SearchBrowseAboutContactDonate
Page Preview
Page 680
Loading...
Download File
Download File
Page Text
________________ sho ધન્ય ધરા શોભાવ્યું. વિરમગામના સત્યાગ્રહમાં સરસેનાપતિપદ સ્વીકાર્યું. આ બધાં પદ તેમની સિદ્ધિ છે. તેમની આવી કાર્યનીતિ અને સિદ્ધિ જોઈને, ભારત સરકારે ઉચ્ચ ગ્રામ શિક્ષણ સમિતિના સભ્ય તરીકે તેમની પસંદગી કરી. ૧૯૫૧માં ડેન્માર્કનો પ્રવાસ, ખાસ કરીને Folk highschoolના ઝીણવટભર્યા અભ્યાસાર્થે કર્યો; આ શાળાથી તેઓ ખૂબ જ પ્રભાવિત થયા. શિક્ષણ-દર્શન ક્ષેત્રે તેમણે “ઘડતર ને ચણતર ગૃહપતિને' જેવાં ઉપયોગી પુસ્તકો લખ્યાં. રામાયણ અને મહાભારતનાં પાત્રો, તેમજ હિંદુ ધર્મની આખ્યાવિકાઓ પણ લોકસેવાર્થે જ લખી. તેમજ એક સબળ અસરકારક કથાકાર તરીકે તેઓએ પ્રજાહિતાર્થે જ રામાયણ-મહાભારતની તેમજ ભગવતગીતાની કથાઓ કરી. તેમના શિક્ષણ દ્વારા પ્રજા ઘડતરનાં કામોથી પ્રેરાઈને ૧૯૬૦માં ભારત સરકારે નાનાભાઈને ‘પદ્મશ્રી' એવોર્ડથી નવાજ્યા. આવા સર્વતોમુખી, પ્રતિભાસંપન કથાકાર, શિક્ષણવિદ્દ, ગ્રામસેવક નાનાભાઈ ભટ્ટ સદાય તેમના વિદ્યાર્થીઓના દિલમાં વસી જતા. ૧૯૬૧માં થયેલા તેમના અવસાનથી જગતે એશિયાની પહેલી ગ્રામ વિદ્યાપીઠના આદ્યસ્થાપકને ગુમાવ્યા. તેમને હજારો વંદન!!! –શ્રી તેજલ અર્થ-અમદાવાદ. સેવામૂર્તિ પરીક્ષિતલાલ મજમુદાર (૧૯૦૧-૧૯૬૫) ગાંધીજીએ ઈ.સ. ૧૯૧૭માં કોચરબ આશ્રમ છોડી, સાબરમતી આશ્રમમાં કામની શરૂઆત કરી, દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરવાની અનેક ચળવળો તેમણે સાબરમતી આશ્રમમાંથી કરી. વિશ્વવિખ્યાત દાંડીકૂચની શરૂઆત આ આશ્રમથી જ થઈ. તેમની આવી પ્રવૃત્તિઓમાં ઘણા બધા સેવકો જોડાયા, જેમાં સ્વ. પરીક્ષિતભાઈ મજમુદાર પણ મોખરાનું સ્થાન ધરાવે છે. પરીક્ષિતભાઈની હરિજનસેવા જોઈ ગાંધીજી કહેતા “જો પરીક્ષિતભાઈ જેવા થોડાક સેવકો મને મળી જાય તો અસ્પૃશ્યતાની જડ ભારતમાંથી ઝડપથી નીકળી જાય.” આવા સાધુચરિત અનન્ય સેવાભાવી પરીક્ષિતભાઈનો જન્મ પાલિતાણામાં ૮-૧-૧૯૦૧ના રોજ થયો હતો. તેમનું બાળપણ પાલિતાણામાં વીત્યું. તેમનામાં બાળપણથી જ પછાત વર્ગ પ્રત્યે કૂણી લાગણીના અંકુરો ફૂટવા લાગ્યા હતા. તેમાંથી હરિજનોની સેવાની લગની લાગી હતી. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પણ પાલિતાણામાં જ હેરિસ હાઇસ્કૂલમાં લીધું. ૧૮ વર્ષની ઉમરે મેટ્રિકની પરીક્ષામાં તેમણે ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી હતી. તે પછી તેઓ મુંબઈની વિલ્સન કોલેજના વિદ્યાર્થી બન્યા. બે જ વર્ષના આ કોલેજના અભ્યાસ દરમ્યાન તેઓ વિદ્યાર્થી જૂથમાં ખૂબ જ પ્રિય બન્યા હતા. નાગપુર કોંગ્રેસ અધિવેશનના અંતે ગાંધીજીએ અસહકારની હાકલ કરી ત્યારે વિલ્સન કોલેજને તિલાંજલિ આપી તેઓ અમદાવાદ આવી, ગાંધીસેવામાં જોડાયા. દેશભક્તિની ભાવનાથી પ્રેરાઈને ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાયા. કોચરબના હરિજનવાસમાં રાત્રિશાળા શરૂ થઈ, તેમાં શ્રી પરીક્ષિતભાઈ જોડાયા. શ્રી પરીક્ષિતભાઈએ અર્થશાસ્ત્રના વિષય સાથે ઝળહળતી ફતેહ મેળવી, સ્નાતક થયા. શ્રી ઠક્કરબાપા સાથે તેમણે હરિજન સેવાનાં અનેક કામો કર્યા. ગોધરા, ખેડબ્રહ્મામાં અને નવસારીમાં આશ્રમની શરૂઆત કરી, ઘણો પરિશ્રમ કર્યો. આ આશ્રમોમાં હરિજનપ્રવૃત્તિની સાથે ભંગીકામની તાલીમની પણ શરૂઆત કરવામાં આવી. નવસારીમાં કામ વ્યવસ્થિત ગોઠવાઈ ગયું. પછી અસ્પૃશ્યતાનિવારણ અને ભંગીકષ્ટ મુક્તિની કામગીરીનો વ્યાપ પણ વધ્યો. ગુજરાતમાં ઠેર ઠેર આ કામગીરીમાં સેવાભાવી કાર્યકરો લાગી ગયા. શ્રી પરીક્ષિતભાઈ સાબરમતી આશ્રમમાં આવીને સ્થિર થયા. પૂજ્ય ઠક્કરબાપા તેમના પૂજ્ય અને ગુરુસમાન હતા. તેઓનો કેટલાક નિષ્ઠાવાન સેવકો સાથે ગાઢ સંપર્ક થયો. તેમાંથી ગુજરાતમાં ઘણું કામ કરી હરિજન સેવકોની એક મોટી હરોળ તૈયાર કરી છાત્રાવાસો શરૂ થયા. બાળવાડી અને સંસ્કાર કેન્દ્રો ચાલવા લાગ્યાં. હરિજનસેવા અને અસ્પૃશ્યતાનાં કામોમાં તેમને અનેક કડવા—મીઠા અનુભવો થયા. ભંગીકષ્ટ મુક્તિ અંગે તેમણે ઊંડો રસ લીધો. માથે મેલું ઉપાડી જવાની અત્યંત ગ્લાનિ ઉપજાવે એવી અમાનુષી પ્રથાથી તેઓ વ્યથિત થઈ જતા. પરીક્ષિતભાઈને મળવા માટે અને તેમની મદદ લેવા માટે ગામેગામનાં દુઃખી પીડિતો આશ્રમમાં આવતા. પરીક્ષિતભાઈએ હરિજનસેવાના કાર્ય માટે આજીવન બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લીધી હતી. તેમનું કામ પણ દીપી નીકળ્યું. તેમણે સત્તા કે પદની લાલસા રાખી ન હતી. ઈ.સ. ૧૯૫૬ની સાલમાં તેમને Jain Education Intemational ducation Intermational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy