SearchBrowseAboutContactDonate
Page Preview
Page 679
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬૯ શાશ્વત સરભ ભાગ- ૨ શ્રી નાનાભાઈ ભટ્ટ (૧૮૮૨–૧૯૬૧) એક ગરીબ અગ્નિહોત્રી ભિક્ષુક કુટુંબમાં નાનાભાઈનો જન્મ ૧૮૮૨માં થયો. તેમનું બાળપણ ભાવનગરમાં વીત્યું. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ, ભાવનગર જેવા વિદ્યાધામમાં થયું. આ અભ્યાસમાં તેમણે સુંદર સફળતા પ્રાપ્ત કરી, શિષ્યવૃત્તિથી તેમણે કોલેજનો અભ્યાસ પણ સારી સફળતા મેળવી પૂરો કર્યો. ઈ.સ. ૧૯૦૩માં, ૨૧ વર્ષની જ ઉંમરે તેઓ કોલેજમાં પ્રથમ વર્ગમાં પાસ થતાં તેમને લોનું (આગળ અભ્યાસ સાથે અધ્યાપનકાર્ય) પદ મળ્યું. તે પછી મહુવાની હાઇસ્કૂલમાં આચાર્યપદ સંભાળ્યું. તે પછી ૧૯૦૫માં સેકંડરી ટીચર્સ ટ્રેનિંગ કોલેજમાં ટ્રેનિંગ લીધી. એમ.એ.ની પદવી લીધી. આમ અભ્યાસમાં એક પછી એક સફળતાનાં પગથિયાં આબરૂભેર ચઢી, ૧૯૦૮માં ભાવનગરની શામળદાસ કોલેજમાં સંસ્કૃતના અધ્યાપક બન્યા. આનંદ-આશ્રમના અધિષ્ઠાતા (નિયામકશ્રી) શ્રીમાન નથુરામ શર્માના પરમ શિષ્ય બન્યા. ચીલાચાલુ પુસ્તકિયા શિક્ષણમાં મોટી સફળતા મેળવ્યા પછી પણ તેઓ ગાંધીજીના ઘણા બધા વિચારોથી પ્રભાવિત થયા હતા અને તેમની અમૂલ્ય ભેટ “બુનિયાદી કેળવણી' ક્ષેત્રે જાતને સમર્પી દીધી. ટંક ધોતિયું. ઝભ્ભો, ખભે ખેસ અને ટોપીમાં ખાદીના જ પોષાકમાં શોભતા તેઓ સતત કાર્યરત રહેતા. ગરીબીએ તેમનું ઘડતર કર્યું. કોલેજના અભ્યાસકાળમાં પણ એકાદ-બે જોડ કપડાં જ રાખતા, પરંતુ બચતનાણાંનો પુસ્તકો ખરીદવામાં ઉપયોગ કરતા. તેઓ મિતભાષી, નમ્ર, વિવેકી, આંતરમુખી વ્યક્તિત્વ ધરાવતા હતા. હંમેશાં ટટ્ટાર બેસતા કે ચાલતાં જોવા મળતા. તેઓ શરીરે દેખાવમાં દુર્બલ હતા, પરંતુ વજ જેવી કઠણ છાતી અને વિચારો ધરાવતા હતા. નાનાભાઈનું ગૃહસ્થજીવન પણ નરવું અને નમણું હતું. અભણ પણ સંસ્કારી અજવાળી–બા સાથે તેઓ શરૂઆતના જીવનમાં પ્રસન્નતાથી જીવ્યા અને ઘણા વ્યવહારુ પાઠ શીખ્યા. દાંપત્યજીવનની મોટી જવાબદારી હતી, છતાં છ જેટલાં સંતાનોના ઉછેરમાં તેમનો અમૂલ્ય ફાળો હતો. જરૂર પડે ઘરકામમાં જીવનસાથીને રસોઈ–પાણી, કપડાં-વાસણની સફાઈ જેવાં કામોમાં પણ નિખાલસતાથી સાથ આપતા. તેઓ તો શુદ્ધ ખાદીધારી હતા જ, પરંતુ ઘરમાં ખાદી માટે કોઈ પર દબાણ ન કરતા. ખાદીનું મહત્ત્વ સમજાવતા. આમ નાનાભાઈ, એક શિક્ષણવિદ્દ, કેળવણીકાર, ક્રાંતિકારી છતાં પ્રેમાળ અને ઉમદા વ્યક્તિત્વ ધરાવતા હતા. ગાંધી વિચારોથી રંગાયેલ નાનાભાઈએ ભાવનગરમાં દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવનની સ્થાપના કરી. ૧૯૩૮માં આંબલામાં લોકશાળાની શરૂઆત કરી. સણોસરામાં આવા જ ગાંધીવિચારોને કેન્દ્રમાં રાખી, ઉચ્ચ શિક્ષણ માટે લોકસેવા મહાવિદ્યાલયના નામે એક ગ્રામવિદ્યાપીઠની શરૂઆત પણ કરી દીધી. તેમની બધી જ શૈક્ષણિક સંસ્થાઓમાં બધા જ વિદ્યાર્થી, જીવન દ્વારા જીવન માટે જીવનની પ્રત્યક્ષ કેળવણી પ્રાપ્ત કરે, તેને ખૂબ જ મહત્ત્વ અપાયું. વિદ્યાર્થીઓ માટે છાત્રાલયજીવન ફરજિયાત હતું, પરંતુ છાત્રાલયો માત્ર રહેઠાણ અને ભોજન માટેનાં હેતુથી મર્યાદિત ન હતાં, પરંતુ ગૃહ-જીવનને ઉન્નત કરનારાં કેળવણીનાં કેન્દ્રો હતાં. છાત્રાલયનું સમૂહકાર્ય-સમૂહ પ્રાર્થના-સમૂહ સફાઈ–સમૂહ ભોજન-સમૂહ જીવન–એ તો મહાવિદ્યાલય કે અન્ય શૈક્ષણિક સંસ્થાની મહત્ત્વની કેળવણી કે તાલીમનો ભાગ હતો. જીવનનો વ્યવહાર ત્યાં જ શીખવાઅનુભવવા મળતો હતો. પ્રાર્થના, ઘરકામ, સફાઈ, ખેતીકામ, બાગકામ........જેવાં અનેક કાર્યોથી સદાચાર, સહકાર, શ્રમ, કરકસર, ચીવટાઈ, સમયપાલન, નિયમિતતા, પ્રામાણિકતા, સહિષ્ણુતા જેવા અનેક ગુણોના ઘડતરમાં તેમનું છાત્રાલય માધ્યમ બની જતું હતું. આ રીતે લગભગ અર્ધા સૈકાની કેળવણી ક્ષેત્રની તેમની જીવનસાધનાએ શિક્ષણના ક્ષેત્રમાં નવી ક્રાંતિ આણી. તેમના સર્વ સાથી મિત્રો કે કાર્યકરોને તેઓ માનથી જોતા. તેમની કાર્યશક્તિ કે આવડતને ઓળખી લેતા અને જે તે ક્ષમતાનો પૂરેપૂરો ઉપયોગ કરવાની તેમને તકો આપતા. તેમની આ વિનમ્રતાથી સૌ આકર્ષાતા. કામ કરનારની ભૂલ થાય તો તેમને સ્નેહથી શીખવતા, પણ જરૂરે તેમના વિકાસાર્થે જ સજા પણ કરતા; ત્યારે જ બહારથી કઠણ અને દિલથી કોમળ એમના વ્યક્તિત્વને ઓળખી શકાતું. સારા આરોગ્ય સાથે નિયમિત જીવન જીવનાર નાનાભાઈ પણ સારણગાંઠ–ભગંદર જેવા મહાભયંકર રોગના ભોગ બન્યા હતા છતાં તેમણે આ રોગોનો હિંમત અને ધૈર્યથી સામનો કર્યો હતો. ૧૯૪૩ના વર્ષમાં સ્વાતંત્ર્યની ચળવળમાં જોડાયા અને જેલ પણ ભોગવી. શેત્રુંજય સંઘના પ્રમુખ રહ્યા. સૌરાષ્ટ્ર રાજ્યના પણ કેળવણી પ્રધાન બન્યા. ગૂજરાત વિદ્યાપીઠનું કુલનાયક પદ પણ www.jainelibrary.org For Private & Personal Use Only Jain Education Intemational
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy