાજા આટલો ધર્મશીલ બની “ધર્માદિત્ય” તરીકે નામાંકિત થાય એ બાબત ધ્યાનયોગ્ય ગણાય. આ રાજા પરાક્રમી અને વિજયી હતો. એક શાસક તરીકેનાં બધાં લક્ષણથી એ સભર હતો પણ એનાં આંતરિક ગુણોથી તે સવિશેષ સંપન્ન હતો. એની પ્રશસ્તિમાં એના અદ્ભુત ગુણસમુદાયની સારી એવી પ્રશંસા કરાઈ છે. એ મુજબ એ પરા અને અપરા વિદ્યાનો અભ્યાસી હતો. ઉત્તમ સુચરિત દ્વારા તે પરમ કલ્યાણસ્વભાવી હતી. ઘણાં સુભાષિત એને કંઠસ્થ હતાં. સુખ-શાંતિ અને ધનનો પ્રજાકલ્યાણાર્થે ઉપયોગ કરીને ધર્માચરણ વડે “ધર્માદિત્ય” એવું પરમ નામ અંકે કર્યું હતું. આથી એની ઉત્કટ ધર્મભાવનાનો અહેસાસ આપણને થાય છે. બ્રાહ્મણો અને બૌદ્ધવિહારો ઉપરાંત દેવાલયોને પણ એણે ભૂમિદાન દીધાં હતાં, જેમાં એક દેવાલય મહાદેવનું અને એક આદિત્યદેવનું હતું. એના નામ પ્રમાણેના ગુણોથી એનું જીવન ભર્યું ભર્યું હતું. કહેવું છે એટલું કે આ રાજા શીલસંપન્ન હતો પણ વાંસોવાંસ રાજકીય ક્ષેત્રે, ધર્મક્ષેત્રે અને લોકકલ્યાણના ક્ષેત્રે એ આદિત્યની જેમ પ્રકાશવાન હતો, ઝળહળતો હતો. ધમદિત્ય શીલાદિત્ય ગુજરાતના દ્વિતીય સ્વતંત્ર રાજ્યના શાસકો મૈત્રકવંશના હતા. એમાં શીલાદિત્ય ૧લો એક રાજા હતો. તે આ વંશના સાતમાં રાજા ધરસેન ૨-જાનો પુત્ર હતો. અને આ વંશના આઠમા શાસક તરીકે સત્તાધીશ રહ્યો હતો એનાં તેર દાનશાસન મળ્યાં છે, જે વલભી સંવત ૨૮૬થી ૨૯૨ દરમ્યાન જાહેર કરાયેલાં હતાં અર્થાત્ ઈસ્વી ૬૦૫થી ૬૧૧ના ગાળા દરમ્યાનનાં આ તામ્રપત્ર છે. આ રાજાનો રાજ્યકાલ લગભગ બે દાયકા સુધી વિસ્તરેલો હતો એટલે કે એણે ઇસ્વીસન પ૯૫થી ૬૧૨ સુધી શાસનસૂત્ર સંભાળ્યાં હતાં. ચીની યાત્રી યુઆન વાંગે આ રાજાની સારી પ્રશંસા કરી છે. એમની નોંધ મુજબ આ રાજા જ્ઞાનસમૃદ્ધ હતો. સાહિત્યમાં એનું ચાતુર્ય અગાધ હતું. એ ચાર પ્રકારનાં ભૂત (યોનીજ, અંડજ, સ્વેદજ અને ઉભિજ)ને ચાહતો હતો અને રક્ષતો પણ હતો. આ રાજા ત્રિરત્ન (બુદ્ધ, ધર્મ અને સંઘ) તરફ ભારે આદર ધરાવતો હતો. જન્મથી મૃત્યુપર્યન્ત એનું મુખારવિંદ ક્યારેય ક્રોધથી લાલચોળ થયું ન હતું. તે પૂર્ણ રીતે અહિંસાની ભાવનાનો પૂજારી હતો એટલે કે એના હાથે ક્યારેય કોઈ જીવને ઈજા પહોંચી નથી. એના હાથી ઘોડાને પણ શુદ્ધ પાણી પાવામાં આવતું હતું. આવા મંત્રી અને કરુણાથી સભર આ શાસકના પાંચ દાયકાના સત્તાકાળ દરમિયાન હિંસક પશુઓ માનવો સાથે હળીભળી ગયાં હતાં અને લોકો પણ એમને ઈજા પહોંચાડતાં ન હતાં તેમ તેમનો શિકાર પણ કરતાં ન હતાં. આ રાજાએ પોતાના મહેલની પડોશમાં એક વિહાર બંધાવ્યો હતો અને એમાં એણે સાત બુદ્ધપ્રતિમાં પ્રતિષ્ઠિત કરી હતી. પ્રતિવર્ષ એ “મોક્ષ પરિષદનું આયોજન કરતો હતો અને ચોપાસના ભિક્ષુઓને નિમંત્રતો હતો. ભિક્ષુઓને તે ચાર દ્રવ્ય (સંભવતઃ કળશ, કુંડી, થાળી અને આસન)થી વિભૂષિત કરતો હતો. ઉપરાંત પ્રત્યેકને તે ધર્મોપાસનામાં ઉપયોગાતાં ત્રણ ચીવર પણ બક્ષતો હતો. સાત રત્નમાણેકથી પણ નવાજતો. આ પ્રથા અવિરત ચાલુ રહી છે. યુઆન વાંગના પ્રસ્તુત વિવરણથી શીલાદિત્યની ધર્મશીલતાનો આપણને ખ્યાલ આવે છે. ‘આર્યમંજુશ્રીમૂલકલ્પ’ ગ્રંથ પણ આ રાજાને “ધર્મરાજના વિશેષણથી બિરદાવે છે. ઉપરાંત આ “ધર્મવત્સલ રાજા પ્રાણીઓના શ્રેય અર્થે ભવ્ય વિહારો બંધાવી એમાં મનોહર બુદ્ધપ્રતિમાની વિવિધ પ્રકારની પૂજા કરાવશે' એમ નોધે છે. એનાં દાનશાસન પણ બૌદ્ધવિહારોને અપાયેલાં હતાં. કહેવાનું તાત્પર્ય એટલું જ કે છે Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy