SearchBrowseAboutContactDonate
Page Preview
Page 682
Loading...
Download File
Download File
Page Text
________________ soa સ્વાવલંબન જેવી ક્ષમતાઓના આચરણ દ્વારા, સહકાર્યકરો, વિદ્યાર્થીઓને સાચી કેળવણી તરફ લઈ જતા. સમજપૂર્વકના જીવનનું આચરણ એ તેમના કેળવણીના ધ્યેયની સફળતાની ચાવી હતી. સ્વેચ્છાથી ખપ પૂરતો જ પગાર તેઓ લેતા. ગાયકવાડ સરકાર તરફથી મોટા અધિકારીપદ માટેના આમંત્રણને પણ તેમણે નકાર્યું. સરસપુરમાં (અમદાવાદના મિલમજૂરોનું રહેઠાણ) ‘સરસ્વતી વિદ્યામંડળ' શરૂ કરી મજૂરોનાં બાળકોનાં ઘડતરનું કામ જીવનભર કર્યું. અમદાવાદમાં મજૂર-બાળકો માટેનું અસારવા વિદ્યાલય, દિલ્હીમાં સરદાર પટેલ વિદ્યાલય, ચલયાણમાં માધ્યમિક શાળા જેવી તેમની સંસ્થાઓ આજે પણ કેળવણીક્ષેત્રે ગાંધીવિચારના માનવીઓના ઘડતર માટે કામ કરે છે. શિક્ષણ અને કેળવણી ક્ષેત્રે હિંમતપૂર્વક નવા પ્રયોગો કરી રઘુભાઈ અને જસીબહેનનાં કેળવણીક્ષેત્રે ભરેલાં નવીન પગલાંની આ સંસ્થાઓ આજે પણ સાક્ષી પૂરે છે. —શ્રી પ્રમોદ જોશી, અમદાવાદ. સ્નેહરશ્મિ એમનું નામ તો ઝીણાભાઈ રતનજી દેસાઈ છે, પણ એમને ‘સ્નેહરશ્મિ’ કવિનું ઉપનામ મળ્યું છે. શ્રી ઝીણાભાઈનો જન્મ તા. ૧૬-૪-૧૯૦૩ના રોજ એમના વતન ચીખલી (જિ. વલસાડ)માં થયો હતો. એમનાં માતાનું નામ કાશીબા હતું. ધર્મપરાયણ પિતાજી અને હેતાળ તથા વત્સલતાથી ભરેલાં માતા પાસેથી શ્રી ઝીણાભાઈને ઉચ્ચ સંસ્કારો મળ્યા હતા. એમનું પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ ચીખલી, ભરૂચ, મુંબઈ એમ જુદે જુદે ઠેકાણે થયું હતું. એવામાં ૧૯૨૦નું અસહકારઆંદોલન શરૂ થતાં શ્રી ઝીણાભાઈનું મન ઝાલ્યું ન રહ્યું. એ મેટ્રિકના વર્ગમાં હતા પણ વર્ગ છોડીને સત્તર વરસના આ જુવાને આંદોલનમાં જોડાવાનું ઉચિત માન્યું. શાળાએ જવાનું બંધ, આંદોલનમાં સક્રિય. પછી ૧૯૨૧માં ગૂજરાત વિદ્યાપીઠ સંચાલિત ‘વિનીત’ પરીક્ષા એમણે આપી. સ્વરાજ્ય મળ્યા બાદ, એ પરીક્ષાને સરકારે તેમજ યુનિવર્સિટીએ માન્યતા આપી હતી. વિનીતની પરીક્ષામાં શ્રી ઝીણાભાઈ બીજે નંબરે પાસ થયા. ૧૯૨૬માં ગૂજરાત વિદ્યાપીઠના મહાવિદ્યાલયમાં દાખલ Jain Education International ધન્ય ધરા થઈ, રાજ્યશાસ્ત્ર વિષય સાથે એ પ્રથમ વર્ગમાં પ્રથમ આવ્યા. સાથોસાથ ગુજરાતી વિષયમાં પણ એમણે પ્રથમ નંબર મેળવ્યો. એમણે સ્નાતક થયા બાદ ગૂજરાત વિદ્યાપીઠમાં ૧૯૨૯ સુધી ઇતિહાસ અને રાજકારણ વિષયો શીખવાડ્યા, પણ થોડા સમય બાદ. ‘નૂતન ગુજરાત’ સામયિકનું સહતંત્રીપદ સંભાળ્યું, પણ અસહકારનો કસુંબલ રંગ એમને લાગી ગયો હોવાથી અને મૂળતઃ કવિહૃદય હોવાથી એમની હૃદયતંત્રી ઝણઝણી ઊઠી એટલે ૧૯૩૦માં સવિનયભંગની લડતમાં જોડાઈને સુરતથી નીકળતી સત્યાગ્રહપત્રિકાનું સંપાદન કર્યું. પરિણામે નવ માસની કેદ ભોગવી. સુરતની સમિતિમાં એ પ્રમુખપદે ચૂંટાયા અને ૧૯૩૨માં બીજીવાર એમણે બે માસની કેદ ભોગવી. એમની ઉંમર લગભગ ૩૨-૩૩ વર્ષની થઈ હશે એટલામાં તો ઊગતા કવિ તરીકે એ જાણીતા થયા. આમ જોવા જઈએ તો ગુજરાતની કવિ ત્રિપુટીમાં ઉમાશંકર જોષી, સુંદરમ્ અને સ્નેહરશ્મિને ગણવામાં આવે છે અને એ સ્વાભાવિક છે. ઉમાશંકરને અને સ્નેહરશ્મિને તો ખૂબ ફાવટ હતી. સુંદરમ્ને તો પૉન્ડિચેરીમાં જ રહેવાનું થયું. આ ત્રિપુટીએ મા ગુર્જરીની અમૂલ્ય સેવા કરી છે અને સાહિત્યજગતમાં ગુજરાતના નામને ગૌરવ અપાવ્યું છે. સ્નેહરશ્મિ મૂળે તો શિક્ષકનો જીવ, એટલે વ્યવસાય તરીકે એમણે શિક્ષક થવાનું પસંદ કર્યું. ઝીણાભાઈએ શિક્ષણશાસ્ત્રની કોઈ પદવી-બી.એડ./એમ.એડ. લીધી ન હતી પણ ગાંધીવિચારની અમીટ છાપ એમના પર હતી. ગુ. વિદ્યાપીઠની તાલીમે ‘સા વિદ્યા વિમુક્ત ચે’ સૂત્રનો અર્થ એ બરાબર સમજ્યા હતા, એટલે એમણે મુંબઈ (વિલેપાર્લે)ની ગોકળીબાઈ હાઇસ્કૂલમાં આચાર્યપદ સ્વીકાર્યું. ત્યાં થોડો વખત જવાબદારી નિભાવ્યા બાદ, સન ૧૯૩૮માં સી.એન. વિદ્યાવિહારમાં આચાર્ય તરીકે એમણે જવાબદારી સંભાળી. સી.એન. વિદ્યાવિહારમાં સન ૧૯૯૧ સુધી મતબલ કે નિધનપર્યંત રહ્યા. સી.એન. વિદ્યાલય જોડે માનો કે એકરૂપ થઈ ગયા હતા. એમની ઊંચી ભાવના, ઉત્કટ રાષ્ટ્રીયતા, આદર્શો અંગેની કલ્પનાશીલતા અને હૃદયની પારદર્શિતાએ માણેકબાને તથા ઇંદુમતીબહેનને ખૂબ પ્રભાવિત કર્યાં. સી.એન. વિદ્યાવિહારમાં ઝીણાભાઈનું વ્યક્તિત્વ કેળવાયું અને કોળવાયું. આ સંસ્થાના નાનકડા રોપાને એમણે ઘટાદાર વટવૃક્ષમાં રૂપાંતિરત કરી દીધો. એક સાહિત્યકારે પોતાની વિદ્યાકીય અને વહીવટી દક્ષતા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy