SearchBrowseAboutContactDonate
Page Preview
Page 684
Loading...
Download File
Download File
Page Text
________________ stox → ૧૯૩૦માં દાંડીકૂચના આંદોલનમાં ભાગ લેવાને કારણે ૬ માસની, પછીથી ૧૯૩૨માં ૨ વર્ષની અને ૧૯૪૨માં ૩ વર્ષની જેલયાત્રા કરી. → પ્રાંતીય સ્વરાજ્ય દરમિયાન મુ. મોરારજીભાઈના રહસ્યમંત્રી તરીકે ફરજ બજાવી. * ૧૯૪૬માં ‘હરિજન’ પત્રનું સંપાદન કર્યું. → પછી કોંગ્રેસના મંત્રી તથા પ્રમુખ તરીકે ૧૯૫૨થી જવાબદારી સંભાળી. * ૧૯૪૬માં ગૂજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટી થયા. ૧૯૭૧માં એમનું અવસાન ત્યાં સુધી એ ગૂ. વિદ્યાપીઠમાં સેવા આપતા રહ્યા. એ દરમિયાન ટ્રસ્ટી, ઉપકુલપતિ અને કુલપતિની જવાબદારી એમણે બરાબર સંભાળી. » ગુજરાત યુનિવર્સિટીની સેનેટ તથા સિન્ડિકેટના સભ્ય પણ એ રહ્યા. ⇒>>> ૧૯૬૨-૬૬ નવજીવન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી બન્યા. શ્રી ઠાકોરભાઈ આ વિચારોના કટ્ટર સમર્થક હતા. એમણે જે સિદ્ધાંતોનો આગ્રહ રાખ્યો હતો તેમાં ગરીબ, દૂબળા, નીચે પડેલા, કચડાયેલા દેશવાસીને નજર સમક્ષ રાખ્યા હતા. સિદ્ધાંતો નીચે જણાવ્યા છે. → એમની દૃષ્ટિએ શિક્ષણસંસ્થા ચલાવવામાં અને આશ્રમ ચલાવવામાં મોટો તફાવત છે. પહેલામાં નીતિ ઘડવાની, એનો અમલ કરવાની અને એને માટે કઠોર નિર્ણય લેવા સુધીની કડવાશ વેઠવાની જવાબદારી લેવી પડે છે. એમાં પોચીપોચી વાતોથી કામ ન ચાલે. બીજામાં એવું નથી. * યુ.જી.સી.ના શ્રી કોઠારી મિશન આગળ એમણે જે વાતો કરેલી તે મૂલ્યવાન તથા વ્યાપક અને ઊંડી છે. એ માણસે સ્વેચ્છાએ ગરીબી સ્વીકારી; કર્તવ્ય, કર્મને વળગી રહેવાનો આગ્રહ રાખ્યો; સાદાઈ ગ્રહણ કરી અને ગરીબો તથા આદિવાસી, દૂબળા જેવાં કચડાયેલાં લોકો માટે કામ કર્યું. આ ઉપરાંત ખાદી, નશાબંધી, રાષ્ટ્રભાષાપ્રચાર, સ્ત્રીઉન્નતિ, બુનિયાદી તાલીમ, અસ્પૃશ્યતાનિવારણ તથા કોમી ઐક્યનું કામ કરવામાં જીવન વિતાવ્યું. એ સાચા લોકશિક્ષક હતા. ચાલુ શિક્ષણ અંગે એમણે કહ્યું : “આ શિક્ષણમાં પલટો લાવવાની આપણી જવાબદારી છે. શિક્ષણમાં ક્રાન્તિ આવી રહી છે. ચાલુ કેળવણી બાળકોના Jain Education International ધન્ય ધરા મનમાં અપાર મહત્ત્વાકાંક્ષા જરૂર પેદા કરે છે, પણ એને પૂરી પાડનારાં બળ, મહેનત, સહિષ્ણુતા, આદર વગેરે ગુણો આપતી નથી. એ સદ્ગુણો આપણે ખીલવવાના છે, નહીં તો આ વિદ્યાર્થીઓ શેરડીના રસહીન બનેલા કૂચા જેવા નિઃસત્ત્વ થઈ જશે.” આવા ક્રાંતિકારી શિક્ષણકારને લાખ લાખ વંદન. —શ્રી ચંદ્રકાન્ત ઉપાધ્યાય. ઉમાશંકર જોશી (૧૯૧૧-૧૯૮૮) ગાંધીયુગના પ્રમુખ સાહિત્યકારોમાંના એક ઉમાશંકર જોશી ગુજરાતના કેળવણીકારોમાં પણ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. તેમનો જન્મ ૨૧-૭-૧૯૧૧ના દિને ઈડરના બામણા ગામમાં થયો હતો. તેમનું પ્રાથમિક શિક્ષણ બામણા અને ઈડરમાં જ થયું. અમદાવાદની પ્રોપાયટરી હાઇસ્કૂલમાંથી તેમણે મેટ્રિકની પરીક્ષા પસાર કરી અને ઉચ્ચ શિક્ષણ માટે તેઓ ગુજરાત કોલેજમાં દાખલ થયા. અહીંથી જ સત્યાગ્રહની લડતમાં ઝંપલાવ્યું. ૧૯૩૧માં છએક મહિના તેઓ કાકાસાહેબ કાલેલકરના અંતેવાસી બન્યા. ૧૯૩૪ સુધી સત્યાગ્રહની લડતમાં રહી ૧૯૩૬માં મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાંથી અર્થશાસ્ત્ર અને ઇતિહાસ વિષયો સાથે બી.એ. થયા તથા ૧૯૩૮માં ગુજરાતી મુખ્ય અને સંસ્કૃત ગૌણ વિષયો સાથે એમ.એ. થયા. અભ્યાસ દરમ્યાન જ તેમણે વિલેપાર્લેની ગોકળીબાઈ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે કામ કર્યું. . આ પછી સિડનહામ કોલેજમાં અધ્યાપક થયા. ૧૯૩૯માં તેઓ અમદાવાદમાં સ્થિર થયા. અહીં તેમણે ગુજરાત વિદ્યાસભામાં અનુસ્નાતક વર્ગમાં અધ્યાપક અને સંશોધક તરીકે સેવાઓ આપી. ૧૯૪૭માં તેમણે ‘સંસ્કૃતિ’ માસિક શરૂ કર્યું અને એમાં લેખો લખીને પ્રજાકેળવણીનું કાર્ય કરવા માંડ્યું. તેઓ ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્યભવનમાં ગુજરાતીના પ્રોફેસર અને ભવનના અધ્યક્ષપદે પણ રહી ચૂક્યા છે. ૧૯૬૬થી બે સત્ર માટે તેઓ ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિપદે રહ્યા હતા. તેમને સાહિત્યકાર તરીકે અનેક પુરસ્કારો પ્રાપ્ત થયા હતા, પણ તેઓ પ્રથમ શિક્ષક હતા. તેઓ વારંવાર કહેતા કે તેમના માટે વર્ગ જ સ્વર્ગ છે. . ઉમાશંકર જોશીના કેળવણીના વિચારો ગાંધીવિચારથી પ્રભાવિત હતા. તેઓ સમાજનાં કાર્યો અને જાહેરજીવન સાથે સતત જોડાયેલા હોઈ, કેળવણી અંગેના તેમના વિચારો લેખન દ્વારા પ્રગટ કરતા રહ્યા. ઇન્દિરા ગાંધીએ લાદેલી કટોકટીનો For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy