SearchBrowseAboutContactDonate
Page Preview
Page 683
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ કo૩ બતાવીને શિક્ષણક્ષેત્રમાં પોતાના હીરને પ્રગટાવ્યું. * સી. એન. વિદ્યાવિહારને પશ્ચિમ ભારતના શાંતિનિકેતન જેવું બનાવ્યું. * માતૃભાષાનો આગ્રહ રાખ્યો. * કલા, વ્યાયામ, ઉદ્યોગ તથા શિક્ષણની સજ્જતા વધારવા તાલીમી કેન્દ્રો સ્થાપ્યાં. * સહશિક્ષણનો આગ્રહ રાખ્યો. * માનવીય અભિગમ દાખવીને વિદ્યાર્થીઓ, વાલીઓ તથા સહકાર્યકર્તાઓનાં દિલ જીતી લીધાં. * સરકારી સમિતિઓમાં સ્થાન મેળવ્યું. * મુંબઈની, ગુજરાતની તથા સરદાર પટેલ યુનિ.માં સેનેટ તથા વિધવિધ કમિટીમાં સ્થાન લીધું. * ગુજરાત યુનિવર્સિટીના કામચલાઉ ઉપકુલપતિ બન્યા. * ગુજરાત યુનિ.ની સેનેટ તથા સિંડિકેટના સભ્ય થયા. સાહિત્યકાર તરીકે એમણે સાહિત્યના બધા પ્રકારો ખેડ્યા છે. » કવિ તરીકે એમણે ‘અર્થ’, ‘પનઘટ', “અતીતની પાંખમાંથી... જેવા કાવ્યસંગ્રહો આપ્યા. ને ધુમકેતની માફક ઊર્મિપ્રધાન નવલિકાઓ લખી. એમાં ગાતા આસોપાલવ', “મોટીબહેન', “સ્વર્ગ અને પૃથ્વી', કાલા ટોપી’ મુખ્ય ગણાય. =}} “મટોડ અને ‘તુલસી' નામે એમનો નાટ્યસંગ્રહ બહાર પડેલો છે. => “ભારતના ઘડવૈયા' એમનો ચારિત્ર્યસંગ્રહ પ્રસિદ્ધ થયેલો છે. ‘પ્રતિસાદ' નામનો વિવેચનસંગ્રહ છે. » ‘અંતરપટ' નામની બહુ ચર્ચિત નવલકથા એમણે લખેલી રાષ્ટ્રીય શિક્ષણના તીવ્ર આગ્રહી શ્રી ઠાકોરભાઈ મણિભાઈ દેસાઈ શ્રી ઠાકોરભાઈનો જન્મ ૧૩-૨-૧૯૦૨ના રોજ વેગામ (જિ. નવસારી)માં થયો હતો. એમ તો મૂળ વતન ખરસાડ (જિ. નવસારી) ગણાય, પરંતુ એમના આજાબાપાને ત્યાં એમને વારસાઈ મળતાં, એ વેગામમાં સ્થિર થયેલા. એમના પિતાજીનું નામ શ્રી મણિભાઈ પરાગજી અને કાકાશ્રીનું નામ શ્રી દુર્લભજી પરાગજી હતું. બંને ભાઈઓ સારું ભણીને સરકારી નોકરીએ લાગેલા. એમને મુ. મોરારજીભાઈ સાથે ગાઢ મિત્રતા. અસહકારની ચળવળ ચાલતાં ત્રણે મિત્રોએ સરકારી હોદ્દાઓને છોડવાનો વિચાર કર્યો. શ્રી મોરારજીભાઈએ તથા દુર્લભજીભાઈએ ડેપ્યુટી કલેક્ટર તરીકેનાં રાજીનામાં આપી દીધાં, પરન્તુ શ્રી દુર્લભજીભાઈએ કુટુંબનિર્વાહની જવાબદારી શ્રી મણિભાઈ પર હોવાને લીધે, ન્યાયાધીશ તરીકેના હોદ્દા પર ચાલુ રહેવાનું મણિભાઈને જણાવ્યું. શ્રી મણિભાઈ ન્યાયાધીશ તરીકે ખૂબ તટસ્થતાથી વર્તતા. અંગ્રેજ કલેક્ટરે એમને “ગરીબોના જજ તરીકે વર્ણવેલા. આમ શ્રી ઠાકોરભાઈના ઘડતરમાં એમનાં ચુસ્ત સનાતન ધર્મમાં માનનારા આજાબાપા (જીવાભાઈ નામ), રાષ્ટ્રપ્રેમી પિતા અને કાકા તથા વાત્સલ્યમૂર્તિ માતુશ્રી કાશીબાનો મોટો ફાળો છે. => ઠાકોરભાઈનું પ્રાથમિક શિક્ષણ પોતાના ગામમાં થયું. માધ્યમિક શિક્ષણ અનુક્રમે ભરૂચ તથા થાણા (મહારાષ્ટ્ર)માં થયું. એમના પિતાની વારંવાર બદલી થયા કરતી હોવાથી આમ થયું. * ૧૯૧૯માં મેટ્રિકમાં પાસ થઈ, અમદાવાદની ગુજરાત કોલેજમાં ફર્સ્ટ ઈયર આર્ટ્સમાં એ દાખલ થયા. ઇન્ટર આમાં જ્યારે એ આવ્યા ત્યારે અસહકારના આંદોલનને કારણે ગાંધીજીના વિચારોથી આકર્ષાઈ, એમણે ગૂજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ શરૂ કર્યો. --) ૧૯૨૧-૨૨માં અંગ્રેજી-ગુજરાતી વિષય સાથે એ સ્નાતક થયા. કાકાસાહેબના પ્રિય વિદ્યાર્થી બન્યા. રુ ૧૯૨૪-૨૬માં સત્યાગ્રહ આશ્રમમાં શિક્ષક થયા. પછી ૧૯૨૬-૩૦ દરમિયાન પોતાના ગામમાં ખેડૂતો અને ગરીબો માટે પ્રૌઢશિક્ષણનું એમણે કામ કર્યું. ૧૯૨૭-૨૮માં ગૂજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક તરીકે સેવા આપી. છે. » ‘હાઇકુ' કાવ્ય લખ્યા. હાઈકુસમ્રાટનું બિરુદ કાકાસાહેબે આપ્યું. ટૂંકમાં ઝીણાભાઈનાં લખાણોમાં તથા એમના શિક્ષણવિષયક વિચારોમાં ગાંધીયુગની સ્પષ્ટ છાપ વરતાય છે. ગૂજરાત વિદ્યાપીઠના શિક્ષણની એમના ચિત્ત પર જે છાપ પડી તે વજલેપ-શીશી રહી. આવા સાહિત્યકાર, કવિ અને શિક્ષણકારને લીધે ગુજરાત ગૌરવાન્વિત થયું છે. પૂરા આઠ દાયકાનું જીવન નિષ્ઠાપૂર્વક અને પ્રામાણિકતાથી જીવનારા એ કવિ, સાહિત્યકાર તથા કેળવણીકારને મારાં વંદન. – શ્રી ચન્દ્રકાન્ત ઉપાધ્યાય. Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy