SearchBrowseAboutContactDonate
Page Preview
Page 672
Loading...
Download File
Download File
Page Text
________________ ર આચાર્ય કૃપલાની કૃપલાનીજી અવધૂતી મિજાજમાં કહેતા કે ૧૯૧૫માં ગાંધીને હું પહેલપ્રથમ મળ્યો ત્યારે મોહનદાસ હજી મહાત્મા નહોતા થયા અને હું આચાર્ય નહોતો થયો. એ અવારનવાર મારા તરફ ટીકીને જોતા હતા; તે ઉપરથી મેં ધાર્યું કે તેઓ મારું માપ કાઢે છે. હું પોતે પણ એમ જ કહેતો હતો. ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી દેશમાં પાછા ફર્યા ત્યારે જે તરુણ નેતૃત્વ; સ્વતંત્ર વ્યક્તિત્વપૂર્વક વિકસી રહ્યું હતું તે પ્રોફેસર કૃપાલાની હતા. જીવતરામ ભગવાનદાસ કૃપલાનીનો જન્મ સિન્ધ પ્રદેશના હૈદરાબાદ નામના શહેરમાં ઈ.સ. ૧૮૮૮માં થયો હતો. પિતા વૈષ્ણવી ભક્તિપરંપરાનું સંતાન હતા. ખુલ્લા આકાશ તળે પ્રાર્થના કરતા. જીવતને જોડે રાખતા. કૃપલાનીજીએ મેટ્રિક્યુલેશનની પરીક્ષા ઈ.સ. ૧૯૦૪માં અને સ્નાતકની પરીક્ષા ૧૯૦૮માં પાસ કરી. ૧૯૧૦માં ઇતિહાસ અને અર્થશાસ્ત્ર વિષય સાથે પાસ થયા. ૧૯૧૨થી ૧૯૧૭ દરમિયાન મુઝફ્ફરપુરની ભૂમિહાર કૉલેજમાં ઇતિહાસ અને અંગ્રેજીના અધ્યાપક તરીકે કામ કરતા. શિક્ષક જેમ આપે છે તેમ પોતે પણ પામે છે એ એમની અનુભૂતિ હતી. તેથી તેમને આ કામથી પૂરો સંતોષ હતો. જેમની શક્તિ જે પ્રાંતમાં જાય તેમાં પૂર્ણતાએ ભળી જતી હોય પોતે જુદા પ્રાંતના છે એવું કોઈને જણાવા ન દે એમાંનાં કૃપાલાની એક છે. ૧૯૨૦થી ૧૯૨૭ દરમિયાન ગૂજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક અને આચાર્ય તરીકે ગુજરાત સાથે એમનો નિકટનો નાતો બંધાયો. ૧૯૩૬માં સુચેતાબહેન સાથે ગાંધીજીની શુભેચ્છાઓ અને આશીર્વાદથી લગ્નગ્રંથિથી જોડાયા. તેઓ ૧૯૩૪થી ૧૯૪૫ સુધી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મહાસચિવ અને ૧૯૪૬માં ઐતિહાસિક અધિવેશનના અધ્યક્ષ માટે પસંદ કરાયા. કૃપલાનીજીની કૉલેજના વિદ્યાર્થીઓ ઉપર અજબ ભૂરકી હતી. નદીની રેતમાં રોજ સાંજે ભાષણો થતાં. આચાર્ય આવે, વિદ્યાર્થીઓ વિદ્યાર્થિનીઓ વંટોળિયા પાછળ ઘસડાતાં હોય એમ ધસ્યાં આવે. એક સાંજના ભાષણમાં આચાર્ય કહે, “આઈ એમ એ કિંગ”–હું રાજા છું અને અર્ધું ચક્કર લીધું. બાબરી ઊછળી. વીંટળાઈને બેઠેલ સૌની તરફ હાથ કરી આગળ ચલાવ્યું : ‘માય કિંગ્ડમ ઇઝ ઇન યૉર હાર્ટ્સ'–મારું રાજ્ય છે તમારા સૌનાં હૃદયમાં. (’૩૧માં કિડિયું, ૧૯૭૭, પૃ. ૯). Jain Education International . ધન્ય ધરા કૃપલાનીજી પોતાના વર્ગો લેવા ઉપરાંત મહાવિદ્યાલયના સૌ વિદ્યાર્થીને લાભ મળે તે દૃષ્ટિએ ‘ગીતાંજલિ' પરના સાર્વજનિક વર્ગો લેતા. ટાગોરની રચનાઓનું એમનું પઠન સ્નેહરશ્મિને દાયકાઓ પછી પણ કાનમાં ગુંજતું અનુભવાતું રહ્યું હતું. મહેમાન વક્તાના પરિચય અને આભારનાં વક્તવ્યોમાં કૃપાલાની એક સહૃદય એટલા જ તર્કતીક્ષ્ણ સમીક્ષક તરીકે સમાદરને સમાહારને ધોરણે ખીલતા ને વિદ્યાર્થીઓની ક્ષિતિજો વિસ્તરતી. અદ્ભુત વ્યાપ હતો એમનો. આચાર્યજીએ ૧૯૨૭ના મે માસમાં મહાવિદ્યાલયના આચાર્યપદનું રાજીનામું આપ્યું. એ વખતે ગાંધીજી શિક્ષણને નવી જ દિશામાં લઈ જવા ઇચ્છતા હતા. વિદ્યાપીઠનું પુનર્ગઠન કરવા માગતા હતા. એમનું ધ્યેય ગ્રામસેવકો તૈયાર કરવાનું હતું. ગાંધીજીએ તેમને વિદ્યાપીઠની નવી કારોબારીના સભ્ય થવાનું આમંત્રણ આપ્યું. ત્યારે તેમણે કહ્યું. “જેમ કોઈ માણસ પોતાની ઊંચાઈમાં બળજબરીએ એક તસુનો પણ વધારો કરી શકતો નથી, તેમ પોતાની નૈતિક ઊંચાઈમાં પણ નથી કરી શકતો. તેણે એ મર્યાદામાં જ વિકાસ પામતા રહેવું રહ્યું. અત્યાર સુધીમાં મારો જે વિકાસ થયો છે તે એવો નથી કે હું વિચાર, વાણી અને વર્તનમાં મારી જાતને અહિંસક ગણી શકું.' બહુમુખી લેખક કૃપલાનીજીએ વિવિધ વિષયો પર પોતાનાં પંદર પુસ્તકો અને અસંખ્ય લેખો લખ્યાં છે. તેમના ન ભુલાય તેવાં બે પુસ્તકો છે. એક વર્ષા યોજનાવિષયક ધી લેટેસ્ટ ફેડ' (વર્ષા શિક્ષણ યોજના એ નવી તાલીમના ગાંધીવિચારને ‘ગમ્ય’ કરવાનો પ્રયાસ છે. બીજું ‘ક્લાસ સ્ટ્રગલ’, જેમાં એમણે વર્ગસંઘર્ષનો પરંપરાગત ખ્યાલ' વિશે ફેરવિચાર માગે છે એ સચોટ રીતે સમજાવ્યું છે. આત્મ-શિક્ષણમાં માનનાર વિદ્યાર્થીઓને વિચાર કરતાં કરવાનું, પોતાના તથા દેશના સર્વાંગી વિકાસ માટે શું જરૂરનું છે તે વિશે ઉત્તેજન આપતા. —શ્રી દિનેશ પટેલ, મહેસાણા. સંનિષ્ઠ કેળવણીકાર લાલભાઈ રતનજી દેસાઈ [૧૮૯૪–૧૯૮૬] એલ. આર. દેસાઈ, લાલભાઈ દેસાઈ, લાલભાઈ કાકા જેવાં હુલામણાં નામોથી સંબોધાતા લાલાભાઈનો જન્મ સુરત જિલ્લાના (હાલ નવસારી જિલ્લો) ખરસાડ ગામમાં થયો હતો. પિતા રતનજી મોહનજી દેસાઈનું કુટુંબ સામાન્ય સ્થિતિનું હતું. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy