SearchBrowseAboutContactDonate
Page Preview
Page 671
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ શાશ્વત સૌરભ ભાગ-૨ આજે પણ લોકોનાં હૃદયમાં તેમના “જુગતરામકાકા'નું સ્થાન અચળ છે. તેમનો જન્મદિવસ “સેવાદિન' તરીકે ઊજવી તેમના જીવનમાંથી પ્રેરણા લે છે. તેમની પ્રેરણાથી પરિવર્તન માટેની દિશાઓ ઊઘડી છે. ક્ષિતિજો વિસ્તરી છે. આદિવાસી યુવાનોએ પોતાના સમાજને આગળ લઈ જવા મશાલ હાથમાં લીધી છે. દીવા પ્રગટ્યા છે-હજી વધુ પ્રકાશ ફેલાવવાનો છે. માનવતાના પાયા ઉપર ઊભેલો નવો સમાજ નિર્માણ થાય એ જુગતરામભાઈનું સ્વપ્ન સાચું પડે તે માટે કવિ શ્રી પિનાકીન ઠાકોરે કહ્યું છે. “વિસ્તરેલા વડલાની વડવાઈઓમાંથી વિકસજો નિત્ય નવી વનરાઈ”. -શ્રી તરલાબહેન શાહ- વાલોડ. કરુણાનિધિ “માસ્તર’ કરુણાશંકર કુબેરજી ભટ્ટ ૧૮૭૩-૧૯૦૩ શિક્ષકો માત્ર વિષય-શિક્ષણના જ નિષ્ણાત ન હોય. તેઓ પર ભાવિ પેઢીના નાગરિકોના ઘડતરની જવાબદારી પણ હોય છે જ. બધા તો નહીં જ પણ બહુ થોડા એવા સમાજના ઘડતરમાં સમર્પિત થનાર શિક્ષકોમાં કરુણાશંકર ભટ્ટનું નામ પણ મોખરે છે જ. કરુણાશંકર તો વિરલ શિક્ષક અને કેળવણીકાર–બંને હતા. તેમણે સરલાદેવી સારાભાઈ અને અંબાલાલ સારાભાઈ જેવા ધનિક કુટુંબનાં સંતાનોને ભણાવ્યાં છે. તે સાથે એટલા જ પ્રેમથી ગામડાંનાં, શ્રમજીવી, ગરીબ, દલિત, આદિવાસી કુટુંબનાં બાળકોને પણ ભણાવ્યાં છે. તેમને મન બધાં જ બાળકો સરખાં અને દેવસમાન હતાં, એટલે પ્રજામાં તેઓ માસ્તર'ના હુલામણા નામથી જ વધુ જાણીતા હતા. વીસ જ વર્ષની નાની ઉંમરે તેમણે શિક્ષક તરીકેની જવાબદારી શરૂ કરી દીધી હતી. તેઓ જીવનભર તે માટે સમર્પિત રહ્યા. વિવિધ શક્તિઓ અને ક્ષમતાઓ હોવા છતાં તેઓ બીજાં ભૌતિક સુખોના ક્ષેત્રે આકર્ષાયા ન હતા. તેઓ માત્ર શાળાના ૬૨ ખંડોમાં જ શિક્ષક ન હતા. સમાજઘડતરના કામોમાં પણ તેમનો અનન્ય ફાળો હતો. કોઈ પણ કામ માટે ઘંટનું બંધન તેમને અવરોધતું ન હતું. તેમના દિલમાં સાચા શિક્ષણની ધૂન સતત ચાલતી જ રહેતી. તેમનો ઉછેર ગામડાનો હતો. ગામડાંની પ્રજાનાં શિક્ષણ અને વિકાસમાં દિલ દઈ કામ કરતા હતા. ધન અને કામનો સંબંધ જોડવાની કે તે તરફનો વિચાર કરવાની તેમને ફુરસદ જ ન હતી. આ હતી તેમની કેળવણી માટેની ખુમારી અને લાગણી!!! લોકશિક્ષણના કામમાં, કથા-વાર્તા, ભજન-કીર્તન જેવાં ‘માધ્યમોથી પ્રજાના ઘડતરમાં તેઓ છવાયેલા જ રહેતા હતા. તે સમયના કેળવણીકારો, વિદ્વાનોને તેઓ ગામડે ગામડે આમંત્રણ આપી, ગામડાંનાં લોકોના વિકાસની ઝુંબેશ સતત ચાલુ જ રાખતા. આ બધું, તેઓ શાળાના નિયમબદ્ધ કામ પછી જ, પોતાના રસથી, દિલથી અને સ્વેચ્છાએ જ કરતા હતા, એટલે જ શિક્ષકોના સમાજમાં અજોડ રન હતા. કરુણાશંકરનો જન્મ સારસા (અમદાવાદ નજીક) ગામમાં અને મોસાળ ભાદરણ ગામમાં હતું. ભાદરણ ગામની “ધૂળિયા શાળા’ અને ધર્મજની સરકારી શાળામાં તેમણે શિક્ષણ લીધું હતું. વડોદરાના અધ્યાપન મંદિરમાં તાલીમ લીધી હતી. ‘કાંત' (મણિશંકર રતનજી ભટ્ટ) અને ટી. કે. ગજ્જર જેવા આચાર્યશ્રી અને અધ્યાપકના સંપર્કમાં તેઓ આવ્યા. આ બંનેનો પ્રેમ તેઓ જીતી શક્યા હતા. એ પણ એમની કેળવણી ક્ષેત્રે ક્ષમતા સિદ્ધિ જ હતી. કોસિન્દ્રા તો સંખેડા તાલુકાનું, ઊંડાણનું, સાવ નાનકડું ગામ. આ ગામથી જ માસ્તરજીના કામની શરૂઆત થઈ. દરેક વ્યક્તિનો કોઈક તો પોતાનો જ અંગત શોખ કે ધ્યેય હોય છે. પરોપકારાય સતાં વિભૂતિ’ આ કરુણાશંકરનાં અંગત શોખ અને ધ્યેય હતાં. આ ધ્યેય સાથે જ તેઓ શિક્ષણ કેળવણીના માધ્યમ દ્વારા લોકહિતાર્થે જ આગળ વધતા ગયા. ગાંધીજીના ગ્રામ-સ્વરાજની વાત, કરુણાશંકરે કોસિન્દ્રા અને એવાં બીજાં ગામડાંઓની પ્રજા સાથે કામ કરી, અમલમાં મૂકી બતાવી. આ રીતે એક શિક્ષકમાંથી તેઓ આપોઆપ કેળવણીકાર બન્યા. કરુણાશંકરે પોતાના અજાગૃત મનને સતત જાગૃત રાખ્યું હતું. તેઓ તેને સતત ઢંઢોળતા–તપાસતા-ચકાસતા રહેતા હતા. પરિણામે સાંપ્રત પરિસ્થિતિને પામી તેને અનુકૂળ થઈ, નિશ્ચિત ધ્યેયથી, લોકસેવાના કાર્યની સિદ્ધિના પ્રથમ પગથિયે તેઓ પહોંચી શક્યા. તેમને, તેમના ધ્યેયને, પ્રયત્નોને વંદન. -શ્રી પ્રમોદ જોશી, અમદાવાદ. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy