SearchBrowseAboutContactDonate
Page Preview
Page 681
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ પદ્મશ્રીનો એવોર્ડ રાષ્ટ્રપતિ તરફથી અર્પણ થયો, પણ તેમણે કદી પોતાના નામ સાથે એ ઉપાધિ જોડી ન હતી. એટલું જ નહીં, પણ એ ચાંદને પેટીમાં જ પૂરી રાખ્યો. તેમને જ્યારે ૬૦ વર્ષ પૂરાં થયાં, ત્યારે મિત્રોએ તેમને થેલી અર્પણ કરવાનો વિચાર કર્યો, તેમણે સહજ રીતે એ વાતનો સ્વીકાર ન કર્યો. હરિજન કન્યાકેળવણીના તેઓ ખૂબ જ આગ્રહી હતા. તેનાથી ઘણી કન્યાઓ ભણીને પગભર થઈ શકી. આશ્રમમાં મહિલાઓ માટે અધ્યાપન મંદિર શરૂ કરાવ્યું. આજે આ અધ્યાપન મંદિરમાં ભણી ગણીને હજારો બહેનો પગભર થઈ શકી છે. આ તેમની દેણગી છે, જે કદી પણ ભૂલી શકાશે નહીં. આવી એકધારી આજીવન સેવાનો તા. ૧૨-૯-૬૫ને રવિવારે અચાનક જ અંત આવ્યો. હૃદયરોગના હુમલાથી વાડીલાલ સારાભાઈ હોસ્પિટલમાં દાખલ થતાં જ તેમણે જણાવેલું કે મને સ્પેશ્યિલ વોર્ડમાં દાખલ કરશો નહીં. હું જનરલ વોર્ડનો જ દર્દી છું. તેઓએ છેલ્લે સુધી પોતાની સરળતા અને સાદાઈનાં સૌને દર્શન કરાવ્યાં. તેમની અંતિમ યાત્રા વખતે આશ્રમની ત્રણસો ઉપરાંત બાળાઓએ કરેલું કરુણ કલ્પાંત પથ્થરને પિગળાવે તેવું હતું. આવી સેવામૂર્તિને લાખો વંદન. —શ્રી વિજયસિંહ અટોદરિયા. પ્રયોગવીર કેળવણીકાર રઘુભાઈ નાયક (૧૯૦૭–૨૦૦૩) શિક્ષણક્ષેત્રે અને સમાજક્ષેત્રે પણ જેમનું ગૌરવ જળવાયું છે એવા રાષ્ટ્રીય કેળવણીકાર રઘુભાઈનું નામ કેળવણીના ક્ષેત્રે મોખરે મુકાયું છે. “કલ્યાણને માર્ગે જનારનું ધ્યેય નકામું જતું નથી”. દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લાના ચલયાણ ગામમાં એક સંસ્કારી અનાવિલ કુટુંબમાં તેમનો જન્મ ૧૯૦૭માં થયો. વારસો અને વાતાવરણમાંથી મળેલી અને વિકસેલી અનેકવિધ ક્ષમતાઓનો માત્ર શિક્ષણ દ્વારા કેળવણીના ક્ષેત્રે જ ઉપયોગ કરવાની, તેમને ધૂન લાગી હતી. સાચી કેળવણી દ્વારા સમાજઘડતર એ તેમનું ધ્યેય હતું. અનેક પ્રલોભનો, વડીલો, કુટુંબીજનો, મિત્રોનો વિરોધ છતાં રઘુભાઈ પોતાના ધ્યેયથી ચલિત ન જ થયા. Jain Education Intemational st૧ સામાન્ય ચીલાચાલુ શાળા-કોલેજોમાં ચાલતા શિક્ષણને તેઓ કેળવણી ન કહેતા. સંસ્કાર સાથે શિક્ષણનો સમન્વય થાય ત્યારે જ કેળવણી મળે, એવું તેઓ દૃઢપણે માનતા હતા. ગાંધીજી, સરદાર પટેલથી માંડી.....હરભાઈ ત્રિવેદી, ઝીણાભાઈ દેસાઈ જેવા કેળવણીક્ષેત્રે નવા જ વિચારોને સમર્પિત–કર્મયોગીઓના સંપર્ક, સાથ, સહકારથી પ્રેરણા મેળવી રઘુભાઈ શિક્ષણ દ્વારા ગરીબ-દલિત-મજૂરવર્ગ–પછાત કે વંચિત વર્ગનાં બાળકોની કેળવણીમાં જ સતત રસ લેતા રહ્યા. બાળકોનો સર્વાંગી વિકાસ એ જ રાષ્ટ્રનો વિકાસ એવો નિર્મળ ભાવ, આ પારદર્શક શિક્ષકમાં ઊભરતો હતો. અનાવિલ આશ્રમ, ગૂજરાત વિદ્યાપીઠ, વિશ્વભારતી, શાંતિનિકેતન, દક્ષિણામૂર્તિ જેવી અનેક રાષ્ટ્રીય કેળવણી આપનાર સંસ્થાઓનો મોહ અને તેમની સાથેના સતત સંપર્કથી તેમના સાચી કેળવણી અંગેના વિચારો અને લાગણી દૃઢ થતાં ગયાં. ચીલાચાલુ શિક્ષણની પદવીઓ લીધી, પરંતુ ગાંધીપ્રેરિત વિચારોના બુનિયાદી–શિક્ષણના માર્ગે જઈ સાંપ્રત સમાજના અદના કેળવણીકાર બન્યા. આવા રઘુભાઈ અને તેમનાં પત્ની જસીબહેને જીવનભર સાથે મળીને નીચે જેવા વિચારો સાથે કેળવણીનું જે કામ કર્યું, તે દ્વારા સમાજસેવા કે સમાજઘડતરના કાર્યમાં જ જીવન ગાળ્યું. * બાળકને નાનપણમાં જ સાચી કેળવણી તરફ વાળી શકાય, એ સમયમાં તેને શિક્ષણ સાથે ઘડતરની તકો આપવી. * ગરીબ-વંચિતોનાં સૌ બાળકોનું ‘શાળા’ એ પણ ઘર છે. શિક્ષકો વાલી છે; એવી ભાવનાથી જ શાળાનું સંચાલન વહીવટ, શિક્ષણ, નિરીક્ષણ કરી, બાળકોના વિકાસ તરફ જ શિક્ષણનાં ધ્યેયોને કેન્દ્રિત કરવાં. * ચીલાચાલુ શિક્ષણ કરતાં માનવીય ગુણોથી ઘડાયેલ યુવાન તૈયાર થાય તે જ સાચી કેળવણી ગણાય. * વિદ્યાર્થીઓમાં નિયમિતતા, સ્વચ્છતા, વ્યવસ્થા, શિસ્ત જેવા અનેક સદ્ગુણોનો વિકાસ થાય એ કેળવણીનો જ મહત્ત્વનો ભાગ છે. તેને જ કેળવણી કહેવાય. * સમૂહજીવન અને મંત્રીમંડળની કામગીરી દ્વારા એક જવાબદાર નાગરિકનું નિર્માણ એ જ શિક્ષણનું પ્રદાન છે. ગાંધીજી પ્રેરિત બુનિયાદી કેળવણીથી તેઓ આકર્ષાયા હતા, એટલે પોતાના જીવનમાં સાદગી, અપરિગ્રહ, શ્રમ, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy